તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્ટ્રેસના મોંઘા શોખ:ઉર્વશી રાઉતેલા 4 લાખનું પટોળું ને 54 લાખના ઘરેણામાં મનમોહક લાગી

મુંબઈ3 મહિનો પહેલા
  • મનોજ કુમારની પૌત્રી મુસ્કાનની મહેંદી સેરેમનીમાં ઉર્વશીનો લુક 54 લાખ રૂપિયાનો

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા પોતાના મોંઘા લુકને કારણે અવાર-નવાર ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ ઉર્વશી રાઉતેલા ટ્રેડિશનલ લુકને કારણે ચર્ચામાં આવી છે. ઉર્વશી રાઉતેલાએ વરિષ્ઠ એક્ટર મનોજ કુમારની પૌત્રી મુસ્કાન ગોસ્વામીની મહેંદી સેરેમનીમાં હાજરી આપી હતી. આ દરમિયાન ઉર્વશીએ ચાર લાખની સાડી તથા 54 લાખના ઘરેણા પહેર્યાં હતાં.

પટોળામાં જોવા મળી
ઉર્વશીએ ટ્રેડિશનલ પટોળું પહેર્યું હતું. આ પટોળું ડિઝાઈનર આશા ગૌતમે ખાસ તૈયાર કર્યું હતું. આ સાડી સાથે ઉર્વશીએ ડાયમંડ જ્વેલરી પહેરી હતી. ઉર્વશી રાઉતેલાના સ્ટાઈલિસ્ટ તુષાર કપૂરે કહ્યું હતું કે ઉર્વશીનો આખો લુક 58,75,500 રૂ.નો છે. ઉર્વશીએ મલ્ટીકલર સાડીની સાથે બ્લૂ બ્લાઉઝ પહેર્યો હતો. આશા ગૌતમે ડિઝાઈન કરેલું આ પટોળું 4,25,500 રૂપિયાનું છે. આ સાડી સાથે ઉર્વશીએ પર્ફેક્ટ જ્વેલરી પહેરી હતી. પૂજા ડાયમંડે ડિઝાઈન કરેલાં બેંગલ્સ તથા રિંગ્સ 24,50,000 રૂપિયાની કિંમતના હતા. જ્યારે કરન જોહરના ત્યાની જ્વેલરના ડિઝાઈનર નેકલેસ તથા ટીકો 30 લાખ રૂપિયાના હતા. ઉર્વશી રાઉતેલા સાડી તથા જ્વેલરીમાં ઘણી જ સુંદર લાગતી હતી.

સાડી બનાવવામાં 2 વર્ષ જેટલો સમય થયો
સ્ટાઈલિસ્ટ તુષાર કપૂરે કહ્યું હતું, ઉર્વશીએ જે પટોળું પહેર્યું હતું, તે બનાવવામાં 6 મહિનાથી વધુ સમય થયો હતો. 70 દિવસ તો માત્ર સિલ્કના દોરાને કલર કરવામાં થયા હતા અને 25 દિવસ સાડી બનાવવામાં થયા હતા. આ સાડી બનાવવામાં આશરે 600 ગ્રામ સિલ્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાડીમાં સિદ્ધ હેમગ્રંથની શોભાયાત્રા બતાવવામાં આવી છે. 12 લોકો છેલ્લાં બે વર્ષથી આ સાડી પર કામ કરતા હતા. આ સાડીમાં 27 પટોળા સાડી તૈયાર થાય, તેટલું મટીરિયલ વાપરવામાં આવ્યું છે.

ઉર્વશીએ 2013માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું
25 ફેબ્રુઆરી, 1994માં જન્મેલી ઉર્વશી 2015માં મિસ યુનિવર્સ સ્પર્ધામાં જોવા મળી હતી. આ સ્પર્ધામાં તે મિસ દિવા યુનિવર્સ 2015નો ખિતાબ જીત્યો હતો. ઉર્વશીએ 2013માં સની દેઓલની ફિલ્મ 'સિંહ સાબ ધ ગ્રેટ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'સનમ રે', 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી', 'હેટ સ્ટોરી 4', 'પાગલપંતી' જેવી ફિલ્મમાં જોવા મળી હતી. ઉર્વશીએ ઘણાં મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું છે.

ઉર્વશી રાઉતેલા તમિળ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે ઉર્વશીને પોતાની પહેલી તમિળ ફિલ્મ માટે 10 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી છે. આ જ કારણે તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અત્યારની સૌથી વધુ ફી મેળવતી એક્ટ્રેસિસમાં સામેલ થઈ ગઈ છે. ઉર્વશી પહેલી એક્ટ્રેસ છે, જેને સાઉથમાં 10 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યાં છે.

ઉર્વશી વેબ સિરીઝ 'ઈન્સ્પેક્ટર અવિનાશ'માં રણદીપ હુડ્ડા સાથે જોવા મળશે. આ સિરીઝના ડિરેક્ટર નીરજ પાઠક છે. આ ઉપરાંત ઉર્વશી ઈજિપ્તિયન સુપરસ્ટાર મોહમ્મદ રમઝાનની સાથે 'બ્લેક રોઝ'માં જોવા મળશે. આ ઉપરાંત સાઉથ ઈન્ડિયન ફિલ્મ 'થિરુટ્ટૂ પાયલે 2'ની હિંદી રીમેકમાં પણ કામ કરશે.