ડ્રગ્સ કેસ:આર્યન ખાન અંગે તાપસી પન્નુએ કહ્યું, સ્ટાર ફેમિલીમાં હોવાનો ફાયદો ને નુકસાન બંને છે

મુંબઈ2 મહિનો પહેલા
  • આર્યન ખાન હાલમાં આર્થર રોડ જેલમાં છે

ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી કેસમાં આર્યન ખાન જેલમાં છે. કિલા કોર્ટે ગઈ કાલ (8 ઓક્ટોબર)એ આર્યન સહિત 3ની જામીન અરજી નકારી કાઢી હતી. સતીશ માનશિંદે સેશન્સ કોર્ટમાં અપીલ કરશે. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)ના પંચનામામાં આર્યન તથા અરબાઝે ચરસ લેતા હોવાની વાત કબૂલી છે. આ દરમિયાન તાપસી પન્નુએ શાહરુખ તથા ગૌરી ખાનના દીકરા આર્યનના આ કેસ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે સ્ટાર કિડ હોવાનો ફાયદો તથા નુકસાન છે.

પબ્લિક ફિગર હોવાની કિંમત ચૂકાવવી પડે છે
તાપસી પન્નુએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'પબ્લિક ફિગર હોવાના થોડા ફાયદા છે અને નુકસાન પણ છે. ફાયદો અને નુકસાન માત્ર પબ્લિક ફિગર સુધી જ સીમિત નથી, પરંતુ તેની ફેમિલીએ પણ આનો સામનો કરવો પડે છે, પછી તેમને તે પસંદ હોય કે ના હોય. તમારી પાસે સ્ટાર સ્ટેટ્સને એન્જોય કરવાનું પોઝિટિવ પાસું છે અને આ એક પ્રકારનું નેગેટિવ પણ છે, જે આની સાથે જ આવે છે. જો બિગ સ્ટારનો પરિવાર છે તો તમે આ ફાયદાને એન્જોય કરો છે ને, ખરું ને? આવામાં તેની નેગેટિવ સાઇડ પણ છે. આ તમારે સહન કરવું પડે છે.'

સ્ટારડમ લેવલની સાથે તમને તપાસની પણ ખબર હોય છે
તાપસીએ આગળ કહ્યું હતું, 'જ્યાં સુધી તમે ઓફિશિયલ રીતે ટ્રાયલમાંથી પસાર થયા બાદ પરિણામોનો સામનો કરવા માટે તૈયાર છો, તમને ખ્યાલ છે કે તમારે વાસ્તવમાં મુશ્કેલી અનુભવવાની જરૂર નથી. મને લાગે છે કે તે રીતે સ્ટારડમ લેવલની સાથે, તમને જે તપાસ થવાની હોય છે તેની પણ જાણ હોય છે. એવું નથી કે આ ક્યાંથી આવી ગઈ. મને વિશ્વાસ છે કે તેમને ખ્યાલ છે કે આ બાબતોનું પરિણામ શું આવશે. તે રીતના સ્ટાર સ્ટેટ્સની સાથે, તે વ્યક્તિને આ વાત સારી રીતે ખબર છે કે શું થઈ શકે છે.'

કાયદાકીય કાર્યવાહી વાસ્તવમાં મહત્ત્વપૂર્ણ છે
આગળ વાત કરતાં તાપસીએ કહ્યું હતું, 'દેશના કાનૂન હેઠળ તે કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવા માટે તૈયાર છે, આજે લોકો કંઈ પણ કહે છે, તમને ખ્યાલ છે કે આવતીકાલે તે બીજી વાત કરશે અને પરમ દિવસે કંઈક અલગ વાત સામે આવશે. તો આ મહત્ત્વપૂર્ણ નથી. કાયદાકીય કાર્યવાહી ખરી રીતે મહત્ત્વની છે. જ્યાં સુધી તમે તેના માટે તૈયાર છો પછી વાસ્તવમાં બીજી કોઈ વાત મહત્ત્વની નથી.'

આ સેલેબ્સે કર્યો છે સપોર્ટ
તાપસી પહેલાં હૃતિક રોશન, હંસલ મહેતા, રાખી સાવંત, સુઝાન ખાન, પૂજા ભટ્ટ, રવિના ટંડન, સોમી અલી સહિતના સેલેબ્સે શાહરુખના દીકરાનો સપોર્ટ કર્યો હતો.