વાઇરલ વીડિયો:તાપસી પન્નુ ગુસ્સાથી લાલચોળ, બોલી- 'બૂમો ના પાડો, પછી કહેશો કે એક્ટર્સમાં વિવેક જેવું કંઈ હોતું નથી'

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ ફરી એકવાર મીડિયા પર ગુસ્સે થઈ છે. રિપોર્ટરના સવાલથી તાપસી નારાજ થઈ ગઈ હતી અને પછી એકદમ ગુસ્સાથી તમતમી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે તાપસી પન્નુ ગયા મહિને પણ રિપોર્ટર પર ગુસ્સે થઈ ગઈ હતી.

કેમ તાપસી ગુસ્સે થઈ?
તપાસી OTT પ્લે અવૉર્ડસ 2022માં આવી હતી. રેડ કાર્પેટ પર મીડિયા સાથેની વાતચીત દરમિયાન તાપસીને ફિલ્મ 'દોબારા'ને મળેલા નેગેટિવ રિવ્યૂ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. સવાલ સાંભળીને તપાસીએ કહ્યું હતું કે કઈ ફિલ્મ વિરુદ્ધ નેગેટિવ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું નથી? રિપોર્ટર પોતાની વાત કરે તે પહેલાં જ તાપસીએ સવાલ કર્યો હતો, 'તમે મારી વાતનો જવાબ આપો, હું તમારા સવાલનો જવાબ આપીશ. કઈ ફિલ્મ વિરુદ્ધ નેગેટિવ કેમ્પેઇન ચલાવવામાં આવ્યું નહોતું. પછી રિપોર્ટરે કહ્યું હતું કે ક્રિટિક્સે પણ નેગેટિવ વાતો કહી હતી અને નેગેટિવ કેમ્પેઇન ચલાવ્યું હતું.

આ વાત સાંભળીને તાપસી નવાઈમાં મૂકાઈ ગઈ હતી. તેણે ગુસ્સામાં કહ્યું હતું, 'તમે સવાલ પૂછતા પહેલાં હોમવર્ક કરો. હવે જ્યારે પણ મને સવાલ પૂછો ત્યારે રિસર્ચ કરીને આવજો. પછી આ જ લોકો કહે છે કે એક્ટર્સમાં વિવેક નથી. બૂમો ના પાડો.' તાપસીનો આ વીડિયો વાઇરલ થયો છે. ઘણાં યુઝર્સે તાપસીને એરોગન્ટ કહી હતી. ઘણાં યુઝર્સે સવાલ કર્યો હતો કે તાપસી હંમેશાં કેમ ગુસ્સામાં રહે છે?

'દોબારા' બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી
OTT પ્લે અવૉર્ડમાં તપાસીને 'દોબારા' માટે બેસ્ટ એક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો હતો. તપાસીને વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 'એલિયન', 'બ્લર', 'વો લડકી હૈ કહાં'માં જોવા મળશે. તાપસી પન્નુ પહેલી જ વાર શાહરુખ ખાન સાથે 'ડંકી'માં કામ કરી રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

ગયા મહિને પણ ગુસ્સે થઈ હતી
તાપસી પન્નુ ગયા મહિને મુંબઈની મીઠીબાઈ કોલેજમાં ફિલ્મ પ્રમોટ કરવા આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તાપસી ઇવેન્ટમાં મોડી પહોંચી હતી. ફોટોગ્રાફર્સ લાંબા સમયથી રાહ જોતા હતા. એક્ટ્રેસ જ્યારે કોલેજ આવી ત્યારે તેણે ફોટો આપવાની ના પાડી દીધી હતી. પછી ફોટોગ્રાફર્સે ફરિયાદ કરી તો તે ભડકી ગઈ હતી. તાપસી ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા વગર જ સીધી અંદર જતી રહી હતી. પાછળ ફોટોગ્રાફર્સ તેના નામની બૂમો પાડીને ફોટો ક્લિક કરાવવાનું કહે છે.

તાપસીએ કહ્યું હતું, 'મને જે કહેવામાં આવ્યું એ હું કરું છું. તમે મારી પર કેમ બૂમો પાડો છો? મારી સાથે સભ્યતાથી વાત કરો. હું મારું કામ કરી રહી છું. મને જ્યાં બોલાવવામાં આવે છે ત્યાં હું સમયસર જ જાઉં છું. તમે મારી સાથે સભ્યતાથી વાત કરશો તો હું પણ સભ્યતાથી વાત કરીશ.' આ દરમિયાન તાપસીની ટીમ તેને શાંત પાડવાનો પ્રયાસ કરે છે. તાપસી ફોટોગ્રાફરને કહે છે, 'કેમેરો તો મારી પર છે, તો મારી જ બાજુ દેખાશે. કેમેરો તમારી પર હોત તો ખબર પડત કે તમે મારી સાથે કેવી રીતે વાત કરો છો.' છેલ્લે તાપસી હાથ જોડીને કહે છે, 'તમે જ હંમેશાં સાચા છો, એક્ટર હંમેશાં ખોટા હોય છે.'

અન્ય સમાચારો પણ છે...