મધરહૂડ:બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર લગ્ન વગર જ માતા બનશે, બાળક દત્તક લેશે

મુંબઈ11 દિવસ પહેલા
  • સ્વરાએ બાળક દત્તક લેવા માટે CARAમાં અરજી પણ કરી દીધી છે

ફિલ્મમાં પોતાની દમદાર એક્ટિંગથી ચાહકોનું દિલ જીતનારી સ્વરા ભાસ્કર રિયલ લાઇફમાં પોતાના બોલ્ડ સ્ટેટમેન્ટને કારણે જાણીતી છે. હાલમાં સ્વરા ભાસ્કર સિંગલ છે. તેણે બાળકને દત્તક લેવાનો નિર્ણય કર્યો છે અને તે અંગેની લીગર પ્રોસિજર પણ કરી છે.

એક ઇન્ટરવ્યૂમાં સ્વરાએ પરિવાર તથા બાળકની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે દેશમાં લાખો બાળકો અનાથાશ્રમમાં રહે છે. તેણે માત્ર એડોપ્શન પ્રોસેસ જ શરૂ નથી કરી, પરંતુ બાળકો દત્તક લેનાર પેરેન્ટ્સને પણ મળી છે.

હંમેશાંથી બાળક-પરિવારની ઈચ્છા
સ્વરાએ કહ્યું હતું, 'મને હંમેશાંથી પરિવાર તથા બાળકની ઈચ્છા છે. મને લાગે છે કે મારું સપનું પૂરું કરવાનો રસ્તો એડોપ્શન જ છે. હું લકી છું કે આપણા દેશમાં સિંગલ મહિલાઓને બાળક એડોપ્ટ કરવાની પરવાનગી છે. મેં આ દરમિયાન બાળકને દત્તક લેનારા અનેક કપલની મુલાકાત લીધી હતી. ઘણાં બાળકો હવે મોટા થઈ ગયા છે. મેં તેમની પ્રોસેસ તથા અનુભવો પર રિસર્ચ કર્યું હતું.

એડોપ્શન પહેલાં ઘણું જ રિસર્ચ કર્યું
ઘણું રિસર્ચ કર્યા બાદ સ્વરાએ એડોપ્શન અંગેની વાત પેરેન્ટ્સને કહી હતી. સ્વરાના નિર્ણયમાં પરિવારે પૂરો સાથ આપ્યો છે. સ્વરાએ કહ્યું હતું કે તે તેણે CARA (સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ અથોરિટી)ના માધ્યમથી અડોપ્શન પ્રોસેસ શરૂ કરી છે. મને ખ્યાલ છે કે મારે ઘણી રાહ જોવી પડશે. બની શકે કે તેમાં ત્રણ વર્ષનો સમય લાગે, પરંતુ હવે હું પેરેન્ટ્સ બનવાની વધુ રાહ જોઈ શકું તેમ નથી.

હિમાંશુ શર્મા સાથે સંબંધો હતા
'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ'ના સેટ પર સ્વરા તથા હિમાંશુ વચ્ચે પ્રેમ થયો હતો. ફિલ્મમાં સ્વરા ભાસ્કર સપોર્ટિંગ રોલમાં હતી અને હિમાંશુએ સ્ક્રિપ્ટ લખી હતી. બંને વચ્ચે પાંચ વર્ષ સુધી રિલેશન રહ્યા હતા. જોકે, બે વર્ષ પહેલાં જ બંને વચ્ચેના સંબંધોનો અંત આવ્યો હતો. બંનેએ પોત-પોતાના પરિવારને બ્રેકઅપની જાણ કરી દીધી હતી.

'શીર કોરમા' માટે અવોર્ડ જીતી
સ્વરાના વર્કફ્રન્ટની વાત કરીએ ફિલ્મ 'શીર કોરમા'એ લંડન ઇન્ડિપેન્ડેન્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્વરાએ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો અવોર્ડ જીત્યો છે. આ ફિલ્મમાં દિવ્યા દત્તા તથા સ્વરા ભાસ્કર છે. ફિલ્મમાં લેસ્બિયન સંબંધો અંગે વાત કરવામાં આવી છે. ફિલ્મમાં શબાના આઝમી મહત્ત્વના રોલમાં છે.