તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોલિવૂડ એક્ટ્રેસ શમિતા શેટ્ટી 42 વર્ષની થઈ. શમિતા બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની નાની બહેન છે. શમિતાએ વર્ષ 2000માં 'મોહબ્બતેં'થી ડેબ્યૂ કર્યું હતું. જોકે, શમિતાને બોલિવૂડમાં ખાસ સફળતા મળી નથી. શમિતાએ 'મેરે યાર કી શાદી હૈ', 'વો લમ્હે', 'કૈશ' જેવી ફિલ્મમાં કામ કર્યું હતું, પરંતુ આ તમામ ફિલ્મ ફ્લોપ રહી હતી. ત્યારબાદ તેણે 'બિગ બોસ 9', 'ઝલક દિખલાજા 9' તથા 'ફિયર ફેક્ટર ખતરો કે ખિલાડી 9' જેવા રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. ગયા વર્ષે તે વેબ સિરીઝ 'બ્લેક વિડો'માં જોવા મળી હતી. 42 વર્ષની ઉંમરમાં પણ શમિતાએ લગ્ન કર્યાં નથી.
શિલ્પા ઈનસિક્યોર થઈ ગઈ હતી
શિલ્પા શેટ્ટીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે તેની નાની બહેન શમિતાએ બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું ત્યારે તેને અસલામતીની ભાવના થઈ હતી. શિલ્પાએ કહ્યું હતું, 'જ્યારે શમિતાએ 'મોહબ્બતેં'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું તો મને એમ જ લાગતું હતું કે તે સુંદર તથા ગોરી છે. તે મારા કરતાં સારી એક્ટ્રેસ તથા ડાન્સર છે. મને એવું લાગ્યું કે શમિતાને કારણે હવે મને કોઈ કામ આપશે નહીં.'
નાનપણમાં શિલ્પાને શમિતાની ઈર્ષ્યા થતી હતી
શિલ્પાએ કહ્યું હતું, 'જ્યારે શમિતાનો જન્મ થયો ત્યારે મને ઘણી જ અસલામતીની ભાવના થતી હતી. હું નાનપણથી જ મારી માતાને પૂછતી કે તમે આને કેમ ગોરી બનાવી અને મને કાળી? જ્યારે શમિતા રાતમાં સૂઈ જતી તો હું ઘોડિયામાં તેને ચીમટો ભરી લેતી. નાનપણમાં અમે બહુ જ ઝઘડતા હતા. એક દિવસ મેં શમિતાને પિતાની તિજોરીમાં બંધ કરી દીધી હતી. એકવાર તો મેં શમિતા પર સનમાઈકાનો ટુકડો ફેંક્યો હતો અને તેના ચહેરા પર કટના નિશાન પડી ગયા હતાં.'
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.