શિલ્પા શેટ્ટીનો બોલ્ડ અંદાજ:એક્ટ્રેસે પગ ખુલ્લા રહે તેવી સાડી પહેરી તો યુઝર્સ બગડ્યા, પૂનમ પાંડે ને ઉર્ફી જાવેદ સાથે તુલના કરી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિલ્પા શેટ્ટી ફિલ્મ 'નિકમ્મા'ના ટ્રેલર લૉન્ચિંગમાં હાજર રહી

46 વર્ષીય શિલ્પા શેટ્ટીએ હાલમાં જ અપકમિંગ ફિલ્મ 'નિકમ્મા'નું ટ્રેલર લૉન્ચ કર્યું હતું. શિલ્પા શેટ્ટી ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં હાજર રહી હતી. આ સમયે શિલ્પા શેટ્ટીએ રેડ ડીપ નેક બ્લાઉઝ સાથે બ્લૂ સાડી પહેરી હતી. શિલ્પા આ સાડીમાં ઘણી જ સેન્સેશનલ લાગતી હતી.

સાડીની સાથે ઓરેન્જ જેકેટ પહેર્યું
શિલ્પા શેટ્ટીએ બ્લૂ રંગની સાડી પહેરી હતી. આ સાડીમાં શિલ્પાના પગ ખુલ્લા રહેતા હતા. સાડી સાથે શિલ્પાએ ઓરેન્જ રંગનું જેકેટ પહેર્યું હતું. નોંધનીય છે કે ​​​શિલ્પા શેટ્ટીની ફિલ્મ 'નિકમ્મા' 17 જૂને થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મમાં શિલ્પા-અભિમન્યુ દાસાની ઉપરાંત શર્લી સેટિયા, સમીર સોની છે. ફિલ્મને સબ્બીર ખાને ડિરેક્ટ કરી છે.

યુઝર્સે મજાક ઉડાવી
શિલ્પા શેટ્ટીને આટલી બોલ્ડ સાડીમાં જોતા જ સો.મીડિયા યુઝર્સે એક્ટ્રેસની મજાક ઉડાવી હતી. યુઝર્સે શિલ્પાની તુલના ઉર્ફી જાવેદ તથા પૂનમ પાંડે સાથે કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે નીચેની સાડી ક્યાં ગઈ? તો અન્ય એકે કહ્યું હતું કે ઉર્ફીમાંથી પ્રેરણા લઈને કપડાં પહેર્યા છે.

ગયા અઠવાડિયે સો.મીડિયામાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી
ગયા અઠવાડિયે શિલ્પા શેટ્ટીએ ફિલ્મ 'નિકમ્મા'નું પ્રમોશન કરવાની શરૂઆત કરી હતી. શિલ્પાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તે એક જેવું બધું જોઈ જોઈને કંટાળી ગઈ છે. જ્યાં સુધી તેને કંઈક નવું નહીં મળે ત્યાં સુધી તે સો.મીડિયામાંથી ઑફ લઈ રહી છે.

'નિકમ્મા' ઉપરાંત શિલ્પા શેટ્ટી 'સુખી' ફિલ્મમાં જોવા મળશે. શિલ્પા શેટ્ટી ડિરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'થી ડિજિટલ ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા છે. સિદ્ધાર્થે ફિલ્મમાં દિલ્હી પોલીસ અધિકારીનો રોલ ભજવ્યો છે.