પોર્નોગ્રાફીને કારણે સંબંધો તૂટશે?:શિલ્પા શેટ્ટી પતિથી અલગ થવાનું વિચારી રહી છે; બાળકોને પણ સંપત્તિથી દૂર કરવા માગે છે? મિત્રનો દાવો

મુંબઈ3 મહિનો પહેલા
  • રાજ કુંદ્રા 19 જુલાઈથી જેલમાં બંધ છે
  • પતિની ધરપકડના એક મહિના બાદ શિલ્પા શેટ્ટીએ કામ શરૂ કર્યું

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રા હજી પણ જેલમાં બંધ છે. રાજ કુંદ્રા પર પોર્ન ફિલ્મ બનાવવાનો તથા પ્રસારિત કરવાનો આક્ષેપ છે. આ સંદર્ભમાં શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં શિલ્પા શેટ્ટીની ઘણી જ બદનામી થઈ હતી. હવે ચર્ચા છે કે શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રાથી અલગ રહેવાનું વિચારી રહી છે.

નિકટના મિત્રે દાવો કર્યો
વેબ પોર્ટલ બોલિવૂડ હંગામાના અહેવાલ પ્રમાણે, શિલ્પા શેટ્ટીના ખાસ નિકટના મિત્રોએ એક્ટ્રેસના અંગત જીવન અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. એક મિત્રે કહ્યું હતું કે રાજ કુંદ્રાની મુશ્કેલીઓનો નિકટના ભવિષ્યમાં ઉકેલ આવે એમ લાગતું નથી. આ મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધતી જાય છે. રાજ કુંદ્રા પોર્નોગ્રાફીમાં ફસાયેલો છે, એ વાત જાણીને શિલ્પાને ઘણો જ આઘાત લાગ્યો હતો. શિલ્પાને ખ્યાલ જ નહોતો કે આ ડાયમંડ તથા ડુપ્લેક્સ પોર્ન બિઝનેસમાંથી આવે છે.

હવે શિલ્પા પતિની સંપત્તિને સ્પર્શ કરવા તૈયાર નથી
વધુમાં આ મિત્રે કહ્યું હતું, શિલ્પા હવે પતિની સંપત્તિથી બાળકોને દૂર રાખવા માગે છે. તે કુંદ્રાની સંપત્તિને સ્પર્શ કરવા પણ તૈયાર નથી. શિલ્પા રિયાલિટી શોમાં જજ બનીને પૂરતી કમાણી કરી શકે છે.

ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા પ્રગટ કરી
વધુમાં શિલ્પા શેટ્ટીએ 'હંગામા 2' તથા 'નિકમ્મા' બાદ ફિલ્મમાં કામ કરવાની પોતાની ઈચ્છા જાહેર કરી છે. અનુરાગ બસુ તથા પ્રિયદર્શને શિલ્પાને પોતાની ફિલ્મમાં રોલ આપવાનું વચન આપ્યું છે. રાજ કુંદ્રા હજી પણ જેલમાં રહે તોપણ શિલ્પા શેટ્ટીને પોતાની લાઇફસ્ટાઇલ મેઇનટેન કરવી સહેજ પણ મુશ્કેલી પડશે નહીં. આ અંગે હજી સુધી શિલ્પાનું કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી. હવે એ તો આગામી સમય જ નક્કી કરશે કે શિલ્પા પતિ સાથે રહેશે કે નહીં?

પોલીસ ઘરે આવી ત્યારે શિલ્પા ગુસ્સે થઈ હતી
ગયા મહિને 23 જુલાઈના રોજ જ્યારે ક્રાઇમ બ્રાંચ જુહુ સ્થિત શિલ્પાના ઘરે આવી ત્યારે એક્ટ્રેસ રાજને જોઈ ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ હતી અને બૂમો પાડવા લાગી હતી. તેણે રાજને જોઈને કહ્યું હતું કે આ કેસે પરિવારની બદનામી કરી નાખી છે, અનેક એન્ડોર્સમેન્ટ, બિઝનેસ ડીલ્સ કેન્સલ થઈ ગઈ છે. ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ શિલ્પાને શાંત પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો.

પતિને સાથ આપ્યો
થોડીવાર બાદ શિલ્પા શાંત થઈ હતી અને પછી તેણે પતિને સાથ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે રાજ પોર્ન કન્ટેન્ટ બનાવતો નથી. હોટશોટ્સ એપ સાથે તેને કંઈ જ લેવાદેવા નથી. આ સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે પોર્ન તથા ઇરૉટિક બંને અલગ છે.

શિલ્પાએ એમ પણ કહ્યું હતું કે બીજા OTT પ્લેટફોર્મ પર રહેલું કન્ટેન્ટ વધુ અશ્લીલ છે. નિવેદન આપ્યા બાદ શિલ્પાએ મુંબઈ પોલીસને કહ્યું હતું કે તેના પતિ પર લગાવવામાં આવેલા આરોપો યોગ્ય નથી. તેણે પોર્ન તથા ઇરૉટિક વચ્ચેનો ડિફરન્સ બતાવવાનો પ્રયાસ કર્યો હતો.

શિલ્પાની છ કલાક પૂછપરછ કરવામાં આવી
ક્રાઇમ બ્રાંચે શિલ્પાની છ કલાક પૂછપરછ કરી હતી. ક્રાઇમ બ્રાંચે શિલ્પાનો ફોન ફોરેન્સિક તપાસ માટે લીધો હતો. નિવેદન આપતા સમયે પણ વચ્ચે વચ્ચે શિલ્પા શેટ્ટી રડી પડતી હતી.