બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી હંમેશાં લાઇમલાઇટમાં રહેતી હોય છે. તે સો.મીડિયામાં પણ ઘણી જ એક્ટિવ છે. તાજેતરમાં જ શિલ્પા પરિવાર સાથે જોવા મળી હતી. આ દરમિયાન શિલ્પાના પતિ રાજ કુંદ્રાએ આખા ચહેરા પર માસ્ક પહેર્યું હતું. શિલ્પા પતિને જોઈને એકદમ હસવા લાગી હતી.
રાજ કુંદ્રાનો યુનિક લુક
રાજ કુંદ્રાનો વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં રાજ કુંદ્રા બ્લેક સ્વેટશર્ટ તથા જિન્સમાં જોવા મળે છે. તેણે ચહેરા પર માસ્ક પહેર્યું છે. તેનો ચહેરો આખો ઢંકાયેલો જોવા મળ્યો હતો. રાજ માતા ઉષા રાની કુંદ્રા, સાસુમા સુનંદા શેટ્ટી તથા સાળી શમિતા સાથે જોવા મળે છે.
લિફ્ટ આગળ શિલ્પા મળી
રાજ કુંદ્રા સાસુ-માતા તથા સાળી સાથે રેસ્ટોરાંની અંદર જાય છે અને અહીં લિફ્ટ આગળ શિલ્પા શેટ્ટી મળે છે. શિલ્પા પતિને યુનિક લુકમાં જોઈને હસવા લાગે છે.
યુઝર્સે કમેન્ટ્સ કરી
સો.મીડિયામાં વીડિયો વાઇરલ થતાં યુઝર્સે રાજને ટ્રોલ કર્યો હતો. એકે કમેન્ટ કરી હતી, આ શું કરી રહ્યો છે? મુંબઈમાં હવે માસ્ક ફરજિયાત નથી. અન્ય એકે કહ્યું હતું કે તેણે હેલ્મેટ પહેર્યું છે? જ્યારે એક યુઝરે રાજને ઇન્ડિયન કાન્યે વેસ્ટ કહ્યો હતો.
માર્ચમાં અજીબોગરીબ લુકમાં જોવા મળ્યો હતો
આ વર્ષે માર્ચમાં રાજ કુંદ્રા થિયેટરમાં જોવા મળ્યો હતો. તે 'ધ બેટમેન' ફિલ્મ જોવા આવ્યો હતો. રાજ કુંદ્રા એકલો જ હતો. રાજ કુંદ્રાને આ કપડાંમાં ઓળખવો પણ મુશ્કેલ બની ગયો હતો.
ગયા વર્ષે પોર્નોગ્રાફી કેસમાં જેલમાં ગયો હતો
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ગયા વર્ષે 19 જુલાઈના રોજ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 20 સપ્ટેમ્બરે જામીન મળ્યા હતા. રાજ કુંદ્રા બીજા દિવસે એટલે કે 21 સપ્ટેમ્બરે જેલમાંથી બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર આવતા સમયે રાજ કુંદ્રા એકદમ ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાંથી આંસુ આવી ગયાં હતાં.
શિલ્પા શેટ્ટીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે 'હંગામા 2'માં જોવા મળી હતી. હવે તે 'નિકમ્મા' તથા 'સુખી'માં જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.