પત્ની બહાર જતાં રાજ કુંદ્રા ફરવા નીકળ્યો:ફોટોગ્રાફરને જોતાં જ રાજે કાળા કપડાંમાં મોં છુપાવ્યું, શિલ્પા જયપુર જતાં જ દીકરા સાથે હોટલમાં ગયો

મુંબઈએક મહિનો પહેલા
  • રાજ કુંદ્રા મહિના પહેલાં પત્ની સાથે હિમાચલના બગલામુખી મંદિરમાં જોવા મળ્યો હતો

શિલ્પા શેટ્ટીનો પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રા શનિવાર, 18 ડિસેમ્બરના રોજ દીકરા વિઆન સાથે જોવા મળ્યો હતો. પોર્નોગ્રાફી કેસ બાદ રાજ પહેલી જ વાર દીકરા સાથે પબ્લિક પ્લેસમાં જોવા મળ્યો છે. રાજ તથા વિઆન રેસ્ટરાંની બહાર જોવા મળ્યા હતા.

કાળા કપડાંમાં મોં છુપાવ્યું

રાજ તથા વિઆન મુંબઈની બાસ્ટિન રેસ્ટોરાંમાંથી બહાર આવતા જોવા મળ્યા હતા. રાજે બ્લેક હૂડી ને માસ્કમાં જોવા મળ્યો હતો. જ્યારે વિઆને ખાખી રંગના આઉટફિટ પહેર્યાં હતાં. ફોટોગ્રાફર્સને જોતા જ રાજ કુંદ્રાએ ચહેરો છુપાવી લીધો હતો.

શિલ્પા શેટ્ટી જયપુર ગઈ

શિલ્પા શેટ્ટી NCP (નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)ના નેતા પ્રફુલ પટેલના દીકરાના લગ્નમાં હાજરી આપવા માટે જયપુર ગઈ છે. શિલ્પા શેટ્ટી એક્ટર સલમાન ખાન સાથે જયપુર ગઈ હતી.

આ પહેલાં રાજ હિમાચલના બગલામુખી મંદિરમાં જોવા મળ્યો હતો

શિલ્પા દિવાળી વેકેશન માટે હિમાચલ પ્રદેશ ગઈ હતી. અહીંયા શિલ્પાએ પતિ સાથે પહેલાં ચામુંડાદેવી મંદિર તથા જ્વાલામુખી મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ તે બગલામુખી મંદિર ગઈ હતી. શત્રુનાશિની માતા બગલામુખી મંદિર બનખંડીમાં શિલ્પા શેટ્ટી તથા રાજ કુંદ્રાએ તાંત્રિક અનુષ્ઠાન કરાવ્યું હતું. બંનેએ અહીંયા રાત્રે હોમ-હવન કરાવ્યો હતો. આ દરમિયાન શિલ્પા ભક્તિમાં લીન જોવા મળી હતી. તેણે ભગવાન સામે શિશ ઝૂકાવીને પરિવારની સુખ-શાંતિ માટે દુઆ માગી હતી.

બે મહિને જામીન મળ્યા
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 20 સપ્ટેમ્બરે જામીન મળ્યા હતા. રાજ કુંદ્રા બીજા દિવસે એટલે કે 21 સપ્ટેમ્બરે જેલમાંથી બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર આવતા સમયે રાજ કુંદ્રા એકદમ ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાંથી આંસુ આવી ગયાં હતાં. રાજ કુંદ્રાએ સો.મીડિયા અકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ તથા ટ્વિટર ડિલિટ કરી નાખ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...