તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફર્સ્ટ બર્થડે:દીકરી એક વર્ષની થતાં શિલ્પા શેટ્ટીએ પરિવાર સાથે સિદ્ધિ વિનાયક મંદિરે શિશ ઝુકાવ્યું

મુંબઈ17 દિવસ પહેલા

શિલ્પા શેટ્ટી પરિવાર સાથે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર દર્શન કરવા ગઈ હતી. શિલ્પાના ખોળામાં દીકરી સમીશા હતી. સમીશાએ પોતાની ક્યૂટનેસથી તમામના દિલ જીતી લીધા હતા. શિલ્પાની સાથે બહેન શમિતા શેટ્ટી, પતિ રાજ કુંદ્રા, દીકરો વિયાન, માતા સુનંદા તથા સાસુ-સસરા હતા. સમીશાનો આજે એટલે કે 15 ફેબ્રુઆરીના રોજ પહેલો જન્મદિવસ છે. સમીશાનો જન્મ સરોગસીથી થયો હતો.

ગયા વર્ષે દીકરીનો જન્મ થયો સો.મીડિયામાં દીકરીની તસવીર શૅર કરીને શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું, 'ઓમ ગણેશાય નમઃ અમારી પ્રાર્થનાઓનો જવાબ મળી ગયો. અમને એ જણાવતા આનંદ થાય છે કે લિટલ એન્જલે અમારા ઘરે પગલાં પાડ્યાં છે. સમીશા શેટ્ટી કુંદ્રા. સમીશાનો જન્મ 15 ફેબ્રુઆરી, 2020ના રોજ થયો હતો. ઘરમાં જુનિયર SSK આવી ગઈ.' એક ઈન્ટરવ્યૂમાં શિલ્પાએ કહ્યું હતું કે જ્યારે તે 21 વર્ષની હતી ત્યારે જ તેણે દીકરીનું નામ સમીશા વિચારીને રાખ્યું હતું.

સિદ્ધિ વિનાયક મંદિરે શિલ્પા શેટ્ટી પરિવાર સાથે...

રાજ કુંદ્રા દીકરા સાથે
રાજ કુંદ્રા દીકરા સાથે
શિલ્પા શેટ્ટી પૂરા પરિવાર સાથે
શિલ્પા શેટ્ટી પૂરા પરિવાર સાથે
દીકરી સમીશા સાથે શિલ્પા
દીકરી સમીશા સાથે શિલ્પા
શિલ્પાની દીકરીનો જન્મ સરોગસીથી થયો હતો
શિલ્પાની દીકરીનો જન્મ સરોગસીથી થયો હતો

સો.મીડિયામાં શિલ્પા, રાજ, શમિતાએ સમીશાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

શિલ્પા શેટ્ટીની દીકરી એક વર્ષની થતાં 'મમ્મા' બોલતા શીખી ગઈ
શિલ્પા શેટ્ટીની દીકરી એક વર્ષની થતાં 'મમ્મા' બોલતા શીખી ગઈ
રાજ કુંદ્રાએ કહ્યું હતું કે તેની દીકરીમાં પંજાબી જીન છે
રાજ કુંદ્રાએ કહ્યું હતું કે તેની દીકરીમાં પંજાબી જીન છે
શમિતા શેટ્ટીએ સમીશાની તસવીર શૅર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી
શમિતા શેટ્ટીએ સમીશાની તસવીર શૅર કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી

2009માં લગ્ન કર્યાં હતાં
શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે વર્ષ 2009માં 22 નવેમ્બરના રોજ લગ્ન કર્યાં હતાં. લગ્નના ત્રણ વર્ષ બાદ એટલે કે વર્ષ 2012માં શિલ્પાએ દીકરા વિયાનને જન્મ આપ્યો હતો. લગ્નના 11 વર્ષ બાદ શિલ્પા બીજીવાર માતા બની છે.

13 વર્ષ બાદ કમબેક
શિલ્પા શેટ્ટી બોલિવૂડમાં 13 વર્ષ બાદ શબ્બીર ખાનની ફિલ્મ ‘નિકમ્મા’થી કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં અભિમન્યુ દસાની તથા શર્લી સેટિયા છે. આ ફિલ્મ જૂન મહિનામાં રિલીઝ થવાની હતી પરંતુ લૉકડાઉનને કારણે ફિલ્મ રિલીઝ થઈ નથી અને નવી રિલીઝ ડેટ હજી સુધી જાહેર કરવામાં આવી નથી. આ ઉપરાંત શિલ્પા શેટ્ટી ડિરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ ‘હંગામા’માં પરેશ રાવલ સાથે કામ કરી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો