તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઇન ફ્રોડ:શબાના આઝમીને દારૂની હોમ ડિલિવરી મોંઘી પડી, મુંબઈ પોલીસને એક્શનની માગ કરી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શબાના આઝમીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
  • મુંબઈ પોલીસને ફરિયાદ કરી

બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસ શબાના આઝમીએ ગુરુવાર, 24 જૂનના રોજ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને દારૂ ડિલિવરી એપ પર છેતરપિંડીનો આક્ષેપ મૂક્યો છે. શબાના આઝમીએ કહ્યું હતું કે લિવિંગ લિક્વિડ્ઝ નામની એક કંપનીએ તેમની સાથે છેતરપિંડી કરી હતી. એક્ટ્રેસે આલ્કોહલ ઓર્ડર કર્યો હતો. પૈસા પણ આપી દીધા હતા, પરંતુ ડિલિવરી મળી નહોતી.

શબાનાની સો.મીડિયા પોસ્ટ વાઇરલ
શબાના આઝમીએ સો.મીડિયા પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, સાવધાન, મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. કંપનીનું નામ છે લિવિંગ લિક્વિડ્ઝ. મેં તેમને પૂરા પૈસા આપ્યા, પરંતુ મારો ઓર્ડર મને મળ્યો નહીં. હવે તેઓ મારો ફોન પણ રિસીવ કરતા નથી. શબાના આઝમીએ પેટીએમથી પૈસા ચૂકવ્યા હતા. શબાનાએ આ અંગે પોલીસ ફરિયાદ પણ કરી છે.

ચાહકોએ પ્રતિક્રિયા આપી
ઉલ્લેખનીય છે કે આ પહેલાં અક્ષય ખન્ના, નરગિસ ફખરી, કરણ સિંહ ગ્રોવર પણ ઓનલાઇન ફ્રોડનો ભોગ બની ચૂક્યા છે. શબાનાની પોસ્ટ પર યુઝર્સે કાર્યવાહી કરવાની સલાહ આપી હતી.

અન્ય એક પોસ્ટ શૅર કરી
શબાનાએ અન્ય એક પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, લિવિંગ લિક્વિડ્ઝના માલિકને ટ્રેસ કરી લેવામાં આવ્યો છે. જે લોકોએ મારી સાથે આ ફ્રોડ કર્યો, તેની સાથે લિવિંગ લિક્વિડ્ઝને કોઈ લેવા-દેવા નથી. મુંબઈ પોલીસ તથા સાઇબર ક્રાઇમને અપીલ કરું છું કે જે લોકો ખોટી રીતે બિઝનેસ ચલાવવાનો પ્રયાસ કરે છે, તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

શબાના આઝમીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ દિવ્યા દત્તા તથા સ્વરા ભાસ્કર સાથે ફિલ્મ 'શીર કુર્મા'માં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...