તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સારા અલી ખાને પોતાની આગામી ફિલ્મ 'કુલી નં. 1'ને ઓપન માઈન્ડ સાથે જોવાનો આગ્રાહ કર્યો છે. આ ફિલ્મ 1995માં રિલીઝ થયેલી ગોવિંદા તથા કરિશ્મા કપૂરની કોમેડી ફિલ્મની રીમેક છે. ઓરિજિનલ વર્ઝનની આ રીમેકમાં વરુણ ધવન તથા સારા લીડ રોલમાં છે. સારાને એક ઈન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે ઓરિજિનલ વર્ઝનમાં શું વાંધો હતો કે તેની રીમેક બનાવવામાં આવી?
આ સવાલ પર સારાએ કહ્યું હતું, 'હું ચાહકોને આગ્રહ કરું છું કે તેઓ ફિલ્મને તે જ ઈમાનદારીથી જુએ, જે ઈમાનદારીથી ફિલ્મમાં બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં તમે જે કહો છો અને મનોરંજક કોમેડી શું કહેવાનો પ્રયાસ કરે છે, તે બંનેમાં અંતર છે. જો કોઈ પોલિટિકલી કરેક્ટ કરવાનો પ્રયત્ન કરશે તો આપણાં જીવનમાં હસવા-હસાવવાની તમામ સંભાવના પૂરી થઈ જશે. સ્પષ્ટ રીતે તમે વસ્તુઓનો ખોટો અર્થ ના કરી શકો. ફિલ્મમાં ગોવિંદાસરે કરિશ્માને મૂર્ખ બનાવી અને કહ્યું કે તે એક કુલી નથી, તે ઘણું જ ફની હતું. આ વાતને આપણે ખોટી રીતે જોવી જોઈએ નહીં. તો ગોવિંદાના ચાહકો ફિલ્મની રીમેક બનાવવા પર ટીકા કરે છે.
કોમિક ટાઈમિંગમાં વરુણે મદદ કરી
સારાએ કહ્યું હતું, 'કોમિક એક્ટર તરીકે મારી સ્કિલની તુલના મારા પેરેન્ટ્સ સૈફ અલી ખાન તથા અમૃતા સિંહ સાથે કરવી જોઈએ નહીં. હું મારા પેરેન્ટ્સની જેમ તે જોનરમાં માહિર નથી. એક્ટિંગ કરવા માટે આ જોનર બહુ જ અઘરું છે. ફિલ્મમાં વરુણે મારી કોમિક ટાઈમિંગને સારી બનાવવામાં મદદ કરી હતી. તે આ જોનરમાં ઘણો જ અનુભવી છે.'
25 ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ થશે
ઓરિજિનલ ફિલ્મની જેમ જ આ ફિલ્મને પણ ડેવિડ ધવને ડિરેક્ટ કરી છે. વરુણ ધવન, સારા ઉપરાંત પરેશ રાવલ, જાવેદ જાફરી, રાજપાલ યાદવ, જ્હોની લીવર તથા શિખા તલસાણીયા છે. ફિલ્મ 25 ડિસેમ્બરે ડિજિટલ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થશે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.