તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિયાનો વળતો પ્રહાર:જે ડિમ્પલે સુશાંત-રિયાને 13 જૂને સાથે હોવાનો દાવો કર્યો હતો, તેને CBIએ ચેતવણી આપતાં કહ્યું- પુરાવા ના હોય તેવી કોઈ વાત કરવી નહીં

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રિયાના જામીન સાત ઓક્ટોબરના રોજ બોમ્બે હાઈકોર્ટે મંજૂર કર્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ રિયા તથા તેની ટીમ એ તમામ લોકો વિરુદ્ધ પુરાવા શોધી રહી છે, જેમણે રિયા તથા સુશાંતના સંબંધો અંગે અનેક દાવા કર્યા હતા. રિયાની બાજુમાં રહેતી ડિમ્પલ થવાણીએ દાવો કર્યો હતો કે 13 જૂનના રોજ સુશાંત, રિયાને મુકવા આવ્યો હતો. જોકે, હવે રિયાના એડવોકેટે એક નિવેદનમાં એ વાતની માહિતી આપી હતી કે તેઓ સૌથી પહેલા ડિમ્પલના દાવાને એક્સોપઝ કરી રહ્યા છે અને તે જૂઠું બોલતી હતી.

માનશિંદેએ કહ્યું, ગણી-ગણીને બદલો લઈશું
રિયાના વકીલ સતીષ માનશિંદેએ પોતાના નિવેદનમાં કહ્યું હતું, 'મેં પહેલા જ કહ્યું હતું કે એકવાર રિયાને જામીન મળી જાય અને તે જેલની બહાર આવશે પછી અમે તે લોકો વિરુદ્ધ એક્શન લઈશું, જેમણે રિયાને બદનામ કરી હતી. ઈલેક્ટ્રોનિક મીડિયામાં બે મિનિટ આવવા માટે એ લોકોએ રિયાનું જીવન તથા તેનું મનોબળ તોડવાનો પ્રયાસ કર્યો હતો, આમાંથી જ એક ડિમ્પલ થવાણી છે. ડિમ્પલ તથા રિયા બાજુ-બાજુમાં રહે છે. તેણે દાવો કર્યો હતો કે તે સુશાંતની ચાહક છે. ડિમ્પલે એમ પણ કહ્યું હતું કે ગયા જન્મમાં તે સુશાંતની સોલ-મેટ હતી. તેણે એવો દાવો કર્યો હતો કે સુશાંત 13 જૂનના રોજ રિયાને ઘરે મુકવા આવ્યો હતો. આ પાયાવિહોણી અફવા છે અને સુશાંતની ચાહકે મીડિયા સર્કસને કારણે ફેલાવી હતી. તે માત્ર લાઈમલાઈટમાં આવવા માગતી હતી અને દાવો કરતી હતી કે સુશાંતને તે ઓળખે છે. તેનું નિવેદન આજે CBIએ રેકોર્ડ કર્યું હતું. તમને જાણીને આનંદ થશે કે તેણે પોતાના નિવેદનમાં CBIને શું કહ્યું? હું તમામ ઈમાનદાર પત્રકારોને અપીલ કરીશ કે તેઓ તેની પાસે જાય અને તેનું નિવેદન રેકોર્ડ કરે કે તે શું કહે છે. સત્યમેવ જયતે.'

ડિમપ્લે CBIને નિવેદન આપ્યું
રિયાની બાજુમાં રહેતી ડિમ્પલે રવિવાર, 11 ઓક્ટોબરના રોજ પોતાનું નિવેદન CBIને આપ્યું હતું. તેણે કહ્યું હતું કે તેણે રિયા તથા સુશાંતને જોયા નહોતા, કોઈ બીજાએ જોયા હતા. તે વ્યક્તિ એટલા માટે સામે નથી આવતી, કારણ કે તે કમ્ફર્ટેબલ નથી. ડિમ્પલે એમ પણ કહ્યું હતું કે તેને ખ્યાલ નથી કે તે વ્યક્તિએ બંનેને ક્યાં જોયા હતા. આ સાંભળીને CBIએ ડિમ્પલને ચેતવણી આપી હતી કે જેના પુરાવા ના હોય તેવું કંઈ જ બોલે નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser