તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુશાંતની બહેન પ્રિયંકાને રાહત નહીં:રિયા ચક્રવર્તીની FIR વિરુદ્ધ અરજી રદ કરવાની અપીલ કરી હતી, હાઈકોર્ટના નિર્ણયને પડાકાર્યો હતો

મુંબઈએક મહિનો પહેલા
રિયા ચક્રવર્તીનો આક્ષેપ છે કે પ્રિયંકા સિંહે નકલી મેડિકલ પ્રિસ્ક્રિપ્શન બનાવીને ભાઈ સુશાંતને દવા આપી હતી

સુપ્રીમ કોર્ટે પણ સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહની અરજી રદ કરી દીધી છે. પ્રિયંકાએ રિયાએ તેની વિરુદ્ધ કરેલી FIR રદ કરવાની માગ કરી હતી. ગયા મહિને બોમ્બે હાઈકોર્ટે સુશાંતની બહેન મીતુ સિંહ વિરુદ્ધ FIR રદ કરવાનો આદેશ કર્યો હતો. જ્યારે બીજી બહેન પ્રિયંકા વિરુદ્ધ કરેલી FIRને રદ કરવાનો ઈનકાર કર્યો હતો. પ્રિયંકાએ બોમ્બે હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો હતો. પ્રિયંકાની અરજી પર સુપ્રીમ કોર્ટના ત્રણ જજ CJI બોબડે, જસ્ટિસ બોપન્ના તથા જસ્ટિસ રામાસુબ્રમણિયમની બેંચે સુનાવણી કરી હતી.

બોમ્બે હાઈકોર્ટે પોતાના ચુકાદામાં શું કહ્યું હતું?
પ્રિયંકા સિંહે બોમ્બે હાઈકોર્ટમાં આપેલી અરજીમાં દાવો કર્યો હતો કે રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટ તથા મીડિયા પ્લેટફોર્મ પર આપેલા નિવેદનોથી અલગ વાર્તા ઘડી કાઢી છે. જોકે, બોમ્બે હાઈકોર્ટે અરજીને રદ કરતાં કહ્યું હતું કે પ્રથમ દૃષ્ટિથી આ કેસ પ્રિયંકા સિંહ વિરુદ્ધનો છે અને તેની તપાસમાં કોઈ અડચણ આવવી જોઈએ નહીં.

રિયા ચક્રવર્તીએ FIR કરી હતી
પ્રિયંકા તથા મીતુએ નવેમ્બર, 2020માં હાઈકોર્ટમાં અરજી કરી હતી કે તેમની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIR રદ કરવામાં આવે. રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં આ બંને વિરુદ્ધ અરજી કરી હતી. રિયાએ ધરપકડ પહેલાં રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડૉક્ટર તરુણ કુમાર તથા સુશાંતની બહેનો વિરુદ્ધ મુંબઈ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. આ ત્રણેય પર ખોટું મેડિકલ પ્રિસ્ક્રિપ્શન બનાવીને સુશાંતને દવા આપવાનો આક્ષેપ મૂક્યો હતો.

પ્રિયંકાના કહેવા પર ડૉક્ટરે ખોટું પ્રિસ્ક્રિપ્શન બનાવ્યું
રિયાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે ડૉક્ટર કુમારે પ્રિયંકાના કહેવા પર સુશાંતની તપાસ કર્યા વગર તેને ડિપ્રેશનની દવા આપી હતી. આ કાયદાનું ઉલ્લંઘન છે. રિયાએ ફરિયાદમાં એમ પણ કહ્યું હતું કે પ્રિસ્ક્રિપ્શન દિલ્હીની OPDનું છે, જ્યારે સુશાંત તે દિવસ મુંબઈમાં હતો. રિયાએ એમ પણ કહ્યું હતું કે ગેરકાયદેસર રીતે દવા આપવી તે કેસ NDPS એક્ટ હેઠળ આવે છે.

સુશાંત પોતાની ચાર બહેનો નીતુ સિંહ, શ્વેતા, પ્રિયંકા તથા મીતુ સાથે
સુશાંત પોતાની ચાર બહેનો નીતુ સિંહ, શ્વેતા, પ્રિયંકા તથા મીતુ સાથે

રિયાએ સુશાંતની બહેનો પર ગંભીર આક્ષેપ મૂક્યો હતો
રિયાએ પોતાની FIRમાં કહ્યું હતું કે 8 જૂનની સવારે જ્યારે તે સુશાંતના ઘરમાં હતી ત્યારે સુશાંત કોઈની સાથે ફોનમાં ચેટ કરતો હતો. જ્યારે તેણે સુશાંતને આ અંગે પૂછ્યું તો તેણે પોતાની બહેન સાથે થયેલી વાતચીત બતાવી હતી, જેમાં તેની બહેન પ્રિયંકા દિલ્હીમાં બેસીને સુશાંતને સાઈકોટ્રોપિક ડ્રગ લેવાની સલાહ આપતી હતી. તે પણ એવા ડૉક્ટરની દવા લેવાનું કહેતી હતી, જેણે સુશાંતને દર્દી તરીકે તપાસ્યો જ નથી.

સુશાંતની બહેનોએ બચાવમાં આ દલીલ કરી
માધવ થોરાટના માધ્યમથી દાખલ કરવામાં આવેલી અરજીમાં પ્રિયંકા સિંહે દાવો કર્યો હતો કે ફરિયાદ પૂરી રીતે ડૉક્ટર્સે લખેલી દવાઓ પર આધારિત છે, તેથી તેને કોઈ ગુનો કર્યો નથી. સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં લઈને રિયાની અરજીને રદ કરવી જોઈએ.

ગયા વર્ષે સુશાંતનું મોત થયું
ગયા વર્ષે 14 જૂન, 2020ના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં સુશાંત પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મુંબઈ પોલીસે પોતાની તપાસમાં કહ્યું હતું કે સુશાંત ડિપ્રેશનનો ભોગ બન્યો હતો અને તેથી જ તેણે આત્મહત્યા કરી હતી. જોકે, ઘણાં મહિનાઓ સુધી સુશાંતના મોત અંગે વિવાદ ચાલ્યો હતો. સુશાંતના મોતના 15 દિવસ બાદ તેના પિતા કૃષ્ણ કુમાર સિંહે સુશાંતની પ્રેમિકા રિયા ચક્રવર્તી પર ગંભીર આક્ષેપ કર્યાં હતાં. તેમણે પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે રિયાએ 15 કરોડની હેરાફરી કરી હતી. બિહાર સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટે સુશાંતના મોતની તપાસ CBIને આપી હતી. જોકે, હજી સુધી CBIએ આ કેસની તપાસમાં સામે શું આવ્યું તે અંગે કોઈ રિપોર્ટ આપ્યો નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો