તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેક ટુ 90's:રવીના ટંડને ગોવિંદા સાથેની તસવીર શૅર કરી, પ્રોજેક્ટમાં સાથે જોવા મળશે 90'sની સુપરહિટ જોડી

મુંબઈએક મહિનો પહેલા
  • રવીના-ગોવિંદાએ ઘણી હિટ ફિલ્મમાં સાથે કામ કર્યું છે

રવીના ટંડનની એક પોસ્ટે ખળભળાટ મચાવી દીધો છે. રવિવાર, 4 જુલાઈના રોજ તેણે 90ના દાયકાના સુપરસ્ટાર ગોવિંદા સાથેના એક પ્રોજેક્ટ અંગે સો.મીડિયામાં જાહેરાત કરી હતી. બંનેએ ઘણી સુપરહિટ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. હવે ઘણાં વર્ષો બાદ બંને સાથે કામ કરશે. રવીના તથા ગોવિંદા છેલ્લે 2006માં ફિલ્મ 'સેન્ડવિચ'માં સાથે જોવા મળ્યા હતા.

તસવીર શૅર કરીને આ વાત કહી
રવીનાએ ગોવિંદા સાથેની એક સેલ્ફી શૅર કરીને કહ્યું હતું, 'ધ ગ્રાન્ડ રીયુનિયન. ફરીથી એક સાથે સ્ક્રીન પર હિટ કરવા માટે. શું? ક્યાં? ક્યારે? ટૂંક સમયમાં જ આવી રહ્યાં છીએ. કિસી ડિસ્કો મેં જાયે... ફોટો ઉપરાંત રવીનાએ એક બૂમરેંગ પણ શૅર કર્યો છે.

બંનેની ફિલ્મ હિટ જતી
ગોવિંદા તથા રવીનાએ 'દુલ્હે રાજા', 'આંટી નંબર 1', 'બડે મિયાં છોટે મિયાં', 'પરદેસી બાબુ' જેવી ફિલ્મમાં કામ કર્યું છે. તેમના ફેવરિટ સોંગ્સ 'કિસી ડિસ્કો મેં જાયે' તથા 'અંખિયો સે ગોલી મારે' આજે પણ એટલા જ લોકપ્રિય છે. કોમેડી ફિલ્મમાં તેમની કેમિસ્ટ્રી દર્શકોને ઘણી જ ગમતી હતી.

સ્ટાર્સના અપકમિંગ પ્રોજેક્ટ્સ
રવીના 'KGG ચેપ્ટર 2'માં જોવા મળશે. આ ફિલ્મમાં સંજય દત્ત પણ છે. ગોવિંદા છેલ્લે 'રંગીલા રાજા'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ 2019માં રિલીઝ થઈ હતી. હાલમાં જ ગોવિંદા પત્ની સુનીતા સાથે ઇન્ડિયન પ્રો મ્યૂઝિક લીગમાં ગેસ્ટ તરીકે જોવા મળ્યો હતો.