સેલેબ લાઈફ:પ્રિયંકા ચોપરા ઓસ્કર નોમિનેશનમાં છવાઈ, બ્લૂ ડ્રેસમાં આકર્ષણ જમાવ્યું

લંડન7 મહિનો પહેલા
  • પ્રિયંકા ચોપરાએ પતિ નિક સાથે 93મા ઓસ્કર નોમિનેશનની જાહેરાત વર્ચ્યુઅલી લંડનથી કરી હતી

93મા ઓસ્કર અવોર્ડના નોમિનેશનની જાહેરાત 15 માર્ચ, સોમવારના રોજ કરવામાં આવી હતી. પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનસ સાથે નોમિનેશનની જાહેરાત કરી હતી. પ્રિયંકાએ સો.મીડિયામાં નોમિનેશનની તસવીરો પણ શૅર કરી છે. પ્રિયંકા હાલમાં પોતાના આઉટફિટ તથા ઘડિયાળને કારણે ચર્ચામાં છે. નિક જોનસ ગોલ્ડન શૂટ તથા વ્હાઈટ શર્ટમાં જોવા મળ્યો હતો.

બ્લૂ ડ્રેસની કિંમત 1.7 લાખ રૂપિયા

વેબસાઈટ પર આ ડ્રેસની કિંમત અમેરિકન ડોલરમાં આપી છે
વેબસાઈટ પર આ ડ્રેસની કિંમત અમેરિકન ડોલરમાં આપી છે

પ્રિયંકા ચોપરાએ લંડનથી વર્ચ્યુઅલી ઓસ્કર નોમિનેશનની જાહેરાત કરી હતી. આ સમયે પ્રિયંકાએ ડાર્ક બ્લૂ ગ્રેટા હોલ્ટર નેક A લાઈન મિડી ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસની કિંમત 2445 અમેરિકન ડોલર છે. ભારતીય ચલણ પ્રમાણે આ ડ્રેસની કિંમત અંદાજે 1.7 લાખ રૂપિયા થવા જાય છે.

ઘડિયાળની કિંમત 32.47 લાખ રૂ.

પ્રિયંકાએ બલ્વ્ગરી દિવાઝ ડ્રીમ વૉચ પહેરી હતી. આ ઘડિયાળની કિંમત 32.47 લાખ રૂપિયા છે. આ ઘડિયાળ 18 કેરેટ રોઝ ગોલ્ડમાંથી બનેલી છે. આ ઘડિયાળની અંદર ડાયમંડ લગાવવામાં આવ્યા છે. આટલું જ નહીં ઘડિયાળની અંદર મોરનું પેઈન્ટિંગ બનાવવામાં આવ્યું છે. આ ઘડિયાળનો પટ્ટો પ્રિયંકાના બ્લૂ ડ્રેસ સાથે મેચ કરતો હતો અને તે બ્લૂ રંગનો જ હતો.

ફુટવેર 54 હજારના

પ્રિયંકાએ મેન્શન ક્રિસ્ટિન લૌબુટિનના પિંક શૅડના કેટ પમ્પ પહેર્યાં હતાં. આ ફુટવેરની કિંમત 745 અમેરિકન ડોલર છે. ભારતીય રૂપિયામાં આની કિંમત 54 હજાર રૂપિયા થાય છે.

ઓસ્કર નોમિનેશનમાં પ્રિયંકાનો જલવો

નોમિનેશન પહેલાં પ્રિયંકાએ નિક સાથે આ રીતે ફોટો ક્લિક કરાવ્યો હતો
નોમિનેશન પહેલાં પ્રિયંકાએ નિક સાથે આ રીતે ફોટો ક્લિક કરાવ્યો હતો
ઓસ્કર ટ્રોફી સાથે નિક તથા પ્રિયંકા
ઓસ્કર ટ્રોફી સાથે નિક તથા પ્રિયંકા
નોમિનેશન દરમિયાન પ્રિયંકા તથા નિક
નોમિનેશન દરમિયાન પ્રિયંકા તથા નિક
પ્રિયંકા તથા નિક નોમિનેશન પહેલા
પ્રિયંકા તથા નિક નોમિનેશન પહેલા

પ્રિયંકાની ફિલ્મ પણ ઓસ્કરની રેસમાં
પ્રિયંકા ચોપરાની ફિલ્મ 'ધ વ્હાઈટ ટાઈગર' બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીનપ્લે કેટેગરીમાં નોમિનેટ થઈ છે. ઉલ્લેખનીય છે કે 25 એપ્રિલના રોજ લોસ એન્જલસમાં ઓસ્કર સેરેમની યોજાશે.

2016માં ઓસ્કર સેરેમનીમાં પ્રિયંકાએ કરોડોની જ્વેલરી પહેરી હતી
પ્રિયંકા ચોપરા 2016માં પહેલી જ વાર ઓસ્કર સેરેમનીમાં જોવા મળી હતી. આ સમયે તેણે ઝુહૈર મુરાદનું સ્ટ્રેપલેસ વ્હાઇટ ગાઉન પહેર્યું હતું. આ ગાઉન સાથે પ્રિયંકાએ 54 કરોડની જ્વેલરી પહેરી હતી. પ્રિયંકાએ 50 કેરેટની ડાયમંડ ઇયરરિંગ પહેરી હતી. આની કિંમત 22 કરોડ રૂપિયા હતા. હાથમાં બે ડાયમંડ રિંગ પહેરી હતી. એક રિંગ 50 કેરેટ ડાયમંડની હતી, જેની કિંમત 23.2 કરોડ રૂપિયા હતા. બીજી આંગળીમાં પ્રિયંકાએ 10 તથા 8 કેરેટની ડાયમંડ રિંગ પહેરી હતી, જેની કિંમત અનુક્રમે 6 તથા 2 કરોડ રૂપિયા હતા.

2016માં પ્રિયંકા ઓસ્કર રેડ કાર્પેટ પર છવાઈ ગઈ હતી
2016માં પ્રિયંકા ઓસ્કર રેડ કાર્પેટ પર છવાઈ ગઈ હતી

રેડ કાર્પેટ પર પ્રિયંકાએ નમસ્તે કહીને અભિવાદન કર્યું હતું. પ્રિયંકાએ લીવ સ્ક્રિબરની સાથે બેસ્ટ એડિટિંગનો અવોર્ડ પ્રેઝન્ટ કર્યો હતો. આ અવોર્ડ 'મેડ મેક્સ ફ્યૂરી'ને મળ્યો હતો.