પ્રતિક્રિયા:પ્રિયંકા-નિકની ઓસ્કર નોમિનેશનની જાહેરાત અંગે પત્રકારે સવાલ કર્યો, એક્ટ્રેસના જવાબથી અંતે પોસ્ટ ડિલીટ કરી

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રિયંકાએ પતિ નિક સાથે 15 માર્ચના રોજ ઓસ્કર નોમિનેશનની જાહેરાત કરી હતી - Divya Bhaskar
પ્રિયંકાએ પતિ નિક સાથે 15 માર્ચના રોજ ઓસ્કર નોમિનેશનની જાહેરાત કરી હતી
  • પ્રિયંકાએ પત્રકારને રસપ્રદ જવાબ આપ્યો

પ્રિયંકા ચોપરા ગ્લોબલ સ્ટાર છે. હાલમાં જ પ્રિયંકાએ પતિ નિક સાથે ઓસ્કર અવોર્ડ 2021ના નોમિનેશનની જાહેરાત કરી હતી. જોકે, આ વાત ઓસ્ટ્રેલિયન જર્નલિસ્ટ પીટર ફોર્ડને ગમી નહીં. તેણે સો.મીડિયામાં પ્રિયંકા-નિકને આડેહાથ લીધા હતા. જોકે, પ્રિયંકાએ સામે એવો જવાબ આપ્યો કે પીટરે પોતાની પોસ્ટ જ ડિલિટ ના કરી પરંતુ અકાઉન્ટ પણ પ્રાઇવેટ કરી દીધું હતું.

શું પોસ્ટ કરી?

પીટર ફોર્ડ ઓસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલેન્ડના જાણીતા એન્ટરટેઇનમેન્ટ જર્નલિસ્ટ છે. પીટરે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'પૂરા સન્માન સાથે પૂછવા માગું છું કે મને નથી લાગતું કે આ બંનેનું ફિલ્મમાં એટલું યોગદાન છે કે તેઓ ઓસ્કર નોમિનેશનની જાહેરાત કરે.'

પ્રિયંકાએ જવાબ આપ્યો

પીટરની આ પોસ્ટ પર પ્રિયંકાએ પોતાની ફિલ્મનું આખું લિસ્ટ શૅર કર્યું હતું અને કહ્યું હતું, 'કોઈ ક્વૉલીફાઇ કયા આધાર પર થાય છે. આ અંગે તમારા વિચારો જાણવા માગીશ. તમારી માહિતી માટે આ મારી 60થી વધુ ફિલ્મની યાદી છે.'

પીટરે બીજી પોસ્ટ શૅર કરી

પ્રિયંકાના જવાબથી પીટરને સંતોષ ના થયો અને તેણે સામે જવાબ આપ્યો હતો, 'ફિલ્મમાં તમારી કાબિલિયત બતાવીને મને તેની યાદ અપાવવાનો આ અંદાજ ઘણો સારો હતો. મને જેટલી ખબર હતી, તમે તેનાથી ક્યાંય વિરાટ છો. હું સ્વીકાર કરું છું. જોકે, મારો અભિપ્રાય બદલાશે નહીં. આ એક નવો અનુભવ રહ્યો જ્યારે 27, 000,000 ફોલોઅર્સ (પ્રિયંકાના ટ્વિટરના ફોલોઅર્સ)વાળા વ્યક્તિને નારાજ તથા ગુસ્સો કરનારા ચાહકો તમારી પાછળ પડી જાય છે.

સો.મીડિયા યુઝર્સ નારાજ થયા
પીટરની આ પોસ્ટ પર માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરના ચાહકોએ નારાજગી પ્રગટ કરી હતી. ત્યારબાદ પીટરે પોતાની આ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી અને અકાઉન્ટ પણ પ્રાઇવેટ કરી દીધું હતું.

પ્રિયંકાની ફિલ્મ ઓસ્કર રેસમાં
પ્રિયંકા ચોપરાની ફિલ્મ 'ધ વ્હાઇટ ટાઇગર' ઓસ્કર અવોર્ડમાં સામેલ છે. આ ફિલ્મને પ્રિયંકાએ કો-પ્રોડ્યૂસ કરી છે. પ્રિયંકાની આ ફિલ્મ બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીનપ્લે કેટેગરીમાં નોમિનેટ થઈ છે.