વાઇરલ વીડિયો:બોલિવૂડ એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટાનો પતિ જીન ગુડઇનફ સાથે દરિયામાં રોમાન્સ

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટા હાલમાં કેરેબિયન આઇલેન્ડ સેન્ટ લૂસિયામાં પતિ જીન ગુડઇનફ તથા બંને બાળકો સાથે છે. પ્રીટિ અહીંયાના બીચની તસવીરો ને વીડિયો શૅર કરતી હોય છે. હાલમાં જ પ્રીટિએ પતિ સાથેનો બીચ વીડિયો શૅર કર્યો હતો.

પતિ સાથે જોવા મળી પ્રીટિ યૉટમાં પતિ સાથે બેઠી હતી. તેણે સો.મીડિયામાં તસવીર શ2ર કરીને કહ્યું હતું, સેન્ટ લૂસિયામાં સુંદર ક્ષણ, શું શાનદાર જગ્યા છે?

સેન્ટ લૂસિયામાં શું કરે છે પ્રીટિ?
અહીંયા CPL (કેરેબિયન પ્રીમિયર લીગ) ચાલે છે, જેમાં કુલ છ ટીમ છે અને તેમાંથી એક ટીમની સહમાલિક પ્રીટિ ઝિન્ટા છે. CPLમાં બાર્બાડોસ રોયલ્સ, ગયાના એમેઝોન વૉરિયર્સ, જમૈકા તલ્લાવાહ, સેન્ટ કિટ્સ એન્ડ નેવીસ પેટ્રિઓટ્સ, સેન્ટ લુસિયા કિંગ્સ તથા ટ્રિનબેગો નાઇટ રાઇડર્સ જેવી ટીમ છે. પ્રીટિ, નેસ વાડિયા ટીમ સેન્ટ લુસિયા કિંગ્સના માલિક છે. પ્રીટિ તથા નેસ વાડિયા IPLની ટીમ પંજાબ કિંગ્સ તથા દક્ષિણ આફ્રિકા ટી20 ગ્લોબલ લીગ ક્રિકેટ ટીમ સ્ટેલનબોશ કિંગ્સના માલિક પણ છે.

2016માં લગ્ન કર્યા
પ્રીટિએ 2016માં જીન ગુડઇનફ સાથે અમેરિકામાં લગ્ન કર્યા હતા. આ લગ્ન પ્રાઇવેટ સેરેમની દરમિયાન થયા હતા. જીન ફાઈનાન્શિયલ એનાલિસ્ટ છે. પ્રીટિ પતિ કરતાં 10 વર્ષ મોટી છે.

2021માં પ્રીટિ માતા બની
પ્રીટિ તથા જીન 2021માં સરોગસીની મદદથી દીકરા જય તથા દીકરી જિયાના પેરેન્ટ્સ બન્યા હતા. પ્રીટિએ હજી સુધી બંને બાળકોનો ચહેરો બતાવ્યો નથી.

જાહેરાતથી કરિયરની શરૂઆત કરી
31 જાન્યુઆરી, 1975ના હિમાચલ પ્રદેશના શિમલામાં જન્મેલી પ્રીટિએ બોલિવૂડ ઉપરાંત તેલુગુ, પંજાબી અને અંગ્રેજી ફિલ્મ્સમાં કામ કર્યું છે. લિરિલ સાબુની એક એડમાં પ્રીટિ જોવા મળી હતી. ત્યાર બાદ પ્રીટિએ પોતાના ફિલ્મી કરિયરનો પ્રારંભ ‘દિલ સે’થી કર્યો હતો. એ પછી તેણે ‘સોલ્જર’, ‘ક્યા કહના’, ‘મિશન કાશ્મીર’, ‘હર દિલ જો પ્યાર કરેગા’, ‘યે રાસ્તે હૈ પ્યાર કે’, ‘કલ હો ના હો’, ‘કોઈ મિલ ગયા’, ‘ચોરી-ચોરી ચુપકે-ચુપકે’, ‘સલામ નમસ્તે’, ‘વીર-જારા’, ‘જાનેમન’, ‘ઈશ્ક ઈન પેરિસ’, ‘કભી અલવિદા ના કહના’ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે. પ્રીટિની છેલ્લી ફિલ્મ 2018માં આવેલી 'ભૈયાજી સુપરહિટ' હતી.

અન્ય સમાચારો પણ છે...