તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બંગાળ હિંસા:બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગીએ રડતાં રડતાં પૂછ્યું, 'મોદીજી, તમને શરમ નથી આવતી?' PM પર આક્રોશ વ્યક્ત કર્યો

મુંબઈ4 મહિનો પહેલા
  • પાયલ રોહતગીએ કંગનાના સમર્થનમાં વાત કરી
  • પાયલ રોહતગીનું ગયા વર્ષે ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું

તાજેતરમાં કંગના રનૌતનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. કંગનાએ બંગાળ ચૂંટણી અંગે વિવાદાસ્પદ પોસ્ટ શૅર કરી હતી. કંગનાનું અકાઉન્ટ સસ્પેન્ડ થતાં ઘણાં સેલેબ્સ ખુશ થયા છે તો ઘણાં દુઃખી થયા છે. બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગી ઘણી જ નારાજ છે. તેણે વડાપ્રધાન મોદી તથા ગૃહમંત્રી અમિત શાહને ખરું-ખોટું સંભળાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ટ્વિટરે પાયલનું પણ અકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું હતું.

સો.મીડિયામાં વીડિયો શૅર કર્યો
પાયલે સો.મીડિયાાં એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં પાયલે પ.બંગાળમાં થયેલી હિંસા પર નારાજગી વ્યક્ત કરી છે. તેણે કહ્યું હતું, 'બંગાળમાં થયેલી હિંસાને જોઈને હું મારી જાતને ઘણાં સમયથી અસહાય માની રહી છું. હું મારી જાતને સ્ટ્રોંગ રાખવાનો પ્રયાસ કરું છું. કારણ કે જો મેં મારી જાતને સ્ટ્રોંગ ના રાખી તો બહુ જ ખોટી બાબતો થશે. તમે લોકોએ મારી સ્ટ્રોંગ સાઈડ જોઈ છે, પરંતુ હવે હું મારી જાતને લાચાર સમજું છું.'

પાયલે કહ્યું, મોદીજી આ સારું નથી
વધુમાં પાયલે કહ્યું હતું, 'તમને જે સપોર્ટ કરે છે, તેની સાથે કેમ આમ થાય છે? લોકો તમારો ફોટો લગાવી લગાવીને ડૉક્ટર બની જાય છે. પેશન્ટ્સને ગેરમાર્ગે દોરે છે, કોઈ કંઈ જ બોલતું નથી. મોદીજી આ સારું નથી. તમને સપોર્ટ ના કરીએ અમે? તમને તો ત્યાંના લોકોએ પણ સપોર્ટ કર્યો હતો ને? બે-ત્રણ લોકોના વોટથી તો તમે સત્તામાં આવ્યા નથી. સરકાર શું કરી રહી છે. મોદીજી તમે તો આપણાં દેશના વડાપ્રધાન છો ને? અમિત શાહ તમે તો દેશના ગૃહમંત્રી છો ને? પછી તેની સાથે કેમ ખોટું થઈ રહ્યું છે, જે તમને સપોર્ટ કરે છે. તમે સત્તામાં નથી આવ્યા, મમતા બેનર્જીને સત્તા મળી છે, પરંતુ જે લોકોએ તમારું સમર્થન કર્યું, તે લોકોનો શું વાંક છે? તમને બહુ બધા લોકોએ વોટ આપ્યો છે. તમે લોકતંત્રથી સેન્ટરમાં આવ્યા છો ને? તે લોકો તમને પણ વોટ આપશે, પરંતુ ટાર્ગેટ અમને કરશે. અમને નફરત કરશે. તમને જે ઠીક લાગે તે તમે કરો.'

મોદીને સવાલ કર્યો
પાયલ આટલે જ અટકી નહોતી, તેણે વીડિયોમાં રડતાં રડતાં સવાલ કર્યો હતો, 'મોદીજી તમને શરમ નથી આવતી?'

કંગના અંગે પણ વાત કરી
પાયલે કહ્યું હતું, 'કંગનાનું અકાઉન્ટ કેમ હટાવવામાં આવ્યું. તેણે તો કંઈ ખોટું લખ્યું નહોતું. અમે સત્તામાં નથી, પરંતુ જે લોકો સત્તામાં છે, તે કેમ ચૂપ છે. મમતા બેનર્જી તમે ચૂંટણી જીતી ગયા. તમારી સામે હિંસાના આ સમાચારો તથા તસવીરો નથી આવતી. શું પ્રશાંત કિશોરે તમને આ અંગેની માહિતી નથી આપી. બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લદાવવું જોઈએ.

વીડિયોના અંતે આ વાત કહી
વીડિયોના અંતે પાયલે કહ્યું હતું, 'માણસાઈ ખાતર તમે કેમ તેને બચાવતા નથી. કોણ કરી રહ્યું છે. તમારા જ વર્કર્સ આવું કરી રહ્યાં છે. આ યોગ્ય નથી. ભગવાન જોઈ રહ્યાં છે. મોદીજી તથા અમિતજી આ તમામના મોત સામે કોઈ એક્શન નહીં લે તો તમે જ આ તમામના મોતના જવાબદાર કહેવાશો. બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરો.'

કેટલાંકે સપોર્ટ કર્યો તો કેટલાંકે મજાક ઉડાવી
સો.મીડિયામાં આ વીડિયો વાઈરલ થયો છે. કેટલાંક યુઝર્સે પાયલનો સપોર્ટ કર્યો છે. તો ઘણાં યુઝર્સે તેની મજાક ઉડાવી છે. એક યુઝરે કહ્યું હતું કે આ તો કંઈક નવું આવ્યું છે. આ મોદીજીને ઈમોશનલ બ્લેકમેલ કરવાની નવી રીત છે. તો પાયલ તને લાગે છે કે તું તારા પતિની જેમ જ મોદીને પણ ઈમોશનલી બ્લેકમેલ કરી શકીશ? અન્ય યુઝરે કહ્યું હતું કે અરે કેટલી ઓવર એક્ટિંગ છે.

અન્ય સમાચારો પણ છે...