તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવો દાવો:પાયલ ઘોષે કહ્યું- ઈરફાન પઠાણને અનુરાગ કશ્યપ અંગે જણાવ્યું હતું, બધું જાણવા છતાંય તે આજે ચૂપ છે

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ પાયલ ઘોષે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આક્ષેપ મૂક્યો છે. તે સોશિયલ મીડિયામાં સતત અનુરાગ વિરુદ્ધ ટ્વીટ કરતી રહે છે. હવે પાયલ ઘોષે એક નવો જ દાવો કર્યો છે. પાયલે હવે પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણના નામનો ઉલ્લેખ કર્યો છે. પાયલના મતે તેણે અનુરાગ સાથે થયેલા વિવાદની વાત ઈરફાન પઠાણને કરી હતી.

હવે ઈરફાનની એન્ટ્રી
પાયલે ટ્વીટ કરીને કહ્યું હતું, 'મેં ઈરફાન ખાનને એમ નહોતું કહ્યું કે અનુરાગ કશ્યપે મારી પર રેપ કર્યો હતો, પરંતુ તેની સાથે થયેલી વાતચીત અંગે બધું જણાવ્યું હતું. તેને બધી જ ખબર છે પરંતુ તે અત્યારે કંઈ જ બોલતો નથી. તે મારો સારો મિત્ર હોવાનો દાવો કરે છે.

અન્ય એક ટ્વીટમાં પાયલે કહ્યું હતું, ઈરફાન પઠાણને ટૅગ કરવાનો અર્થ એ નથી કે મને તેનામાં રસ છે, પરંતુ મેં તેની સાથે દરેક વાતો શૅર કરી હતી. રેપવાળી વાત શૅર કરી નથી. મને વિશ્વાસ છે કે મેં તેને જે પણ વાત કહી છે, તે બધાને કહેશે.'

2014ના કિસ્સાની વાત કરી
પાયલે વર્ષ 2014નો એક કિસ્સો યાદ કરીને કહ્યું હતું, '2014માં હોળીના એક દિવસ પહેલા અનુરાગ કશ્યપે મને એક મેસેજ કર્યો હતો. તે ઈચ્છતો હતો કે હું તેને મળવા આવું. તે સમયે ઈરફાન મારા ઘરમાં જ હતો અને તેની સામે જ મેસેજ આવ્યો હતો. જોકે, મેં ઈરફાનને એમ કહ્યું હતું કે હું વિનીત જૈનના ઘરે જાઉં છું, અનુરાગના નહીં. આશા છે કે તેને આ બધું યાદ હશે.

ઈરફાને મોલેસ્ટ કરી નથી
પાયલે એક ટ્વીટમાં ચોખવટ કરી હતી કે ઈરફાન પઠાણે ક્યારેય તેની સાથે ખોટો વ્યવહાર કર્યો નથી. જોકે, થોડાં સમય પહેલા એક ડિરેક્ટરે દાવો કર્યો હતો કે પાયલે ઈરફાન પર યૌન શોષણનો આક્ષેપ મૂક્યો હતો. અલબત્ત, હવે પાયલે તે ડિરેક્ટરની વાતોને બકવાસ ગણાવી હતી.

22 સપ્ટેમ્બરે દુષ્કર્મનો કેસ કર્યો હતો
પાયલે 22 સપ્ટેમ્બરના રોજ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ કર્યો હતો. એક્ટ્રેસનો આક્ષેપ હતો કે કશ્યપે 2013માં વર્સોવામાં યારી રોડના એક લોકેશનમાં તેની સાથે દુષ્કર્મ કર્યો હતો. અનુરાગ વિરુદ્ધ દુષ્કર્મ, ખોટો વ્યવહાર, ખોટા ઈરાદાને રોકવા તથા મહિલાનું અપમાન કરવાની કલમો હેઠળ કેસ કર્યો હતો. જોકે, પોલીસ પૂછપરછ દરમિયાન અનુરાગે આ તમામ આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો