સો.મીડિયા વાઇરલ:બ્રાલેટ ને થાઇ હાઇ સ્લિટ લહેંગામાં નોરા ફતેહીનો મનમોહક અંદાજ, રોયલ લુકમાં મળી જોવા

મુંબઈ20 દિવસ પહેલા
  • નોરા ફતેહી ફેશન ડિઝાઇનર અબુ જાની તથા સંદીપ ખોસલાના કોચર વીકમાં જોવા મળી

ડાન્સર તથા બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીએ હાલમાં જ ફેશન ડિઝાઇનર અબુ જાની તથા સંદીપ ખોસલા સાથે કોલોબ્રેશન કર્યું હતું અને પહેલી ફેશન ફિલ્મમાં કામ કર્યું હતું. અબુ જાની-સંદીપ ખોસલાએ ફેશન ફિલ્મ 'ઇનટુ ધ લાઇટ' બનાવી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન વીડિયો તથા તસવીરો વાઇરલ થઈ છે. આ તસવીરોમાં નોરા ફતેહીનો સેન્સેશનલ અંદાજ જોવા મળ્યો છે.

શું છે ફેશન ફિલ્મમાં?
અબુ જાની તથા સંદીપ ખોસલાની ફેશન ફિલ્મમાં કોચર વીકને સેલિબ્રેટ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં નોરા ફતેહી આઇવરી રંગની બ્રાલેટ તથા ડીપ નેકલાઇનમાં જોવા મળે છે. બ્રાલેટમાં ચિકનકારી, ગોટા પટ્ટી તથા મિરર વર્ક કરવામાં આવ્યું હતું.

નોરાએ આઇવરી રંગનો થાઇ હાઇ સ્લિટ એથનિક લહેંગા તથા એ જ રંગનો દુપટ્ટો નાખ્યો હતો. લહેંગા તથા દુપટ્ટામાં મિરર વર્ક કરવામાં આવ્યું હતું. નોરાએ ચોકર સેટ તથા હેડ પીસથી લુક કમ્પ્લિટ કર્યો હતો. આ આઉટફિટમાં નોરાનો રોયલ અંદાજ જોવા મળ્યો હતો. સો.મીડિયામાં આ તસવીરો તથા વીડિયો વાઇરલ થયા છે.

'સ્ટ્રીટ ડાન્સર 3D'માં નોરા દેખાઈ હતી
ફિલ્મ 'સત્યમેવ જયતે'માં 'દિલબર દિલબર', 'સ્ત્રી'માં 'કમરિયા' અને 'બાટલા હાઉસ'માં 'ઓ સાકી સાકી' જેવા સોંગથી નોરા છવાઈ ગઈ હતી. નોરાએ પોતાના ફિગરથી લઈ ડ્રેસિંગ સેન્સ પર ઘણું જ કામ કર્યું છે. એક સમયે સાવ દુબળી-પતલી દેખાતી નોરાએ હવે પોતાની બૉડીને ટોન્ડ બનાવી છે. તેને ભારતની 'કિમ કર્દાશિયન' કહેવામાં આવે છે. તેણે હાર્ડકોર વર્કઆઉટથી પોતાની કર્વી બૉડી બનાવી છે.

નોરા 2018માં શો 'ટોપ મોડલ ઇન્ડિયા'માં મેન્ટર બની હતી, 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર', 'ડાન્સ દીવાને સિઝન 3'માં ગેસ્ટ જજ તરીકે પણ રહી ચૂકી છે. નોરા છેલ્લે 'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'માં જોવા મળી હતી.

નોરા ફતેહીનો બોલ્ડ અંદાજ તસવીરોમાં.....