'જલપરી' બનવું ભારે પડ્યું:નોરા ફતેહીએ એટલાં ટાઇટ કપડાં પહેર્યા કે સેટ પર સ્ટ્રેચરમાં સૂવાડીને લાવવી પડી

મુંબઈએક મહિનો પહેલા
  • નોરા ફતેહી સોંગ 'ડાન્સ મેરી રાની'માં જલપરી બની છે

બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી પોતાના ડાન્સ મૂવ્સને કારણે ચાહકોમાં હોટ ફેવરિટ છે. હાલમાં નોરા ફતેહી પોતાના લેટેસ્ટ સોંગ 'નાચ મેરી રાની'ને કારણે ચર્ચામાં છે. આ સોંગ હિટ થયા બાદ નોરા હવે ગુરુ રંધાવા સાથે 'ડાન્સ મેરી રાની'માં જોવા મળશે. આ ગીતમાં નોરા ફતેહી જલપરી બની છે. જલપરી બનેલી નોરાની તસવીરો સો.મીડિયામાં ઘણી જ વાઇરલ થઈ છે. જોકે, નોરા માટે જલપરી બનવું ઘણુ જ મુશ્કેલ હતું. સિંગર ગુરુ રંધાવાએ હાલમાં જ આ ગીતના શૂટિંગનો વીડિયો શૅર કર્યો હતો. નોરા ફતેહી સ્ટ્રેચરમાં સૂતાં સૂતા સેટ પર આવી હતી.

ટાઇટ કપડાંને કારણે નોરા ચાલી શકે તેમ નહોતી
'ડાન્સ મેરી રાની'માં નોરા ફતેહીએ જલપરી દેખાવવા માટે એ જ રીતના કપડાં પહેર્યાં હોય છે. આ ડ્રેસ એટલો ટાઇટ હોય છે કે નોરા સહેજ પણ હલનચલન કરી શકતી નથી. આથી જ ટીમ તેને સેટ સુધી સ્ટ્રેચરમાં લઈને આવી હતી.

'જલપરી'ના આઉટ બનવામાં 3 મહિનાનો સમય થયો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નોરા ફતેહીએ જલપરીના જે કપડાં પહેર્યા છે, તેને બનાવવામાં ત્રણ મહિના જેટલો સમય થયો હતો. આ કપડાંનું વજન અંદાજે 15 કિલો છે. આટલાં વજનદાર તથા ટાઇટ કપડાંને કારણે નોરા સહેજ પણ ચાલી શકતી નહોતી. સેટ પર તેને સ્ટ્રેચરની મદદથી એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતી હતી.

ગોવાના બીચ પર બંને જોવા મળ્યા હતા
ઉલ્લેખનીય છે કે આ પહેલાં નોરા તથા ગુરુ રંધાવાની ગોવા બીચ પરની તસવીર વાઇરલ થઈ હતી. બંનેની આ તસવીરો જોયા બાદ એવી વાત પણ વહેતી થઈ હતી કે બંને વચ્ચે અફેર ચાલી રહ્યું છે. નોરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો નોરા 'સત્યમેવ જયતે 2'માં ડાન્સ આઇટમ 'કુસુ કુસુ'માં જોવા મળી હતી.

કેનેડાથી ભારત આવી ત્યારે માત્ર 5000 રૂપિયા હતા
નોરાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે તે કેનેડાથી ઇન્ડિયા આવી હતી, ત્યારે તેની પાસે માત્ર 5000 રૂપિયા હતા. વધુમાં તેણે કહ્યું હતું, 'હું માત્ર 5000 રૂપિયા લઈને ઇન્ડિયા આવી હતી. જોકે, હું જે એજન્સીમાં કામ કરતી હતી, ત્યારથી દર અઠવાડિયે મને 3000 રૂપિયા મળતા હતા. આ રકમમાં ડેલી રૂટિન મેનેજ કરવું ઘણું મુશ્કેલ હતું પણ મેં બધું સ્માર્ટલી મેનેજ કર્યું, જેથી અઠવાડિયાના અંતમાં પૈસા પૂરા ન થઇ જાય.'

2014માં બોલિવૂડ ડેબ્યૂ
2014માં રિલીઝ થયેલી ફિલ્મ 'રોર: ટાઇગર્સ ઓફ ધ સુંદરબન્સ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે હિન્દી અને સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં સ્પેશિયલ અપિઅરન્સ આપ્યાં હતાં, જેમાં 'બાહુબલી: ધ બિગિનિંગ' પણ સામેલ છે.

'બિગ બોસ'થી ઓળખ મળી
ફિલ્મના આઈટમ નંબર 'મનોહારી'માં તે દેખાઈ હતી. જોકે, નોરાને સાચી ઓળખ તો રિયાલિટી શો 'બિગ બોસ 9'માં કન્ટેસ્ટન્ટ તરીકે સામેલ થયા બાદ મળી હતી. નોરા હવે બોલિવૂડની ટોપ ડાન્સર બની ગઈ છે.

'સ્ટ્રીટ ડાન્સર 3D'માં નોરા દેખાઈ હતી
ફિલ્મ 'સત્યમેવ જયતે'માં 'દિલબર દિલબર', 'સ્ત્રી'માં 'કમરિયા' અને 'બાટલા હાઉસ'માં 'ઓ સાકી સાકી' જેવા સોંગથી નોરા છવાઈ ગઈ હતી. નોરાએ પોતાના ફિગરથી લઈ ડ્રેસિંગ સેન્સ પર ઘણું જ કામ કર્યું છે. એક સમયે સાવ દુબળી-પતલી દેખાતી નોરાએ હવે પોતાની બૉડીને ટોન્ડ બનાવી છે. તેને ભારતની 'કિમ કર્દાશિયન' કહેવામાં આવે છે. તેણે હાર્ડકોર વર્કઆઉટથી પોતાની કર્વી બૉડી બનાવી છે. નોરા 2018માં શો 'ટોપ મોડલ ઇન્ડિયા'માં મેન્ટર બની હતી, 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર', 'ડાન્સ દીવાને સિઝન 3'માં ગેસ્ટ જજ તરીકે પણ રહી ચૂકી છે. નોરા છેલ્લે 'ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'માં જોવા મળી હતી.