તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્ટ્રેસનો ઘટસ્ફોટ:નીના ગુપ્તાએ કહ્યું, દીકરીના ઉછેર માટે કચરાપોતા-વાસણ ઘસવાનું કામ કરત, પણ કોઈની સામે પૈસા ના માંગત

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નીના ગુપ્તાએ કહ્યું હતું કે તેમને દીકરી મસાબાનો ઉછેર પોતાના દમ પર કર્યો છે. તેમણે હંમેશાં એ વાત સુનિશ્ચિત કરી હતી કે તે મસાબાના ઉછેર માટે ક્યારેય કોઈ પાસે હાથ લાંબો કરશે નહીં. નીના ગુપ્તાએ કહ્યું હતું, 'મને પૂરો વિશ્વાસ હતો કે હું કંઈને કંઈ કામ કરી લઈશ અને કોઈ મદદ માગીશ નહીં. મને કોઈ પણ કામ કરવામાં શરમ આવતી નથી. હું મારી માતા પાસેથી આ શીખી છું. મને વાસણ ઘસવામાં, કચરા પોતા કરવામાં કોઈ જ વાંધો નહોતો. આથી જ મારામાં તે આત્મવિશ્વાસ હતો.'

પ્રેમમાં ખબર નથી હોતી કે આગળ શું થશે
નીના ગુપ્તા તથા વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સની દીકરી મસાબા છે. 80ના દાયકામાં નીના તથા વિવિયનના સંબંધો ચર્ચામાં રહ્યાં હતાં. તેમણે લગ્ન કર્યા નહોતા અને નીનાએ લગ્ન વગર જ દીકરીને જન્મ આપ્યો હતો. નીનાએ કહ્યું હતું, તે ઉંમરમાં જ્યારે તમે પ્રેમમાં હો છો તો તમે એ વિચારતા નથી કે આગળ શું થશે. તેણે તેના ભાઈ કે પિતા કે પછી મિત્ર પાસેથી એક રૂપિયો માગ્યો નથી. તેણે ફાઇનાન્શિયલ કે ઇમોશનલ સપોર્ટ પણ માગ્યો નથી. આ જ કારણે તે જીવનમાં એક સમસ્યાથી બીજી સમસ્યા પર સરળતાથી આગળ વધી શકી.'

ડિલિવરીના પૈસા નહોતા
નીના ગુપ્તાએ ઓટોબાયોગ્રાફી 'સચ કહૂં તો'માં કહ્યું હતું કે જ્યારે તે પ્રેગ્નન્ટ હતાં ત્યારે આર્થિક કટોકટીનો સામનો કરવો પડ્યો હતો. તે ડિલિવરી નોર્મલ જ થાય તેમ ઈચ્છતાં હતાં, કારણ કે નોર્મલ ડિલિવરી 2 હજાર રૂપિયામાં થતી હતી. અકાઉન્ટમાં માત્ર 2 હજાર રૂપિયા જ હતા. જો ડિલિવરી ઓપરેશનથી કરાવવાની થઈ તો ઘણી જ મુશ્કેલી આવી શકે તેમ હતી, કારણ કે તેમાં દસ હજાર રૂપિયા સુધીનો ખર્ચો થઈ શકે તેમ હતો. જોકે, ડિલિવરીના થોડાં દિવસ પહેલાં જ ટેક્સ રિમ્બર્સમેન્ટના 9 હજાર રૂપિયા જમા થયા હતા.

જો તક મળી હોત તો લગ્ન વગર માતા ના બની હોત
જ્યારે વિવિયન રિચર્ડ્સ, નીના માટે પોતાનો પરિવાર છોડવા તૈયાર ના થયા તો પ્રેગ્નન્ટ નીનાએ લગ્ન વગર જ બાળકને જન્મ આપવાનો નિર્ણય લીધો હતો. નીનાએ કહ્યું હતું કે જો તેમને તેમની ભૂલ સુધારવાની તક મળે તો તે લગ્ન વગર માતા ના બનત. બાળકને માતા તથા પિતા બંનેની જરૂર હોય છે. તે મસાબા પ્રત્યે ઈમાનદાર હતા. આ જ કારણે તેમના સંબંધો પર અસર પડી નહીં. જોકે, તેમને ખ્યાલ છે કે દીકરીએ ઘણું જ સહન કર્યું છે.

નીના પિતાનો સાથ મળ્યો
નીના ગુપ્તાએ કહ્યું હતું કે દીકરીના ઉછેરમાં તેમના પિતાનું ઘણું જ યોગદાન રહ્યું છે. તે મદદ કરવા માટે મુંબઈ શિફ્ટ થઈ ગયા હતા અને મુશ્કેલ સમયમાં મદદ કરી હતી.