તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલિવૂડ અભિનેત્રી ડ્રગ્સ લેતાં ઝડપાઈ:ફાઇવ સ્ટાર હોટલમાં એક્ટ્રેસે ચરસ સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો, પોલીસે રંગમાં ભંગ પાડ્યો

મુંબઈ3 મહિનો પહેલા
  • એક્ટ્રેસ ફાઇવ સ્ટાર હોટલની રૂમની અંદર મિત્રો સાથે બર્થડે પાર્ટી કરતી હતી

મુંબઈના સબર્બન જુહુમાં આવેલી એક ફાઈવ સ્ટાર હોટલમાં મુંબઈ પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસે તેલુગુ એક્ટ્રેસ નાયરા નેહલ શાહ તથા તેના મિત્ર આશિક સાજિદ હુસૈનની ધરપકડ કરી હતી. આ લોકો પરમિશન વગર હોટલના રૂમમાં બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરતા હતા અને તેમણે ડ્રગ્સ લીધું હતું. નાયરાએ તેલુગુ ફિલ્મ 'મિરુગા', 'બુર્રા કથા' તથા 'ઈ ઈ'માં કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે નાયરા બોલિવૂડ ફિલ્મ 'હંગામા 2'માં જોવા મળશે.

સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનને માહિતી મળી હતી
સૂત્રોના મતે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનને મળેલી માહિતી અનુસાર, રવિવાર (13 જૂન)ના રોજ એક્ટ્રેસ નાયરા શાહનો જન્મદિવસ હતો. તે પોતાના બે મિત્રો સાથે હોટલના રૂમમાં પાર્ટી કરતી હતી. પોલીસને માહિતી મળી હતી કે એક બોલિવૂડ એક્ટ્રેસ મિત્રો સાથે હોટલના રૂમમાં પાર્ટી કરે છે. ત્યાર બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. અહીંથી પોલીસે રોલ કરેલી ચરસની સિગારેટ સાથે એક્ટ્રેસની ધરપકડ કરી હતી.

બર્થડે પાર્ટીની તસવીરો

મેડિકલમાં ડ્રગ્સની પુષ્ટિ થઈ તો મુશ્કેલીમાં મુકાશે
રવિવારે રાત્રે થયેલી રેડ બાદ બીજા દિવસે એટલે કે 14 જૂનના રોજ એક્ટ્રેસની મેડિકલ તપાસ કરાઈ હતી. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જો એક્ટ્રેસની બૉડીમાંથી નક્કી કરેલી માત્રા કરતાં વધુ ડ્રગ્સ મળે છે તો તેની મુશ્કેલી વધી શકે છે. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે જ્યારે દરોડા પડ્યા ત્યારે ત્રણેય નશામાં ધૂત હતા.

કોર્ટમાંથી જામીન મળ્યા
સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે બંનેની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ સ્થાનિક બાંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીંથી કોર્ટે તેમને જામીન પર છોડી મૂક્યા હતા. તેમની સાથે હાજર એક વ્યક્તિ ગોવાનો હતો અને તે દરોડા દરમિયાન ફરાર થઈ ગઈ હતી. પોલીસ હાલમાં તેને શોધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...