બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયે તાજેતરમાં સો.મીડિયામાં ગ્રીન રંગની સાડીમાં તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં મૌની રોયનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે. મૌનીએ બ્લાઉઝ વગર સાડી પહેરી છે અને ચાહકો તેના અંદાજ પર ફિદા થઈ ગયા છે.
વેડિંગ મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું
મૌની રોયે બનારસી ગ્રીન સાડી પહેરીને વેડિંગ મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. મૌની રોયે હેવી મેકઅપ કર્યો હતો. તેણે બ્રાઉન રંગની લિપસ્ટિક, ઇયરરિંગ્સથી લુક કમ્પ્લિટ કર્યો હતો. મૌની રોયની આ તસવીરો પર મોટાભાગના ચાહકોએ કહ્યું હતું કે તે ઘણી જ હોટ લાગે છે.
મૌની રોયની ગ્લેમરસ તસવીરો...
2018માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું
35 વર્ષીય મૌની રોયે અક્ષય કુમારની ફિલ્મ 'ગોલ્ડ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ મૌની રોય 'રોમિયો અકબર વોલ્ટર', 'મેડ ઇન ચાઇના'માં જોવા મળી હતી. હવે તે 'બ્રહ્માસ્ત્ર'માં આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, રણબીર કપૂર સાથે જોવા મળશે.
એક ઇન્ટરવ્યૂમાં મૌની રોયને પૂછવામાં આવ્યું હતું કે તે પોતાની કરિયર માટે ટીવીને ક્રેડિટ આપશે? જેના જવાબમાં તેણે કહ્યું હતું કે તેને ગર્વ છે કે તે એક ટીવી એક્ટર છે. આજે તે જે પણ છે, તે માત્રને માત્ર ટીવીને કારણે છે. તે હંમેશાં એકતા કપૂરની આભારી રહેશે. બાલાજી ટેલિફિલ્મ્સ તથા એકતાને કારણે તે અહીંયા છે. તેણે નવ વર્ષ સુધી ટીવીમાં કામ કર્યું હતું અને પછી તેને ફિલ્મમાં કામ મળ્યું હતું. મૌની રોય છેલ્લે ડિજિટલ ફિલ્મ 'લંડન કોન્ફિડેન્શિયલ'માં પૂરબ કોહલી સાથે જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.