તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ લવ લાઈફ:ડૉક્ટર શ્રીરામ નેનેની સાદગી પર માધુરી દીક્ષિત ફિદા થઈ હતી, લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહ્યાં બાદ લગ્ન કર્યાં હતાં

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માધુરી દીક્ષિતના પતિ શ્રીરામ નેનેનો 11 ફેબ્રુઆરીના રોજ જન્મદિવસ છે. જન્મદિવસ પહેલાં માધુરીએ પતિ માટે એક પ્રી બર્થડે બેશ યોજી હતી. માધુરીએ પ્રી બર્થડે બેશની તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી. માધુરીના પતિ ડૉક્ટર (કાર્ડિયોવસ્કુલર સર્જન) છે અને પહેલી મુલાકાત 1999માં થઈ હતી. એક ઈન્ટરવ્યૂમાં માધુરીએ પોતાની લવસ્ટોરી કહી હતી.

શ્રીરામની સાદગી ગમી ગઈ હતી
માધુરીએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'શ્રીરામની જે ખૂબી પર હું ફિદા થઈ હતી તે એ હતી કે તેમને એક્ટ્રેસ માધુરી નહીં પરંતુ માત્ર માધુરીને પ્રેમ કર્યો હતો. તેમને ખ્યાલ જ નહોતો કે હું ભારતમાં કેટલી લોકપ્રિય છું. પહેલી મુલાકાતમાં તેમણે મને એકદમ સામાન્ય યુવતીની જેમ ટ્રીટ કરી હતી. તેમણે જે જુનૂન સાથે પોતાના પ્રોફેશન તથા દર્દીઓ અંગે વાત કરી હતી, તે દિલને સ્પર્શી ગઈ હતી.'

લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહ્યાં
માધુરીએ કહ્યું હતું કે પહેલી મુલાકાત પછી તેમણે એકબીજાને થોડો સમય ડેટ કર્યા હતા. શ્રીરામ અમેરિકામાં તો તે ભારતમાં હતી. તેઓ લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનમાં હોવા છતાં તેઓ એકબીજાને સારી રીતે સમજી શક્યા હતા. તેમની પસંદ અલગ હતી. તેઓ પહેલી ડેટ પર માઉન્ટેન બાઈકિંગ પર ગયા હતા. આ તેના માટે એકદમ અલગ અનુભવ રહ્યો હતો. ત્યારબાદ 1999માં તેમણે લગ્ન કર્યાં હતાં. હવે બંને દીકરા એરિન તથા રયાનના પેરેન્ટ્સ છે.

ડ્રેસિંગ પર મીઠો ઝઘડો
માધુરીએ કહ્યું હતું કે તેમના અભિપ્રાય ક્યારેય સરખા હોતા નથી, પરંતુ ગોલ હંમેશાં સરખો હોય છે. ડ્રેસિંગ અંગે તેમની વચ્ચે મીઠો ઝઘડો થતો હોય છે. ક્યારેક બાળકો અંગે પણ બોલાચાલી થતી હોય છે. હાલમાં તેઓ તેના કરિયર માટે ભારત શિફ્ટ થયા છે. તેમણે તેના સપનાઓને પૂરા કર્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો