તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બર્થ એનિવર્સરી:મધુબાલા આખું જીવન સાચા પ્રેમ માટે તરસી, દિલીપ કુમાર જ નહીં કિશોર કુમારે પણ અંતિમ દિવસોમાં સાથ છોડ્યો હતો

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મધુબાલાની સુંદરતાના ચાહકો આજે પણ છે. ફિલ્મ 'મુઘલ-એ-આઝમ'માં અનારકલીનો રોલ ભજવીને મધુબાલા ચાહકોમાં લોકપ્રિય થઈ હતી. મધુબાલાનો જન્મ 14 ફેબ્રુઆરી, 1933માં દિલ્હીના મુસ્લિમ પરિવારમાં થયો હતો. 1942માં મધુબાલાએ 'બસંત' ફિલ્મથી બાળ કલાકાર તરીકે બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. તે સમયે તેની ઉંમર માત્ર 9 વર્ષની હતી. 1947માં 'નીલકમલ' ફિલ્મથી લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ કેદાર શર્માએ બનાવી હતી. આ જ વર્ષે 'દિલ કી રાની' તથા 1948માં 'અમર પ્રેમ' ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મ રાજ કપૂરની હતી.

મધુબાલાનું નાનપણનું નામ મુમતાઝ બેગમ જહાં દેહલવી હતું. તે પોતાના પેરેન્ટ્સનું પાંચમુ સંતાન હતી. તેને કુલ 10 ભાઈ-બહેન હતા. પાંચ બહેનોમાં તે સૌથી વધુ કમાતી હતી. તેણે નાની ઉંમરથી ફિલ્મમાં કામ કરવાની શરૂઆત કરી હતી. આ જ કારણે તે સ્કૂલે જઈ શકી નહોતી. તેને ઉર્દૂ આવડતું હતું, પરંતુ અંગ્રેજી આવડતું નહોતું.

મધુબાલાની નાની બહેન મધુર ભૂષણ (સાચું નામ ઝાહિદા)નું માનીએ તો તે આખું જીવન પ્રેમ માટે તરસતી હતી. એક ઈન્ટરવ્યૂમાં મધુર ભૂષણે કહ્યું હતું કે મધુબાલાને માત્ર દિલીપ કુમારે જ નહીં, પરંતુ કિશોર કુમારે પણ વિશ્વાસઘાત કર્યો હતો.

દિલીપ કુમારની શરતે મધુબાલાનો પ્રેમ છિનવ્યો
મધુબાલાની બહેનનું માનીએ તો દિલીપ કુમાર સાથે તેમનો સંબંધ બી આર ચોપરાની ફિલ્મ 'નયા દૌર'ને કારણે તૂટ્યો હતો. આ ફિલ્મના કેટલાંક હિસ્સાનું શૂટિંગ મધુબાલાએ કરી લીધું હતું. બાકીના શૂટિંગ માટે મેકર્સ ગ્વાલિયર જવા માગતા હતા. ત્યાં લૂંટારુઓનો ત્રાસ હોવાથી મધુબાલાના પિતા અતાઉલ્લાહ ખાને લોકેશન ચેન્જ કરવાનો આગ્રહ કર્યો હતો. જોકે, મેકર્સ તૈયાર થયા નહીં. ત્યારે અતાઉલ્લાહે મધુબાલાને ફિલ્મ છોડવાનું તથા મેકર્સને પૈસા પરત આપવાનું કહ્યું હતું.

તે સમયે દિલીપ કુમારની સગાઈ મધુબાલા સાથે થઈ ચૂકી હતી. આથી જ ચોપરાએ દિલીપ કુમારને મધુબાલા સાથે વાત કરવાનું કહ્યું હતું. દિલીપે મધુબાલાને ઘણી જ સમજાવી પરંતુ તે પિતા વિરુદ્ધ જવા તૈયાર થઈ નહીં. પછી ચોપરા પ્રોડક્શને મધુબાલા વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો અને તે એક વર્ષ ચાલ્યો. આ દરમિયાન દિલીપ તથા મધુબાલાના સંબંધોમાં તિરાડ પડવા લાગી હતી.

દિલીપ કુમારે મધુબાલાની સામે કરિયર છોડીને લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. મધુબાલાએ કહ્યું હતું કે જ્યાં સુધી દિલીપ કુમાર તેમના પિતાની માફી નહીં માગે ત્યાં સુધી તે લગ્ન કરશે નહીં. દિલીપ કુમારે માફી માગવાનો ઈનકાર કર્યો અને પછી બંને અલગ થઈ ગયા. મધુબાલાએ જીવનના અંત સુધી દિલીપ કુમારને પ્રેમ કર્યો હતો.

બહેને કહ્યું, બીમારીની જાણ થતાં જ કિશોર કુમાર દૂર જતાં રહ્યાં
બહેને કહ્યું હતું કે જ્યારે મધુબાલાની બીમાર હતી ત્યારે તેની સારવાર લંડન કરાવવાનું નક્કી કર્યું હતું. તે સમયે કિશોર કુમારે મધુબાલાને પ્રપોઝ કર્યું. પિતા ઈચ્છતા હતા કે મધુબાલા ડૉક્ટર્સ સાથે વાત કરીને પૂરી રીતે ઠીક થઈ જાય પછી જ લગ્ન કરે. જોકે, દિલીપ કુમારના વર્તનથી ગુસ્સે થયેલી મધુબાલાએ તરત જ કિશોર કુમાર સાથે લગ્ન કરી લીધા હતા. 27 વર્ષની ઉંમરમાં 1960માં બંનેએ લગ્ન કર્યા હતા.

ડૉક્ટર્સે કહ્યું હતું કે મધુબાલા પાસે વધુ દિવસો નથી. ત્યારે કિશોર કુમારે મુંબઈના કાર્ટર રોડ પર બંગલો ખરીદ્યો. નર્સ તથા ડ્રાઈવરને સહારે મધુબાલાને રાખી હતી. તે ચાર મહિને એક જ વાર મધુબાલાને મળવા આવતા હતા. કિશોર કુમારે મધુબાલાના ફોન લેવાના પણ બંધ કરી દીધા હતા. કિશોર કુમાર પહેલાં મધુબાલાને પ્રેમ કરતાં હતા, પરંતુ જ્યારે તે લંડનથી આવી તો તેણે મધુબાલાને દગો આપ્યો હતો. તે સારો પતિ નહોતા.

મધુબાલાને એ વાતનું દુઃખ હતું કે તેને કોઈ મળવા આવતું નથી. એક સમયે તે બોલિવૂડમાં લોકપ્રિય હતી, પરંતુ બીમાર પડી તો કોઈએ તેના હાલચાલ જાણવાનો પ્રયાસ કર્યો નહીં. તે સમયે મધુબાલા આખો દિવસ નાઈટ ગાઉનમાં જ રહેતી. 36 વર્ષની ઉંમરમાં મધુબાલાનું મૃત્યુ થયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો