સો.મીડિયા સેન્સેશનલ:કેટરીના કૈફની હમશકલ જોઈને સલમાન-રણબીર માથું ખંજવાળશે! ઓળખી નહીં શકો કે કોણ છે રિયલ!

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલીના રાય લોકપ્રિય ટિક ટોક સ્ટાર છે

સો.મીડિયામાં કેટરીના કૈફની હમશકલ અલીના રાયની તસવીરો ઘણી જ વાઇરલ થઈ છે. અલીના હૂબહૂ કેટરીના જેવી જ દેખાય છે. અલીનાએ સો.મીડિયામાં અનેક તસવીરો તથા વીડિયો શૅર કર્યા છે. કેટરીના જેવો દેખાવ હોવાને કારણે તે ઓછા સમયમાં લોકપ્રિય થઈ ગઈ. અલીના ટિકટોક પર ઘણી જ લોકપ્રિય છે. ઉલ્લેખનીય છે કે કેટરીના કૈફના સંબંધો એક સમયે સલમાન ખાન તથા રણબીર કપૂર સાથે હતા. રણબીર તથા કેટરીના લીવ ઇનમાં પણ રહેતાં હતાં.

2017થી કરિયરની શરૂઆત કરી
અલીનાએ 2017માં ફેશન બ્લોગર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. 2019માં અલીનાએ રેપર બાદશાહ સાથે 'કમાલ..' મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તે 'સોરી, આઇ એમ લેટ' તથા 'લખનઉ જંક્શન' ફિલ્મમાં જોવા મળશે. કોરોનાને કારણે આ બંને ફિલ્મ હજી સુધી રિલીઝ થઈ શકી નથી.

કેટરીના અંગે આ વાત કહી
એક ઇન્ટરવ્યુમાં અલીનાએ કહ્યું હતું કે જ્યારે તે મુંબઈ આવી ત્યારે તેને જોઈને લોકો કહેતા કે તે કેટરીના કૈફ લાગે છે. આ સમયે તેને પહેલી જ વાર એ વાતનો અહેસાસ થયો કે તે કેટરીના કૈફ જેવી લાગે છે. તે ક્યારેય નથી ઈચ્છતી કે લોકો તેને આ રીતે ઓળખે. તેની પોતાની અલગ ઓળખ છે અને તે હંમેશાં ઈચ્છે છે કે લોકો તેને તેના નામથી જ ઓળખે.

કેટરીના કૈફની વાત કરીએ તો તે હાલમાં 'ટાઇગર 3'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે સલમાન ખાન સાથે જોવા મળશે.

અલીના રાયની ખાસ તસવીરો...

અલીના અસ્સલ કેટરીના જેવી લાગે છે, તસવીરોમાં જુઓ