કેટ-વિકીના લગ્ન:રોયલ વેડિંગ પહેલાં કેટરીના-વિકી આવતા અઠવાડિયે મુંબઈમાં કોર્ટ મેરેજ કરશેઃ રિપોર્ટમાં દાવો

મુંબઈ12 દિવસ પહેલા
  • રાજસ્થાનમાં કેટ-વિકી બે વિધિથી લગ્ન કરશે

કેટરીના કૈફ તથા વિકી કૌશલ હાલમાં લગ્નને કારણે વધુ ચર્ચામાં છે. બંને આવતા મહિને 7-12 ડિસેમ્બરની વચ્ચે લગ્ન કરવાના હોવાની વાત છે. જોકે, હવે એવી વાત સામે આવી છે કે કેટરીના તથા વિકી રોયલ વેડિંગ પહેલાં મુંબઈમાં કોર્ટ મેરેજ કરશે.

વેબ પોર્ટલ 'બોલિવૂડ લાઇફ'ના અહેવાલ પ્રમાણે, કેટરીના કૈફ તથા વિકી કૌશલ મુંબઈમાં કોર્ટ મેરેજ કરી શકે છે. માનવામાં આવે છે કે બંને આવતા અઠવાડિયે જ કોર્ટ મેરેજ કરશે. વિકી તથા કેટ પોતાના લગ્નના ઘણાં જ સીક્રેટ રાખવા માગે છે અને તેથી જ તેમણે હજી સુધી લગ્નની વાત ઓફિશિયલ કરી નથી. નિકટના મિત્રના મતે, કેટરિના તથા વિકી રાજસ્થાનમાં બે વિધિથી લગ્ન કરવાના છે.

કેટરીનાએ કામમાંથી બ્રેક લીધો
કેટરીનાએ લગ્નની તૈયારી માટે કામમાંથી હવે બ્રેક લીધો છે. લગ્ન બાદ તે કેટલીક જાહેરાત તથા ઇવેન્ટ્સ માટે શૂટિંગ કરશે. જોકે, હાલમાં તેનું બધું જ ધ્યાન લગ્નની તૈયારીઓ પર છે.

વિકી શૂટિંગમાં વ્યસ્ત
મીડિયા રિપોર્ટ પ્રમાણે, વિકી કૌશલ હાલમાં પ્રોફેશનલ કમિટમેન્ટ્સમાં વ્યસ્ત છે. એક્ટરે લગ્નના થોડાં દિવસ પહેલાં જ ડિરેક્ટર લક્ષ્મણની ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં સારા અલી ખાન છે. વિકી તરફથી તેની માતા તથા ભાઈ સની કૌશલ લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. કેટરીના બંનેના સંપર્કમાં છે.

કપડાંની ટ્રાયલ પણ શરૂ કરી
કેટરીનાએ લગ્નના વિવિધ ફંક્શનના અલગ અલગ આઉટફિટ્સની ટ્રાયલ શરૂ કરી દીધી છે. સૂત્રોના મતે, કેટરીના આઉટફિટ્સનું ફિટિંગ તથા ટ્રાયલ પોતાના મિત્રોના ઘરે કરી રહી છે. મીડિયાનો જમાવડો ઘરની બહાર ના થાય તે માટે આમ કરી રહી છે. કેટરીનાને ખ્યાલ છે કે લગ્નની નાની નાની માહિતી પણ સામે આવી રહી છે. આથી જ તેણે બ્રાઇટલ ટીમને અલર્ટ રહેવાનું કહ્યું છે. તેણે નાની-નાની વાતો માટે વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપમાં જ કેટરીના લગ્ન સાથે જોડાયેલી વાતો તથા આઉટફિટ અંગે વાતો કરે છે.

'ટાઇગર 3'માં નામ બદલાશે
એક ચર્ચા એવી પણ છે કે ફિલ્મ 'ટાઇગર 3'માં કેટરીનાની સરનેમ ચેન્જ થશે. લગ્ન બાદ કેટરીના કૈફ પોતાનું નામ કેટરીના કૈફ કૌશલ રાખવાની છે અને ફિલ્મના પોસ્ટર તથા ટીઝરમાં આ જ નામ આવશે.

સંગીત સેરેમનીમાં સેલેબ્સ પર્ફોર્મ કરશે
મીડિયા રિપોર્ટ્સ મજુબ, સંગીત સેરેમનીમાં કિઆરા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા પર્ફોર્મ કરશે. આ ઉપરાંત કરન જોહર પણ સ્પેશિયલ ડાન્સ પર્ફોર્મન્સ આપશે. વિકીનો ભાઈ સની કૌશલ, કેટની બહેન ઈઝાબેલ સહિત વરુણ ધવન-નતાશા દલાલ, કબીર ખાન-મીની માથુર, અલી અબ્બાસ ઝફર પણ ડાન્સ કરતાં જોવા મળશે.

રાજસ્થાનમાં લગ્ન
રાજસ્થાનના સવાઈ માધોપુરના સિક્સ સેન્સ બરવાડા ફોર્ટમાં બંનેના લગ્નની તૈયારી જોરશોરથી થઈ રહી છે. ચૌથ માતા ટ્રસ્ટ તથા હોટલ શિવપ્રિયા પેલેસમાં 42 રૂમ બુકિંગ કરવામાં આવ્યા છે. હવે સવાઈ માધોપુર, રણથંભોર રોડ પર આવેલી ફાઇવ સ્ટાર હોટલ તાજ તથા ધ ઓબેરોય પણ બુક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઇવેન્ટ કંપની તરફથી હોટલ રેજન્સી તથા સવાઇ વિલાસ સાથે વાતચીત થઈ રહી છે. હોટલ રેજન્સીમાં 60 રૂમ બુક કર્યા હોવાની ચર્ચા છે.

125 મહેમાનોના આવશે
કેટ-વિકીના લગ્નમાં અંદાજે 125 મહેમાનો આવે તેવી શક્યતા છે. સલમાન ખાન તથા તેના પરિવારને સૌ પહેલાં કંકોત્રી આપવામાં આવી છે. જોકે, સલમાન ખાન આ લગ્નમાં હાજરી આપશે નહીં. ગેસ્ટ લિસ્ટમાં વરુણ ધવન-નતાશા દલાલ, રોહિત શેટ્ટી, કરન જોહર, અલી અબ્બાસ ઝફર, કબીર ખાન, મીની માથુર, સિદ્ધાર્થ મલ્હોત્રા-કિઆરા અડવાણી સહિતના સેલેબ્સ સામેલ છે.