કેટનો ત્રીજો પ્રેમ, બે બ્રેક-અપ:એક સમયે કેટરીના એક્ટર રણબીરના ગળાડૂબ પ્રેમમાં હતી, બંને રહેતા હતા લિવ ઈનમાં

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લાં ઘણાં સમયથી કેટ-વિકી કૌશલના અફેરની ચર્ચા થતી હતી, હવે આ વાત કન્ફર્મ થઈ ગઈ છે
  • કેટરીનાના ભૂતકાળમાં સલમાન તથા રણબીર સાથે સંબંધો રહ્યાં હતાં

કેટરીના કૈફ તથા વિકી કૌશલ વચ્ચે સંબંધોની હોવાની વાત અનિલ કપૂરના દીકરા હર્ષવર્ધને સ્વીકારી છે. જોકે, કેટરીનાના આ પહેલાં સલમાન ખાન તથા રણબીર કપૂર સાથે સંબંધો હતાં. કેટરીના તથા રણબીર લગ્ન પણ કરવાના હતા, પરંતુ કેટલાંક કારણોસર બંને વચ્ચેના સંબંધો તૂટી ગયા હતા.

જ્યારે પહેલી વાર સલમાન-કેટની મુલાકાત થઈ
2003માં કેટરીનાએ બોલિવૂડ ફિલ્મ 'બૂમ'થી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ત્યારબાદ કેટરીનાએ એકાદ-બે ફિલ્મમાં કામ કર્યું હતું. 2005માં સલમાન તથા કેટરીના મળ્યા હતા. સલમાનનું બ્રેકઅપ ઐશ્વર્યા રાય સાથે થયું હતું. આ બ્રેકઅપના દર્દને ભૂલાવવા સલમાને કેટરીનાને કરિયરમાં મદદ કરવાનું નક્કી કર્યું. સલમાને કેટરીના સાથે ફિલ્મ 'મૈંને પ્યાર ક્યૂં કિયા'માં કામ કર્યું. આ ફિલ્મ હિટ રહી હતી અને કેટરીનાને એક પછી એક ફિલ્મ મળવા લાગી હતી.

કેટરીના સલમાનની બહેનો તથા અન્ય સાથે
કેટરીના સલમાનની બહેનો તથા અન્ય સાથે

ખાન પરિવારમાં કેટની એન્ટ્રી
કેટરીના કૈફ એક્ટર સલમાનના પરિવારના નાના-મોટા દરેક પ્રસંગમાં હાજર રહેવા લાગી હતી. આટલું જ નહીં સલમાનની બંને બહેનો અર્પિતા તથા અલવીરા સાથે પણ કેટના સંબંધો ખાસ હતાં. જોકે, સલમાન તથા કેટરીના બંનેમાંથી કોઈએ પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો. બીટાઉનમાં બંને એકબીજાને ડેટ કરતા હોવાની ચર્ચા થતી રહેતી હતી. બંને બોલિવૂડ પાર્ટીથી લઈ ડિનર ડેટમાં સાથે જ જોવા મળતા હતા.

સલમાનના પઝેસિવ નેચરથી કેટરીના થાકી ગઈ હતી
સલમાન ખાન તથા કેટરીના વચ્ચેના સંબંધો ધીમે ધીમે ખટાશ આવી ગઈ હતી. સલમાનના પઝેસિવ નેચરને કારણે કેટરીના ત્રાસી ગઈ હતી. ચર્ચા તો એવી પણ હતી કે સલમાને એકાદ વાર કેટરીના પર હાથ પણ ઉપાડ્યો હતો. આથી જ કેટરીના હવે સલમાન સાથે બ્રેકઅપ કરવા માગતી હતી. જોકે, કેટરીનાને ડર હતો કે જો તે સલમાન સાથે બ્રેકઅપ કરી લેશે તો તેની બોલિવૂડ કરિયર પર પૂર્ણવિરામ મૂકાઈ જશે. આથી જ કેટરીનાએ ગમે તેમ કરીને સલમાન સાથેના સંબંધો નિભાવે રાખ્યા હતા.

દીપિકાએ જ કેટરીના તથા રણબીરની મુલાકાત કરાવી હતી
દીપિકાએ જ કેટરીના તથા રણબીરની મુલાકાત કરાવી હતી

2008માં પહેલી જ વાર કેટરીના-રણબીર એકબીજાને મળ્યા
2008માં કેટરીના કૈફે પોતાની જન્મદિવસની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના અનેક જાણીતા સ્ટાર્સ આવ્યા હતા, જેમાં સલમાન, શાહરુખ પણ હતા. આ પાર્ટીમાં દીપિકા પોતાના પ્રેમી રણબીર કપૂર સાથે આવી હતી. પાર્ટીમાં દીપિકાએ જ કેટરીના તથા રણબીર વચ્ચે મુલાકાત કરાવી હતી. આ જ પાર્ટીમાં સલમાન તથા શાહરુખ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં શાહરુખે બેફામ રીતે સલમાનની પૂર્વ પ્રેમિકાઓ અંગે વાતો કરી હતી. આ કારણે સલમાને પિત્તો ગુમાવ્યો હતો અને બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો તે સમયે બોલિવૂડમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. જોકે, કેટરીના આ ઝઘડાથી ઘણી જ નારાજ હતી અને તેણે હવે સલમાન સાથે ગમે તેમ કરીને સંબંધો પૂરા કરવાનું નક્કી કરી નાખ્યું હતું.

2009માં 'અજબ પ્રેમ કી ગજબ કી કહાની'
રાજકુમાર સંતોષીની ફિલ્મ 'અજબ પ્રેમ કી ગજબ કહાની'માં પહેલી જ વાર કેટરીના તથા રણબીરે સાથે કામ કર્યું હતું. ફિલ્મના શૂટિંગ દરમિયાન જ કેટરીના તથા રણબીર એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. આ સમયે રણબીરના સંબંધો દીપિકા પાદુકોણ સાથે હતા. રણબીર તથા કેટરીના ઊટીમાં શૂટિંગ કરતાં હતાં. અહીંયા બંને એકબીજાની નિકટ આવી ગઈ હતી. કેટરીના એ હદે સલમાનથી ત્રાસી ગઈ હતી કે તેણે ઊટીમાં રહીને સલમાનને એક ટેકસ્ટ મેસેજ કરીને બ્રેકઅપ કર્યું હતું. કેટરીનાની નિકટની ફ્રેન્ડે તે સમયે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કેટરીનાએ સલમાનને મેસેજમાં એમ જણાવ્યું હતું કે તે પોતાની સાઈડથી તમામ પ્રકારના સંબંધો પૂરા કરે છે. જોકે, બ્રેકઅપ બાદ કેટરીના ઘણી જ ડરી ગઈ હતી. તે સમયે તેની પાસે બોલિવૂડની સારી સારી ફિલ્મ હતી. તેને મનમાં એવું હતું કે હવે સલમાન તેનું જીવન બરબાદ કરી દેશે. અલબત્ત, સલમાને કેટરીનાને અંગત કે પ્રોફેશનલ લાઈફમાં કોઈ રીતે હેરાન કરી નહીં, પરંતુ હા સલમાનને જ્યારે તક મળે ત્યારે તે કેટરીના તથા રણબીરના સંબંધોની અચૂકથી મજાક ઉડાવતો હતો.

સ્પેન વેકેશનની તસવીરો વાઈરલ થઈ હતી
સ્પેન વેકેશનની તસવીરો વાઈરલ થઈ હતી

દીપિકાએ રંગેહાથે રણબીરને ઝડપ્યો
આ બાજુ રણબીર તથા દીપિકા એકબીજાને ડેટ કરતાં હતા અને વચ્ચે કેટરીનાની એન્ટ્રી થઈ હતી. રણબીર એક્ટ્રેસ દીપિકાને ડેટ કરતો હોવા છતાં કેટરીનાને ડેટ કરવા લાગ્યો હતો. દીપિકાએ આ બંનેને રંગે હાથે પકડ્યા હતા. થોડાં વર્ષો બાદ રણબીરે પણ સ્વીકાર્યું હતું કે તેણે દીપિકાને દગો આપ્યો હતો. 2012માં રણબીરની બર્થડે પાર્ટીમાં દીપિકા પણ આવી હતી. આ રીતે દીપિકાએ રણબીર તથા કેટરીનાના સંબંધો સ્વીકારી લીધા હતા.

વેકેશનની તસવીરો લીક થઈ
2013માં રણબીર તથા કેટરીના કૈફ સ્પેનમાં વેકેશન મનાવવા ગયા હતા. કેટરીના બિકીનીમાં જોવા મળી હતી. વેકેશનની આ તસવીરો લીક થઈ હતી અને બંને વચ્ચે અફેર હોવાની વાત પણ કન્ફર્મ થઈ હતી. 'કૉફી વિથ કરન'માં કરીનાએ રણબીર-કેટરીનાના લગ્ન અંગે વાત કરી હતી. 2014માં રણબીર તથા કેટરીનાએ અલગ-અલગ ઈન્ટરવ્યૂમાં એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેમના જીવનમાં એકબીજા માટે ખાસ જગ્યા છે. આટલું જ નહીં રણબીર તથા કેટરીના લિવ ઈનમાં રહેવા લાગ્યા હતા. ફ્લેટની બાલકનીમાં બંને એકબીજાને કિસ કરતાં હોય તે તસવીર વાઈરલ થઈ હતી.

નીતુ સિંહે કેટને ક્રોપ કરીને તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી
નીતુ સિંહે કેટને ક્રોપ કરીને તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી

નીતુ સિંહને કેટરીના સહેજેય ગમતી નહોતી
કેટરીના તથા રણબીર સિલ્વર સેન્ડ્સ પેન્ટહાઉસમાં લિવ ઈનમાં રહેતા હતા, પરંતુ કપૂર પરિવારને આ સંબંધ સહેજ પણ પસંદ નહોતો. કપૂર પરિવારની એક પાર્ટીમાં કેટરીના-રણબીર સાથે ગયા હતા. જોકે, સો.મીડિયામાં જ્યારે રણબીરની મમ્મી એટલે કે નીતુ સિંહે તસવીર શૅર કરી તો તેમણે કેટરીનાને ક્રોપ કરી નાખી હતી. આ તસવીર બાદ ચર્ચા થવા લાગી કે કપૂર પરિવારને કેટરીના સહેજ પણ પસંદ નથી. જોકે, વર્ક કમિટમેન્ટને કારણે કેટરીના તથા સલમાન એકબીજાને પૂરતો સમય આપી શકતા નહોતા. આ ઉપરાંત રણબીરના પરિવારને કેટરીના ગમતી નહોતી. આ જ કારણોસર બંનેના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. અંતે, કેટરીના તથા રણબીર એકબીજાથી અલગ થઈ ગયા હતા.

આલિયા તથા કેટરીના વચ્ચે સારું બોન્ડિંગ છે
આલિયા તથા કેટરીના વચ્ચે સારું બોન્ડિંગ છે

કેટરીના એક્ટર વિકી સાથે તો રણબીરના સંબંધો આલિયા સાથે
કેટરીના સાથેના બ્રેકઅપ બાદ રણબીર બોલિવૂડ એક્ટ્રેસ આલિયાની નિકટ આવ્યો હતો. હાલમાં બંને લીવ ઈનમાં રહે છે. રણબીરે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો કોરોના હોત તો તેણે ગયા વર્ષે જ લગ્ન કરી લીધા હોત. રણબીર તથા આલિયા પહેલી જ વાર ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સાથએ કામ કરી રહ્યાં છે. રણબીરની એક્સ પ્રેમિકા દીપિકાની વાત કરવામાં આવે તો તેણે એક્ટર રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા છે. કેટરીના 2019થી વિકી કૌશલને ડેટ કરતી હોવાની ચર્ચા હતી, પરંતુ હવે બંને વચ્ચે સંબંધો હોવાની વાત કન્ફર્મ થઈ ગઈ છે.