તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રણધીર તથા રિશી કપૂરના સૌથી નાના ભાઈ 58 વર્ષીય રાજીવ કપૂરનું 9 ફેબ્રુઆરી, મંગળવારના રોજ નિધન થયું હતું. રાજીવ કપૂરના અંતિમ સંસ્કાર ચેમ્બુરના હિંદુ સ્મશાન ભૂમિમાં કરવામાં આવ્યાં. રાજીવ કપૂરની અર્થીને રણબીર કપૂર, આદર-અરમાને કાંધ આપી હતી. જ્યારે રણધીર કપૂરે દોણી પકડી હતી. ત્યારબાદ શબવાહિનીમાં રાજીવ કપૂરનો પાર્થિવ દેહ મૂકવામાં આવ્યો હતો. શબવાહિનીમાં રણધિર કપૂર તથા રણબીર કપૂર બેઠાં હતાં.
રણધીર કપૂર ભાંગી પડ્યા હતા
ભાઈના નિધનના સમાચાર સાંભળીને રણધીર કપૂર એકદમ ભાંગી પડ્યા હતા. હોસ્પિટલની બહાર લાકડીને ટેકે ચાલતા રણધીર કપૂરને માણસોએ ટેકો આપીને સંભાળ્યા હતા. આલિયા ભટ્ટ શૂટિંગમાંથી બ્રેક લઈને માલદીવ વેકેશન મનાવવા ગઈ હતી. આજે (9 ફેબ્રુઆરી) આલિયા ભટ્ટ માલદીવ્સથી પરત ફરી હતી. આલિયાએ રાજીવ કપૂરના ઘરે જઈને કપૂર પરિવારને સાંત્વના પાઠવી હતી. શાહરુખ ખાન પણ અંતિમ દર્શનાર્થે આવ્યો હતો.
કરીના-કરિશ્મા પણ જોવા મળ્યા
પ્રેગ્નન્ટ કરીના કપૂર પોતાની માતા બબીતા તથા બહેન કરિશ્મા કપૂર સાથે કાકા રાજીવ કપૂરના ઘરની બહાર જોવા મળ્યાં હતાં. કરીનાના ચહેરા પર કાકાના અવસાનનું દુઃખ સ્પષ્ટ જોઈ શકાતું હતું. રાજીવ કપૂર મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં રહેતા હતા. રાજીવ કપૂરનો પાર્થિવ દેહ તેમના ઘરે લાવવામાં આવ્યો છે. અહીંથી અંતિમ યાત્રા કાઢવામાં આવશે. અરમાન-આદર જૈન (કરીનાની ફોઈ રીમા જૈનના સંતાનો), નીતુ સિંહ, મહિપ કપૂર, સંજય કપૂર, ચંકી પાંડે, અનિલ અંબાણી સહિતના સેલેબ્સ જેવા સેલેબ્સ રાજીવ કપૂરના અંતિમ દર્શન માટે આવ્યા છે.
સેલેબ્સ અંતિમ યાત્રામાં સામેલ થવા આવ્યા....
રાજીવ કપૂર ભાઈ રિશી જેટલાં બોલિવૂડમાં સફળ થયા નહોતા
રાજીવ કપૂરનો જન્મ 25 ઓગસ્ટ, 1962માં મુંબઈમાં થયો હતો. રાજીવ, રાજ કપૂરના સૌથી નાના પુત્ર છે. રણધીર-રીશી કપૂરના મોટા ભાઇ છે. બોલિવૂડની સૌથી સક્સેસફુલ ફેમિલીમાંથી હોવા છતાં રાજીવ ફિલ્મ્સમાં વધુ સફળ થયા નહોતા.
રાજીવે લગભગ 14 જેટલી ફિલ્મ્સમાં એક્ટર તરીકે કામ કર્યું હતું, જેમાંથી એકાદ-બે જ ફિલ્મ સફળ રહી હતી. તેમની હિટ ફિલ્મ્સમાં 1985માં રિલીઝ થયેલી 'રામ તેરી ગંગા મેલી' હતી. એક્ટિંગ ઉપરાંત રાજીવ ડિરેક્શન અને પ્રોડક્શન ક્ષેત્રે પણ હાથ અજમાવી ચૂક્યાં હતાં.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.