કરીનાએ સૈફને ધમકાવ્યો:સૈફ અલી ખાન દીકરા તૈમુર પાસે ફિલ્મના પ્રમોશનથી લઈ જાહેરાત કરાવવા માગતો હતો, કરીનાએ કહ્યું હતું- ચીપ ના બનીશ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૈફ અલી ખાન તથા કરીના કપૂરનો દીકરો તૈમુર અલી ખાન બોલિવૂડના સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. ચાર વર્ષનો તૈમુર જ્યારે પણ ઘરની બહાર નીકળે છે, ત્યારે તેની તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ જાય છે. દીકરાની લોકપ્રિયતા જોઈને સૈફે ઘટસ્ફોટ કર્યો હતો કે તેની પાસે કેટલાંક પ્રોડ્યૂસર્સ હતા. આ પ્રોડ્યૂસર્સે તૈમુરને ફિલ્મના પ્રમોશનમાં સામેલ કરવાની વાત કરી હતી. જોકે, કરીના આ માટે બિલકુલ તૈયાર નહોતી.

પ્રોડ્યૂસર્સે કહ્યું હતું, તૈમુર પાસે જાહેરાત કરાવીએ
સૈફે કહ્યું હતું, 'હું જે પણ પ્રોડ્યૂસરની સાથે કામ કરું છે, તેમણે મજાકમાં કહ્યું હતું કે શું અમે તેની રાખી શકીએ છે? 'કાલાકાંડી'ની સાથે, તેઓ રબર બેંડ લગાવવા માગતા હતા, 'હંટર'માં તે નાગા સાધુની વિગ લગાવવા ઈચ્છતા હતા.'

કરીનાએ સૈફની વાત ના માની
સૈફે વધુમાં કહ્યું હતું, 'મારી પત્નીએ મને કહ્યું હતું, આટલો ચીપ ના બનીશ. તું તારા દીકરા તૈમુરને વેચી શકે નહીં. જવાબમાં મેં કહ્યું હતું કે કેમ નહીં? ચલો તેની પાસે જાહેરાત કરાવીએ. તૈમુર આમ પણ ઇન્ટરનેટ પર તો છે. હું તો માત્ર આ કહેવા માટે આ માધ્યમનો ઉપયોગ કરી રહ્યો છું કે જો તમારી પાસે કોઈ સારી નેપીની જાહેરાત હોય તો આપો. પછી મેં મજાકમાં એમ કહ્યું હતું કે તે પૈસાથી આપણે સ્વિટ્ઝરલેન્ડ ફરવા જઈશું.'

જેહનો હજી સુધી ચહેરો બતાવ્યો નથી
સૈફ તથા કરીનાએ 2012માં 16 ઓક્ટોબરે લગ્ન કર્યાં હતાં. કરીનાએ ડિસેમ્બર, 2016માં દીકરા તૈમુને જન્મ આપ્યો હતો. 21 ફેબ્રુઆરી, 2021ના રોજ કરીનાએ બીજા દીકરા જેહને જન્મ આપ્યો. જોકે, સૈફ તથા કરીનાએ હજી સુધી જેહની તસવીરો ચાહકોને બતાવી નથી.