બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર હાલમાં પતિ સૈફ તથા બંને દીકરા તૈમુર-જેહ સાથે માલદીવ્સમાં વેકેશન મનાવી રહી છે. કરીનાએ અહીંયા પતિનો 51મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.
સો.મીડિયામાં તસવીર શૅર કરી
કરીના કપૂર માલદીવ્સના બીચ પર બ્લેક બિકીનીમાં જોવા મળી હતી. આ દરમિયાન કરીનાએ કોઈ મેકઅપ કર્યો નહોતો. બ્લેક બિકીનીની તસવીર શૅર કરીને કરીનાએ પોતાને 'બીચ બમ' ગણાવી હતી.
પહેલી જ વાર બંને દીકરા સાથે જોવા મળી
સૈફે પરિવાર સાથે માલદીવ્સમાં પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. કરીના કપૂરે સો.મીડિયામાં બે તસવીરો શૅર કરીને પતિને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેણે કહ્યું હતું, 'હેપ્પી બર્થડે ટૂ ધ લવ ઓફ માય લાઇફ. અનંત કાળ સુધી હું તારી સાથે રહીશ, બસ એ જ ઈચ્છું છું.' આ પોસ્ટ સાથે કરીનાએ બે તસવીરો શૅર કરી છે, જેમાં એક તસવીરમાં કરીના પતિ સૈફ તથા સંતાનો તૈમુર-જેહ સાથે જોવા મળે છે. બીજી તસવીરમાં કરીના તથા સૈફ સ્વિમિંગ પૂલમાં છે.
કરીના પ્રોડ્યૂસર બની
કરીનાએ હાલમાં જ જાહેરાત કરી હતી કે તે હવે ફિલ્મ પ્રોડ્યૂસ કરશે. કરીના, એકતા કપૂર તથા હંસલ મહેતા સાથે મળીને ફિલ્મ પ્રોડ્યૂસ કરશે. ફિલ્મના નામ તથા સ્ટાર-કાસ્ટ અંગે હજી સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. આ ફિલ્મને એકતા-કરીના પ્રોડ્યૂસ કરશે અને ફિલ્મને હંસલ મહેતા ડિરેક્ટ કરશે.
બુકને કારણે ચર્ચામાં
કરીનાએ 'પ્રેગ્નન્સી બાઇબલ' નામની બુક લખી છે. આ બુકમાં એક્ટ્રેસે પોતાની બંને પ્રેગ્નન્સીના અનુભવો અંગે વાત કરી છે. કરીનાએ બ્રેસ્ટફીડિંગથી લઈ પ્રેગ્નન્સી દરમિયાન સેક્સ ડ્રાઇવ ઘટી ગઈ હોવા સહિતની વાત કરી છે.
કરીનાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ આમિર ખાન સાથે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.