કરીના એક્ટ્રેસ તબુ-ક્રિતિ કરતાં પણ ઊંચી દેખાઈ!:યુઝર્સે કહ્યું, શું બેબોને બંને કરતાં નાના દેખાવવું પસંદ નહોતું કે?

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર, ક્રિતિ સેનન તથા તબુ ફિલ્મ 'ધ ક્રૂ'માં સાથે જોવા મળશે. હાલમાં જ ફિલ્મની પ્રોડ્યૂસર રિયા કપૂરે ત્રણેય એક્ટ્રેસિસની તસવીર શૅર કરીને ફિલ્મની જાહેરાત કરી છે, પરંતુ આ તસવીર જોઈને સો.મીડિયા યુઝર્સે કરીનાને ટ્રોલ કરી છે.

ફોટોશૂટમાં કરીના કપૂર વચ્ચે ઊભી હતી અને એક બાજુ તબુ ને બીજી બાજુ ક્રિતિ સેનન હતી. કરીના ફોટોશૂટમાં બંને એક્ટ્રેસિસ કરતાં ઊંચી લાગતી હતી, પરંતુ વાસ્તવમાં કરીના આ બંને કરતાં નીચી છે. આ જ કારણે યુઝર્સે કરીનાને ટ્રોલ કરી હતી.

કરીનાને ટેબલ પર ઊભી કરી દીધીઃ યુઝર્સ
સો.મીડિયા યુઝર્સ પણ નવાઈમાં મૂકાઈ ગયા હતા કે તબુ અને ક્રિતિની હાઇટ વધારે છે, તો કરીના કેવી રીતે આટલી લાંબી દેખાય છે. એક યુઝરે કમેન્ટ કરી હતી કે કરીના, કૃતિ કરતાં લાંબી કેમ દેખાય છે? અન્ય એકે કહ્યું હતું કે કરીનાને ટેબલ પર ઊભી કરી દીધી લાગે છે? અન્ય એકે એવું કહ્યું હતું કે તબુ, કરીના કરતાં નાની છે કે પછી કરીના બે લાંબા વ્યક્તિઓની વચ્ચે નાના દેખાવવાનું સ્વીકાર કરી શકી નહીં અને આ જ કારણથી તે ટેબલ પર ઊભી રહી ગઈ? આ ઉપરાંત યુઝર્સે એમ પણ કહ્યું હતું કે તબુ સીનિયર છે અને તેથી જ તેને સેન્ટર સ્પેસ આપવાની જરૂર હતી.

વીડિયોના અંતે સચ્ચાઈ જાણવા મળી
કરીના કપૂર વીડિયોના અંતે એક ટેબલ પર ઊભી જોવા મળે છે. વિઝ્યુઅલ સિમેટરી માટે ફોટોશૂટમાં આ વાત સામાન્ય છે. ઉલ્લેખનીય છે કે ફોટોશૂટની થીમ બ્લેક એન્ડ વ્હાઇટ હતી અને તમામ એક્ટ્રેસિસે બ્લેક રંગના ડ્રેસ પહેર્યા હતા.

હું અમારી ડ્રીમ કાસ્ટ તમારી સામે રજૂ કરું છું: રિયા
રિયાએ આ પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'ત્રણ વર્ષના સપનાં જોયા, લખ્યા અને પ્લાન કર્યા બાદ હું એકતા કપૂરની સાથે અમારી ડ્રીમ કાસ્ટને વોગ ઇન્ડિયાના નવેમ્બર કવર પર તમારી સામે રજૂ કરું છું. હવે આ એક રિયાલિટી છે. તબુ, કરીના તથા ક્રિતિ સેનન સ્ટારર ફિલ્મ 'ધ ક્રૂ'નું શૂટિંગ ફેબ્રુઆરી, 2023માં શરૂ થશે. આ ફિલ્મને રાજેશ કૃષ્ણન ડિરેક્ટ કરશે. નિધિ મહેરા તથા મેહુલ સૂરીએ ફિલ્મની વાર્તા લખી છે.'

આ ફિલ્મ 'વીરે દી વેડિંગ'ની સીક્વલ નથીઃ કરીના
'ધ ક્રૂ'ની જાહેરાત બાદ કરીના કપૂરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'રિયા કપૂરની સાથે 'વીરે દી વેડિંગ'ના શૂટિંગ દરમિયાન ઘણી જ મજા આવી હતી. તે આ ફિલ્મની સ્ક્રિપ્ટ લઈને આવી તો મને ગમી ગઈ. આ ફિલ્મની સ્ટોરી ઘણી જ સારી છે. ફિલ્મ કોમેડી ડ્રામાથી ભરપૂર છે. હું તબુ તથા ક્રિતિ સેનન સાથે કામ કરવા ઉત્સુક છું. આ ફિલ્મ 'વીરે દી વેડિંગ'ની સીક્વલ નથી.

અન્ય સમાચારો પણ છે...