તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કંગનાની ચોખવટ:એક્ટ્રેસે કહ્યું, કામ ના હોવાને કારણે ગયા વર્ષે અડધો ટેક્સ ભર્યો હતો, જીવનમાં આવું પહેલી જ વાર થયું

5 દિવસ પહેલા
  • કંગનાનો દાવો, આવકનો અંદાજે 45% ભાગ ટેક્સમાં આપું છું
  • હું સૌથી વધઉ ટેક્સ ભરતી એક્ટ્રેસ છું: કંગના

કંગનાએ હાલમાં જ ચોખવટ કરી હતી કે કામ ના હોવાને કારણે ગયા વર્ષે તે અડધો ટેક્સ ભરી શકી નહોતી. તેણે દાવો કર્યો હતો કે તેના જીવનમાં આવું પહેલી જ વાર થયું છે. જ્યારે તે સમયસર ટેક્સ ના ભરી શકી હોય. આ વાતની માહિતી કંગનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને આપી હતી. આ સાથે જ તેણે એવો પણ દાવો કર્યો છે કે તે સૌથી વધુ ટેક્સ આપતી એક્ટ્રેસ છે.

કંગનાની સો.મીડિયા પોસ્ટ
કંગનાની સો.મીડિયા પોસ્ટ

આવકનો અંદાજે 45% હિસ્સો ટેક્સમાં આપું છું
કંગનાએ કહ્યું હતું, હું સૌથી વધુ ટેક્સ આપનારાના સ્લેબમાં આવું છું. હું મારી આવકનો 45% હિસ્સો ટેક્સમાં આપું છું. હું સૌથી વધુ ટેક્સ ભરતી એક્ટ્રેસ છું. જોકે, કામ ના હોવાને કારણે મેં હજી સુધી ગયા વર્ષનો ટેક્સ અડધો જ ભર્યો છે. મારા જીવનમાં પહેલી જ વાર ટેક્સ ભરવામાં મોડું થયું છે. જોકે, સરકાર મારા પેન્ડિંગ ટેક્સ મની પર વ્યાજ વસૂલ કરે છે. તો પણ હું સરકારના આ પગલાનું સ્વાગત કરું છું. વ્યક્તિગત રીતે આપણાં માટે આ સમય મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ આ સાથે જ આપણે સમય કરતાં પણ વધુ સ્ટ્રોંગ છીએ.

કંગના પોતાની ઓફિસની બહાર
કંગના પોતાની ઓફિસની બહાર

હાલમાં જ મુંબઈ ઓફિસની બહાર જોવા મળી હતી
હાલમાં જ કંગના પોતાની મુંબઈ ઓફિસમાં જોવા મળી હતી. ગયા વર્ષે આ ઓફિસ પર BMCએ ગેરકાયદેસર બાંધકામ હોવાનું કહીને તોડફોડ કરી હતી. કંગનાએ ઓફિસની બહાર ફોટોગ્રાફર્સને કહ્યું હતું, 'તમે મને મારું કામ તો કરવા દો.' ઉલ્લેખનીય છે કે મે મહિનામાં કંગનાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, થોડાં દિવસ તે રિકવર થઈ ગઈ હતી.

કંગનાના અપકમિંગ પ્રોજેક્ટ્સ
કંગના તમિળનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક 'થલાઈવી'માં જોવા મળશે. આ ફિલ્મ કોરોનાને કારણે રિલીઝ થઈ શકી નથી. આ ઉપરાંત કંગના 'ધાકડ', 'તેજસ', 'મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લીજેન્ડ ઓફ દિદ્દા'માં જોવા મળશે. કંગના અયોધ્યા પર આધારિત એક ફિલ્મ બનાવી રહી છે. આ ઉપરાંત કંગના એક ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો પણ રોલ પ્લે કરવાની છે.

અન્ય સમાચારો પણ છે...