કંગના રનૌતના બૉડીગાર્ડ પર કેસ:લગ્નની લાલચ આપી 30 વર્ષીય બ્યૂટીશિયન પર રેપ કર્યો, પીડિતા 8 વર્ષથી ઓળખતી હતી

મુંબઈ5 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક
કુમાર હેગડે છેલ્લાં નવ વર્ષથી કંગનાનો પર્સનલ બૉડીગાર્ડ છે - Divya Bhaskar
કુમાર હેગડે છેલ્લાં નવ વર્ષથી કંગનાનો પર્સનલ બૉડીગાર્ડ છે
  • પીડિતા તથા કુમાર હેગડે વચ્ચે છેલ્લાં એક વર્ષથી અફેર હતું
  • કુમાર ગોળી તથા ડ્રગ્સ લઈને અપ્રાકૃતિક રીતે યૌન સંબંધ બાંધતો હતો

મુંબઈના ડી એન નગર પોલીસ સ્ટેશનમાં એક બ્યૂટીશિયનની ફરિયાદ બાદ કુમાર હેગડે નામના બૉડીગાર્ડ વિરુદ્ધ રેપનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 30 વર્ષીય આ વિક્ટિમના મતે, કુમાર હેગડે બોલિવૂડ એક્ટ્રેસ કંગનાનો પર્સનલ બૉડીગાર્ડ છે. હેગડેએ તેને લગ્નની લાલચ આપીને તેની પર રેપ કર્યો હતો. આ કેસ બુધવાર, 19 મેની રાત્રે દાખલ કરવામાં આવ્યો હતો. કુમાર પર બંધારણની કલમ 376, 377 તથા 420 હેઠળ કેસ કરવામાં આવ્યો છે. પીડિતાની મિત્ર દિવ્યા કોટિયને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ઓન રેકોર્ડ આ આરોપોની પુષ્ટિ કરી છે. તો બીજી બાજુ કંગનાની ટીમે કહ્યું હતું કે કુમાર હેગડે લાંબા સમયથી રજા કરે છે. તેમને આ કેસની કોઈ માહિતી નથી.

પીડિતા 8 વર્ષ પહેલાં આરોપીના સંપર્કમાં આવી હતી
બ્યૂટીશિયને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે આઠ વર્ષ પહેલાં આરોપીના સંપર્કમાં આવી હતી. ગયા વર્ષે જૂનમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ હેગડેએ તેની પર રેપ કર્યો હતો.

કંગનાની પાર્ટીમાં રેડ સર્કલમાં કુમાર હેગડે
કંગનાની પાર્ટીમાં રેડ સર્કલમાં કુમાર હેગડે

શું કહ્યું દિવ્યાએ?
દિવ્યાએ કહ્યું હતું, 'આરોપી કંગનાનો પર્સનલ બૉડીગાર્ડ છે. તે નવ વર્ષથી કંગનાના પર્સનલ બૉડીગાર્ડ તરીકે કામ કરે છે. હજી પણ તેના માટે જ કામ કરે છે. મારી મિત્ર સાથે આઠ વર્ષથી ઓળખાણ છે. બંને વચ્ચે છેલ્લાં એક વર્ષથી અફેર પણ હતું. લગ્નના નામ પર મારી મિત્રને દગો આપીને નાઝાયઝ સંબંધો બનાવ્યા હતા. મોટાભાગે તે શૂટ પર જ રહેતો હતો. મુંબઈ આવે ત્યારે મારી મિત્રના ત્યાં રોકાતો હતો. મિત્રની સાથે ગોળી તથા ડ્રગ્સ લઈને અપ્રાકૃતિક રીતે યૌન સંબંધ પણ બનાવતો હતો.'

વધુમાં દિવ્યાએ કહ્યું હતું, '27 એપ્રિલના રોજ જ્યારે મારી મિત્રે તેને કહ્યું કે તેની માતાનું અવસાન થયું છે, તો તેને ત્યાં જવાનું છે. ત્યાં ગયા બાદ કુમાર અને મારી મિત્ર વચ્ચે ચાર દિવસ સુધી વાતચીત થઈ હતી. જોકે, પછી 1 મેના રોજથી હેગડેએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો. ચાર-પાંચ દિવસ સુધી ફોન ઑફ આવ્યો ત્યારે મારી મિત્ર ડરી ગઈ હતી. તેણે અન્ય કેટલાંકને ફોન લગાવ્યા. કોમન મિત્રોએ કહ્યું હતું કે તેણે લગ્નનું ખોટું વચન આપ્યું છે. આ વાત સાંભળ્યા બાદ મારી મિત્ર ડિપ્રેશનમાં જતી રહી હતી. ત્યાં સુધી કે તે સુસાઈડ કરવાની હતી, પરંતુ મેં તેને સમજાવી હતી. ત્યારબાદ તેણે પોતાની જાતને સંભાળી અને પોલીસમાં કેસ કર્યો.'

દિવ્યાએ પણ યૌન શોષણની ફરિયાદ કરી છે
દિવ્યાએ પોતાની આપવીતી પણ કહી હતી. તેણે કહ્યું હતું, 'મારું પણ યૌન શોષણ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે મેં ગણેશ આચાર્ય (જાણીતો કોરિયોગ્રાફર) વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જોકે, હજી સુધી આમાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. હું તો DCP સરથી લઈ અનિલ દેશમુખ સુધીનાને મળી હતી. જોકે, હજી સુધી કોઈએ કાર્યવાહી કરી નથી.'