તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાપ્રભુની શરણમાં:ટાઈટ સિક્યોરિટી વચ્ચે કંગનાએ પુરીમાં ભગવાન જગન્નાથના દર્શન કર્યાં

પુરી11 દિવસ પહેલા

અપકમિંગ ફિલ્મ 'ધાકડ'ના શૂટિંગમાંથી બ્રેક લઈને કંગના રનૌત ઓરિસ્સાના જગન્નાથ પુરીના દર્શને ગઈ હતી. કંગનાએ પોતાની આ મુલાકાતનો વીડિયો તથા તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી, જેમાં તે ટાઈટ સિક્યોરિટી વચ્ચે જોવા મળે છે.

કંગનાએ ભગવાનના દર્શન કર્યાં...

મંદિરના પૂજારીએ કંગનાને ભગવાનની તસવીર ભેટમાં આપી હતી
મંદિરના પૂજારીએ કંગનાને ભગવાનની તસવીર ભેટમાં આપી હતી
કંગના વ્હાઈટ આઉટફિટમાં ગોર્જિયસ લાગતી હતી
કંગના વ્હાઈટ આઉટફિટમાં ગોર્જિયસ લાગતી હતી
સિક્યોરિટી વચ્ચે કંગના રનૌત
સિક્યોરિટી વચ્ચે કંગના રનૌત
કંગનાએ દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી
કંગનાએ દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી
કંગના હોમ પ્રોડક્શન હેઠળ ચાર જેટલી ફિલ્મ બનાવવાની છે
કંગના હોમ પ્રોડક્શન હેઠળ ચાર જેટલી ફિલ્મ બનાવવાની છે

ડિસેમ્બરમાં અહીંયા આવવાની ઈચ્છા પ્રગટ કરી હતી

કંગનાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ભગવાન જગન્નાથના દર્શનની ઈચ્છા પ્રગટ કરી હતી. જોકે, તેને હવે અહીંયા આવવાની તક મળી છે. ગુરુવાર, 18 ફેબ્રુઆરીના રોજ કંગના ભુવનેશ્વર એરપોર્ટ પર આવી હતી. ભગવાનના દર્શન બાદ મીડિયા સાથેની વાતચીતમાં કંગનાએ કહ્યું હતું કે વર્ષની શરૂઆતમાં જ તેને મહાપ્રભુના દર્શન થયા છે. આથી તેને લાગે છે કે આ વર્ષ તેના માટે શુભ સાબિત થશે.

'ધાકડ' દિવાળી પર રિલીઝ થશે

રજનીશ ઘઈના ડિરેક્શનમાં બનેલી 'ધાકડ' આ વર્ષે દિવાળી પર પહેલી ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં દિવ્યા દત્તા તથા અર્જુન રામપાલ મહત્ત્વના રોલમાં છે. રિપોર્ટ્સ પ્રમાણે, કંગનાએ આ ફિલ્મમાં ઈન્ટેલિજન્સ ઓફિસરની ભૂમિકા ભજવી છે.

કંગના રનૌતની 'થલાઈવી' પણ આ વર્ષે જ રિલીઝ થશે. આ ફિલ્મ તમિળનાડુના પૂર્વ મુખ્યમંત્રી જ્યલલિતાના જીવન પર આધારિત છે. 'ધાકડ'ના શૂટિંગ બાદ કંગના 'તેજસ'નું શૂટિંગ કરશે. આ ઉપરાંત કંગનાએ 'અપરાજિત અયોધ્યા' તથા 'મણિકર્ણિકા રિટર્નસઃ ધ લિજેન્ડ ઓફ દિદ્દા' અને કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારો પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત કંગના અન્ય એક ફિલ્મમાં ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.

જગન્નાથ ભગવાનના દર્શન કરતી કંગનાનો વીડિયો

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો