'બ્રહ્માસ્ત્ર'ની આડમાં કંગનાનો કરન પર શાબ્દિક પ્રહાર:'તમે ખોટું વેચવાનો પ્રયાસ કરો છો, બેઈમાની કરી શકો છો, પરંતુ સારી ફિલ્મ બનાવી શકતા નથી'

મુંબઈ24 દિવસ પહેલા

રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને દર્શકો ને ક્રિટિક્સે મિક્સ રિસ્પોન્સ આપ્યો છે. હવે ફિલ્મ અંગે કંગનાનું રિએક્શન આવ્યું છે. કંગનાએ 'બ્રહ્માસ્ત્ર'ના નેગેટિવ રિવ્યૂના સ્ક્રીનશોટ શૅર કરીને કહ્યું હતું, 'જ્યારે તમે ખોટું વેચવાનો પ્રયાસ કરો છો.'

કંગનાએ કહ્યું હતું, કરન જોહર દરેક શોમાં લોકોને રણબીર-આલિયાને બેસ્ટ એક્ટર્સ ને અયાન મુખર્જીને જિનિયસ કહેવા માટે મજબૂર કરે છે. લોકો ધીમે ધીમે આ ખોટી વાત પર વિશ્વાસ કરવા લાગ્યા, કરને 600 કરોડ એવા ડિરેક્ટરને આપ્યા, જેણે પોતાની કરિયરમાં આજ સુધી એક પણ સારી ફિલ્મ બનાવી નથી.

આ સારી ઈમાનદાર ફિલ્મ બનાવી શકે નહીં: કંગના
કંગનાએ આગળ કહ્યું હતું, 'હવે તેમનું ગ્રુપીઝમ તેમને જ નડી રહ્યું છે. લગ્નથી લઈ પોતાના બેબીનું PR, મીડિયાને કંટ્રોલ કર્યું, KRKને જેલ, રિવ્યૂ ખરીદ્યા, ટિકિટ પણ ખરીદી. આ લોકો બધું જ બેઈમાનીથી કરી શકે છે, પરંતુ એક સારી ઈમાનદાર ફિલ્મ બનાવી શકતા નથી.'

અયાનને જીનિયસ કહેતાં લોકોને જેલ થાયઃ કંગના
કંગનાએ કરન જોહરથી લઈ અયાન મુખર્જીને ખરું-ખોટું સંભળાવ્યું હતું. કંગનાએ એમ પણ કહ્યું હતું કે અયાન મુખર્જીને જીનિયસ કહેનારા લોકોને જેલમાં બંધ કરી દેવા જોઈએ. આ ફિલ્મ બનતાં 12 વર્ષ થયાં છે. 400થી વધુ દિવસ સુધી શૂટિંગ કર્યું છે. 600 કરોડ રૂપિયા રાખ થઈ ગયા. કંગનાએ અન્ય એક ન્યૂઝનો સ્ક્રીનશોટ શૅર કર્યો હતો અને કહ્યું હતું કે 'બ્રહ્માસ્ત્ર'ને કારણે PVR તથા આઇનોક્સના રોકાણકારોને 800 કરોડ રૂપિયાનું નુકસાન થયું.

વિશ્વરમાં 8 હજારથી વધુ સ્ક્રીન્સ પર ફિલ્મ રિલીઝ થઈ
અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ ભારતમાં 5019 સ્ક્રીન્સ પર તથા વિદેશમાં 3894 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ સ્ટાર સ્ટુડિયોની પાસે છે. આ ફિલ્મ વર્લ્ડવાઇડ 8913 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે.