તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કંગનાનો કટાક્ષ:'છેલ્લા થોડા મહિનામાં મહારાષ્ટ્ર સરકારે જે ગાળો આપી છે અને અપમાન કર્યું એની સામે આદિત્ય પંચોલી, ઋતિક રોશન સારા લાગવા લાગ્યા'

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કંગના રનૌતને લાગે છે કે મહારાષ્ટ્ર સરકારે તેને અપમાનિત કરી, તેનું શોષણ કર્યું તથા બદનામી કરી હતી. આ જોઈને તેને આદિત્ય પંચોલી તથા ઋતિક રોશન જેવા લોકો સારા લાગવા લાગ્યા છે. કંગનાએ આ પ્રતિક્રિયા મેયર કિશોરી પેડનેકરના એ નિવેદન પર આપી છે, જેમાં એક્ટ્રેસ માટે 'નટી' તથા 'દો ટેક કી' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

કંગનાએ સોશિયલ મીડિયામાં કહ્યું હતું, 'છેલ્લા કેટલાક મહિનામાં મેં મહારાષ્ટ્ર સરકારના હાથે એટલાં લીગલ કેસ, ગાળો, અપમાન તથા બદનામી સહન કર્યાં છે કે બોલિવૂડ માફિયા તથા આદિત્ય પંચોલી, ઋતિક રોશન જેવા સારા લાગવા લાગ્યા છે. ખબર નહીં મારામાં એવું શું છે કે લોકો મને આ હદે હેરાન કરે છે.'

મેયરે પોતાના નિવેદનમાં શું કહ્યું હતું?
શુક્રવાર, 27 નવેમ્બરના રોજ બોમ્બે હાઈકોર્ટે કંગનાના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. આના પર મેયરે કહ્યું હતું, 'એક નટી, જે હિમાચલમાં રહે છે. તે અહીં આવીને આપણા મુંબઈને PoK કહે છે. ત્યાર બાદ તેની વિરુદ્ધ ફરિયાદ થાય છે. બે રૂપિયાના લોકો કોર્ટને પણ રાજકીય અખાડો બનાવવા માગે છે એ ખોટું છે, જે તેણે કામ કર્યું છે. ત્યાર બાદ તમે જોયું હશે કે સોશિયલ મીડિયામાં તેને કેટલી ટ્રોલ કરવામાં આવી છે. અમે કોર્ટની અવમાનના કરવા માગતા નથી. કોર્ટના જજમેન્ટનો અભ્યાસ કરીશું.'

કંગનાએ કહ્યું, આ લોકશાહીનો વિજય છે
કંગના હાલમાં હૈદરાબાદમાં ફિલ્મ 'થલાઈવી'નું શૂટિંગ કરી રહી છે. તેણે સેટ પરથી સોશિયલ મીડિયામાં એક થેંક્યુ વિડિયો રિલીઝ કર્યો છે. વિડિયોમાં કંગનાએ કહ્યું હતું, 'મને બહુ જ સારા સમાચાર મળ્યા છે કે મારા બંગલાના ડિમોલિશનનું વર્ડિક્ટ મારી ફેવરમાં આવ્યું છે. હું હાઈકોર્ટની આભારી છું. જેમ મેં પહેલાં કહ્યું હતું કે જ્યારે કોઈ એકલી વ્યક્તિ સરકાર વિરુદ્ધ ઊભી રહે છે અને તે જીતે છે તો તે લોકતંત્રની જીત હોય છે. મને સપોર્ટ કરનારા તમામ મિત્રોનો આભાર. આ સાથે જ જે લોકોએ મારી મજાક કરી, જેઓ વિલન બન્યા તેમનો પણ આભાર, કારણ કે હું તેમના વગર હીરો બની શકત નહીં.

કોર્ટે કંગનાને સંયમથી રહેવાનું કહ્યું
કંગનાએ BMC પાસેથી બે કરોડ રૂપિયાનું વળતર માગ્યું છે. હાઈકોર્ટે નુકસાનના અંદાજ માટે સર્વેયરની નિયુક્તિ કરી છે. માર્ચ, 2021 સુધી તે કોર્ટમાં રિપોર્ટ આપશે. આ સાથે જ કંગનાને જાહેરમાં નિવેદનો આપતી વખતે સંયમ રાખવાનું કહ્યું છે.