સો.મીડિયા વૉર:સ્વરાએ આઈટમ નંબર શૅર કરીને કંગનાને આડેહાથ લીધી, તો એક્ટ્રેસ બોલી- 'B ગ્રેડ સમજશે નહીં, મેં ઘણું બધું દાવ પર લગાવ્યું છે'

મુંબઈએક વર્ષ પહેલા

થોડાં દિવસ પહેલાં જ કંગનાએ પોતાની એક પોસ્ટમાં આઈટમ નંબર રિજેક્ટ કર્યા હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ સ્વરા ભાસ્કરે ફિલ્મ 'રજ્જો'માં કંગના પર શૂટ કરવામાં આવેલા આઈટમ નંબર 'જુલ્મી રે જુલ્મી'ની લિંક શૅર કરી હતી. હવે કંગનાએ સ્વરાને સામે જવાબ આપ્યો હતો અને તેને B ગ્રેડ એક્ટ્રેસ કહી હતી. કંગનાએ દાવો કર્યો હતો કે આજે તે જ્યાં છે, ત્યાં સુધી પહોંચવા માટે તેણે ઘણું બધું દાવ પર લગાવ્યું છે.

કંગનાએ સ્વરાને જડબાતોડ જવાબ આપતા કહ્યું હતું, 'જ્યારે પણ હું A લિસ્ટર્સ પર સવાલ કરું છું ત્યારે B ગ્રેડ્સ સૈનિકોની જેમ તેમના બચાવમાં આવી જાય છે. આઈટમ નંબર એવું ગીત છે, જેને ફિલ્મની વાર્તા સાથે કંઈ લેવા-દેવા નથી. તેમાં મહિલાઓ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. મેં ડાન્સ ગર્લનું પાત્ર ભજવતા પણ એ વાતનું ધ્યાન રાખ્યું કે આ મહિલાઓ માટે અપમાનજનક ના હોય.'

'અહીં સુધી પહોંચવા માટે બહુ બધું દાવ પર લગાવ્યું'
કંગનાએ આગળ કહ્યું હતું, 'આ B ગ્રેડ સમજશે નહીં, પરંતુ મેં સંજય લીલા ભણસાલી તથા ફરાહ ખાનને પણ આઈટમ સોંગ કરવાની ના પાડી દીધી હતી, આમાંથી કેટલાંક A લિસ્ટર્સને તેમણે રાતોરાત સેન્સેશન બનાવી દીધા હતા. આજે હું જે પણ છું, તેના માટે મેં ઘણું જ દાવ પર લગાવ્યું છે. આ ડિરેક્ટર તમને આવી ઓફર આપે તો તમે તરત જ સ્વીકારી લો.'

આઈટમ નંબર્સનો મુદ્દો ક્યાંથી ઉઠ્યો?
થોડાં દિવસો પહેલાં મધ્ય પ્રદેશના કોંગ્રેસ ધારાસભ્ય સુખદેવ પાનસેએ વિવાદિત નિવેદનમાં કંગનાને નાચનારી કહી હતી. જવાબમાં એક્ટ્રેસે સો.મીડિયામાં કહ્યું હતું, ‘આ જે લોકો મૂર્ખ છે, તેમને ખ્યાલ નથી કે હું દીપિકા, કેટરીના કે આલિયા નથી. હું એક માત્ર એવી હીરોઈન છું, જેણે આઈટમ નંબર્સ કરવાની ના પાડી હતી. મોટા હીરો (ખાન/કુમાર)ની સાથે ફિલ્મ કરવાની ના પાડી. તેમણે મારી વિરુદ્ધ બોલિવૂડિયા ગેંગ મેન+વીમેન બનાવી. હું રાજપૂત મહિલા છું. હું કમર નથી હલાવતી, હાડકાં તોડું છું.’

સ્વરા ભાસ્કરે કંગનાને શું કહ્યું હતું?
સ્વરા ભાસ્કરે કંગનાની વાતને મૂર્ખામીપૂર્ણ તથા ખોટી ગણાવી હતી. કંગનાના આઈટમ સોંગ રિજેક્ટ કરવાના દાવાને ખોટો ગણાવીને 'રજ્જો'ના આઈટમ નંબરની લિંક શૅર કરીને કહ્યું હતું, 'રજ્જો'ના આ આઈટમ નંબરમાં તમારો ડાન્સ ઘણો જ ગમ્યો હતો. તમે સારા પર્ફોર્મર તથા ડાન્સર છો. તમારા આગામી ડાન્સની રાહ છે.

અન્ય સમાચારો પણ છે...