શરમજનક ઘટના:યુપીમાં દલિત યુવતી સાથે થયેલા ગેંગરેપની ઘટનાથી કંગના આક્રોશમાં, કહ્યું- આ બળાત્કારીઓને જાહેરમાં ગોળી મારો

મનાલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુપીમાં દલિત યુવતી સાથે થયેલા ગેંગરેપની ઘટના તથા તેના મોત બાદ દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. એક્ટ્રેસ કંગનાએ પણ આ અંગે એક ટ્વીટ કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેણે આરોપીઓને જાહેરમાં ગોળી મારવાની ડિમાન્ડ કરી છે.

કંગનાએ પોતાના ટ્વીટમાં કહ્યું હતું, 'આ બળાત્કારીઓને સાર્વજનિક રૂપથી ગોળી મારો. સામૂહિક દુષ્કર્મોની સંખ્યા વધતી જાય છે તો આનું શું સમાધાન છે? આ દેશ માટે કેટલો દુઃખદ તથા શરમજનક દિવસ છે. અમે શરમ અનુભવીએ છીએ, કારણ કે અમે અમારી દીકરીઓની સુરક્ષામાં નિષ્ફળ રહ્યા. #RIPManishaValmiki'

રિચા ચઢ્ઢાએ ટ્વીટ કરીને કહ્યું હતું, 'દરેકને સન્માનપૂર્વક જીવવાનો હક છે. ગુનેગારોને સજા કરો.'

સ્વરા ભાસ્કરે પણ ટ્વીટ કરી હતી.

જીવન સામેનો જંગ હારી ગઈ પીડિતા
14 સપ્ટેમ્બરના રોજ બનેલી આ ઘટનામાં છેલ્લા 15 દિવસથી પીડિતા હોસ્પિટલમાં જીવન અને મોત વચ્ચે ઝઝૂમતી હતી. જોકે તેણે દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં 29 સપ્ટેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. આરોપીઓએ ગેંગરેપ બાદ પીડિતાની જીભ કાપી નાખી હતી અને કરોડરજ્જુ તોડી નાખી હતી અને દુપટ્ટાથી ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓ તેને મૃત સમજીને ખેતરમાં મૂકીને જતા રહ્યા હતા.

14 સપ્ટેમ્બરે શું બન્યું હતું?
પરિવારના જણાવ્યા પ્રમાણે, એ દિવસે સવારે પીડિતા પોતાના મોટા ભાઈ તથા માતા સાથે ગામના જંગલમાં ઘાસ કાપવા ગઈ હતી. જ્યારે ઘાસનો એક પૂડો બંધાઈ ગયો તો મોટો ભાઈ તેને લઈ ઘરે જતો રહ્યો. પછી ખેતરમાં માતા તથા દીકરી એકલાં રહ્યાં હતાં. માતા આગળ ઘાસ કાપતી હતી, દીકરી થોડે દૂર ઘાસ ભેગું કરતી હતી. આ દરમિયાન ચાર આરોપીઓ પીડિતાના ગળામાં દુપટ્ટો નાખીને તેને ઘસડીને બાજરીના ખેતરમાં લઈ ગયા અને તેની પર ગેંગરેપ કર્યો હતો.

ટ્વિટર પર ટ્રેન્ડ કરે છે #RIPManishaValmiki
આ ઘટનાના વિરોધમાં સોશિયલ મીડિયામાં આક્રોશ જોવા મળ્યો હતો. ટ્વિટર પર #RIPManishaValmiki, CBI4HathrasGangRape, #JusticeForManishaValmiki જેવાં હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...