'ક્વીન'નો વીડિયો વાઇરલ:કંગના રનૌતને પાર્ટી માણતી જોઈને યુઝર્સ ભડક્યાં, કહ્યું- 'આને તો માતાજી આવ્યા છે...'

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં જ કંગનાનો જૂનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં કંગના પાર્ટી એન્જોય કરતી જોવા મળે છે. જોકે, આ વીડિયોને કારણે કંગનાને ટ્રોલ કરવામાં આવી છે.

કંગનાનો પાર્ટી વીડિયો વાઇરલ
સો.મીડિયામાં કંગનાનો જૂનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં કંગના પાર્ટી માણતી હોય છે. તેણે બ્લેક શિમરી ડ્રેસ પહેર્યો હોય છે. ઓર્નામેન્ટ્સ તથા કર્લી હેરથી લુક કમ્પ્લિટ કર્યો છે. બેકગ્રાઉન્ડમાં કોઈ ગીત વાગતું હોય છે અને કંગના જોર જોરથી માથું હલાવે છે. કંગના એકદમ પાર્ટી મૂડમાં જોવા મળે છે.

સો.મીડિયા યુઝર્સે ટ્રોલ કરી
કંગનાને આ અંદાજમાં પાર્ટી માણતી જોઈને સો.મીડિયા યુઝર્સને નવાઈ લાગી હતી. એક યુઝરે કમેન્ટ કરતાં કહ્યું હતું, 'કંગુ તેના નેચરલ મૂડમાં છે.' અન્ય એકે કહ્યું હતું, 'આને ભારત રત્ન મળવો જોઈએ? પછી તો બધાને આપી દેવો જોઈએ.' એક યુઝરે કહ્યું હતું, 'કંગના બ્લેક મેજિક કરતી હોવાની વાત સાંભળી હતી, લાગે છે કે આ સાચી જ છે.' અન્ય એકે કહ્યું હતું, 'આને માતાજી આવ્યા છે.' બીજાએ કહ્યું હતું, 'તારી અંદર સંસ્કાર નામની કોઈ વસ્તુ છે કે નહીં?'

'લૉક અપ'ને હોસ્ટ કરે છે
કંગના રનૌત હાલમાં એકતા કપૂરના શો 'લૉક અપ'ને હોસ્ટ કરી રહી છે. આ શોમાં કંગના દર અઠવાડિયે શનિ-રવિ જોવા મળે છે. આ શો ઘણો જ લોકપ્રિય થયો છે. કંગના છેલ્લે 'થલાઈવી'માં જોવા મળી હતી. આ ફિલ્મ તમિળનાડુના મુખ્યમંત્રી જયલલિતાના જીવન પર આધારિત હતી. હવે કંગના 'તેજસ', 'ધાકડ', 'મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લિજેન્ડ ઓફ દિદ્દા' તથા 'ટિકુ વેડ્સ શેરુ'માં જોવા મળશે.