સો.મીડિયા વૉર:કંગનાએ ફરી એક વાર સ્વરા ભાસ્કર, તાપસી પન્નુ, આલિયા ભટ્ટને આડેહાથ લીધી, બોલી- 'મારા દુશ્મનોની મુશ્કેલી તો જુઓ, રોજ દુહાઈ આપે છે'

મુંબઈએક વર્ષ પહેલા

કંગના રનૌત તથા આર માધવન સ્ટારર 'તનુ વેડ્સ મનુ'ની રિલીઝને 10 વર્ષ થયા છે. આનંદ એલ રાયના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 25 ફેબ્રુઆરી, 2011ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ કંગના માટે માઈલસ્ટોન સાબિત થઈ હતી. જોકે, ફિલ્મના 10 વર્ષ પૂરા થયા બાદ કંગના એક વાત પર ભડકી ઊઠી હતી. કેટલાંક મીડિયા હાઉસે ફિલ્મનો ઉલ્લેખ કરીને આર્ટિકલ સો.મીડિયામાં પોસ્ટ કરીને કંગનાને બદલે સ્વરા ભાસ્કરને ટૅગ કરી હતી.

કંગનાએ સો.મીડિયામાં આ રીતે જવાબ આપ્યો હતો
કંગનાએ સો.મીડિયામાં આ રીતે જવાબ આપ્યો હતો

કંગનાની એક ચાહકે આ મુદ્દો ઉઠાવીને કેટલાંક મીડિયા હાઉસને સવાલ કર્યા હતા. આ પોસ્ટ કંગનાએ શૅર કરીને કહ્યું હતું, 'મારા દુશ્મનોની મુશ્કેલીઓ તો જુઓ, રોજ દુહાઈ આપે છે. કાશ સ્વરા કંગના હોત કે કાશ આલિયા કંગના હોત અથવા તો તાપસી જ કંગના હોત, કાશ કંગનાને જ કંગના પાસેથી છીનવી શકતા હોત તો તે આપણી હોત, વિચિત્ર પ્રેમ છે યાર...'

ફિલ્મમાં સ્વરા-ભાસ્કર મિત્રો હતાં
'તનુ વેડ્સ મનુ'માં સ્વરા તથા કંગના બેસ્ટ ફ્રેન્ડ્સના રોલમાં હતા. જોકે, રિયલ લાઈફમાં બંને વચ્ચે 36નો આંકડો છે. બંને સો.મીડિયામાં ઘણીવાર કોઈને કોઈ મુદ્દે એકબીજા પર શાબ્દિક પ્રહાર કરતાં હોય છે.

રિયલ લાઈફમાં કંગના તથા સ્વરાને બિલકુલ બનતું નથી
રિયલ લાઈફમાં કંગના તથા સ્વરાને બિલકુલ બનતું નથી

કંગનાએ સ્વરા ભાસ્કરને B ગ્રેડ એક્ટ્રેસ તથા કરન જોહરની ચમચી કહી દીધી હતી. આના પર સ્વરાએ જવાબ આપ્યો હતો, 'અનેકવાર લોકો જે બોલે છે, તેના પરથી તેમની મેન્ટાલિટીનો ખ્યાલ આવે છે. જે લોકો મને તથા તાપસી પર આઉટસાઈડર કહીને આંગળી ઉઠાવતા હતા, તેઓ પોતાની માનસિકતા બતાવી રહ્યાં છે.'

મંત્રીના નિવેદન પર પણ કંગના-સ્વરા સામસામે હતી
થોડાં દિવસ પહેલાં મધ્યપ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય સુખદેવ પાનસેએ વિવાદિત નિવેદનમાં કંગનાને નાચનારી કહી હતી. આના પર કંગનાએ કહ્યું હતું, ‘આ જે લોકો મૂર્ખ છે, તેમને ખ્યાલ નથી કે હું દીપિકા, કેટરીના કે આલિયા નથી. હું એક માત્ર એવી હીરોઈન છું, જેણે આઈટમ નંબર્સ કરવાની ના પાડી હતી. મોટા હીરો (ખાન/કુમાર)ની સાથે ફિલ્મ કરવાની ના પાડી. તેમણે મારી વિરુદ્ધ બોલિવૂડિયા ગેંગ મેન+વીમેન બનાવી. હું રાજપૂત મહિલા છું. હું કમર નથી હલાવતી, હાડકાં તોડું છું.’

કંગનાએ આઈટમ સોંગ ના કર્યા હોવાનો દાવો કર્યો હતો, સ્વરાએ આ વાતને ખોટી ગણાવી હતી
કંગનાએ આઈટમ સોંગ ના કર્યા હોવાનો દાવો કર્યો હતો, સ્વરાએ આ વાતને ખોટી ગણાવી હતી

સ્વરા ભાસ્કરે કંગનાના નિવેદનને ખોટું તથા મૂર્ખપૂર્ણ ગણાવ્યું હતું. કંગનાના આઈટમ સોંગ રિજેક્ટ કરવાના દાવાને ખોટો ગણાવીને 'રજ્જો'ના આઈટમ નંબરની લિંક શૅર કરીને કહ્યું હતું, 'રજ્જો'ના આ આઈટમ નંબરમાં તમારો ડાન્સ ઘણો જ ગમ્યો હતો. તમે સારા પર્ફોર્મર તથા ડાન્સર છો. તમારા આગામી ડાન્સની રાહ છે.

અન્ય સમાચારો પણ છે...