કંગના રનૌતની ફિલ્મ 'ધાકડ' આજે એટલે કે 20 મેના રોજ રિલીઝ થઈ છે. આ ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિભાવ મળ્યો છે. કંગનાએ ફિલ્મ રિલીઝના એક દિવસ પહેલાં બ્રાન્ડ ન્યૂ કાર ખરીદી હતી. કંગનાએ ફિલ્મના પ્રીમિયર દરમિયાન નવી કારની ડિલિવરી લીધી હતી.
કંગના પરિવાર સાથે જોવા મળી
કંગના ફ્લોરલ ટ્યૂલ ડ્રેસમાં જોવા મળી હતી. તેની સાથે તેનાં પેરેન્ટ્સ, બહેન રંગોલી તથા તેનો દીકરો પૃથ્વીરાજ, ભાઈ અક્ષત, ભાભી રિતુ પણ હતાં.
કરોડોની કાર
કંગનાએ મર્સિડિઝ મેબેક S680 કાર ખરીદી છે. મર્સિડિઝની આ કાર ભારતમાં હાલમાં જ લૉન્ચ થઈ છે. આ કારની કિંમત અંદાજે 3.40-3.60 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.
કંગનાએ કહ્યું, રિબન હટાવી લઉં
કંગના તથા તેના પરિવારે તાળી પાડીને નવી કારની ડિલિવરી લીધી હતી. આ દરમિયાન કારના બોનેટ પર મોટું રિબન ફૂલ મૂકવામાં આવ્યું હતું. આ જોઈને કંગનાએ કોઈને પૂછ્યું હતું કે તે આ હટાવી શકે છે. તેને એવું લાગે છે કે તે હમણાં લગ્નમાંથી આવે છે. તે રિબન હટાવી લે છે.
'ધાકડ'માં એજન્ટ અગ્નિના રોલમાં
કંગનાએ એક્શન થ્રિલર ફિલ્મ 'ધાકડ'માં એજન્ટ અગ્નિના રોલ પ્લે કર્યો છે. આ ફિલ્મને રજનીશ ઘાઈએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અર્જુન રામપાલ તથા દિવ્યા દત્તા લીડ રોલમાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.