તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંગના vs ઉદ્ધવ:એક્ટ્રેસે કહ્યું- 'શરમ કરો, હું તમારા દીકરાની ઉંમરની છું; ઉદ્ધવ ઠાકરેએ ભારતની તુલના પાકિસ્તાન સાથે કરી, પણ કોઈએ વિરોધ ના કર્યો'

મુંબઈએક મહિનો પહેલા
કંગનાએ આ પહેલા પણ CM ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ અનેક નિવેદનો આપ્યા હતા
  • દશેરાની રેલીમાં CMએ કહ્યું હતું, તમે અહીં રોજગાર માટે આવો છો અને મુંબઈને બદનામ કરો છો
  • એક્ટ્રેસનું નામ લીધા વગર ઉદ્ધવે કહ્યું હતું, જે લોકોને પોતાના રાજ્યમાં ભોજન મળતું નથી તેઓ અહીં આવે છે

એક્ટ્રેસ કંગનાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની દશેરા સ્પીચ પર નિશાન સાધ્યું છે. એક્ટ્રેસે ઉદ્ધવને નાની વ્યક્તિ ગણાવીને તેમની પર સત્તાનો દુરુપયોગ કરવાનો આક્ષેપ મૂક્યો છે. કંગનાએ કહ્યું હતું કે ઉદ્ધવ એ રીતનો વ્યવહાર કરે છે, જાણે કે તેઓ મહારાષ્ટ્રના માલિક હોય. કંગના રનૌતે સોશિયલ મીડિયામાં વિડિયો શૅર કરીને ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા હતા. આટલું જ નહીં, કંગનાએ ટ્વિટર પર એક પછી એક ઘણાં ટ્વીટ કર્યાં હતાં.

વિડિયોમાં શું કહ્યું?
કંગનાએ વિડિયોમાં કહ્યું હતું, 'ઉદ્ધવ ઠાકરે, તમે મને કાલના ભાષણમાં ગાળ આપી અને મને નમક હરામ કહી હતી. આ પહેલાં પણ સોનિયાસેનાના અનેક લોકોએ મને ગંદી ગાળો આપી હતી અને ધમકાવી હતી. મારું મોં તોડી નાખવાની અને મને માર મારવાની વાત કરી હતી. મને હરામખોર પણ કહેવામાં આવી હતી. સોનિયાસેનાએ મને અભદ્ર ગાળો આપી હતી. આટલું થયું હોવા છતાંય કોઈપણ નારી સશક્તીકરણના ઠેકેદારે કંઈ જ ના કહ્યું. એ જ ભાષણમાં તમે મા પાર્વતીની જન્મભૂમિ હિમાચલ છે, તેમને હિમાચલ પુત્રી કહેવામાં આવે છે. મહાદેવની કર્મભૂમિ છે. આજે પણ અહીં કણ-કણમાં મા પાર્વતી તથા શિવ વસેલાં છે. આને દેવભૂમિ કહેવામાં આવે છે. તેમના વિશે તમે એટલી તુચ્છ વાતો કરી છે. ચીફ મિનિસ્ટર હોવાને નાતે તમે મહારાષ્ટ્રને નીચે પાડ્યું છે, કારણ કે તમે એક યુવતીથી નારાજ છો અને તે યુવતી તમારા દીકરાની ઉંમરની છે. ચીફ મિનિસ્ટર તમે મારાથી ઘણા જ નારાજ છો, મને ધમકાવવામાં આવી હતી અને પછી મેં ત્યાંની તુલના પાકિસ્તાન હસ્તક કાશ્મીર (PoK) સાથે કરી હતી. અહીં આઝાદ કાશ્મીરના નારા લગાવવામાં આવ્યા હતા અને તમારી સોનિયાસેનાએ આનો બચાવ કર્યો હતો, આથી જ મેં તેની તુલના PoK સાથે કરી હતી. ત્યાર બાદ બંધારણના રક્ષકો મારી સામે પડ્યા હતા. કાલે તમે ભારતવર્ષની તુલના પાકિસ્તાન સાથે કરી. હવે બંધારણના રક્ષકો આવશે નહીં, કારણ કે હવે તેમના મોંમાં કોઈ પૈસા નાખતું નથી. મેં જોયું છે કે જેટલા પણ દેશભક્તો છે, તેમનું એક વલણ છે. તે તમારી કોઈ મદદ કરતા નથી. એ લોકો એવું કહે છે કે તમે દેશભક્તિ અંગે વાત કરો છો, દેશ માટે કંઈક કરો છો તો તમે અમારા પર કયો ઉપકાર કરો છો, તમે તમારા માટે જ આમ કરો છો, તમે દેશ માટે કરો છો, તે લોકો એવું કહે છે કે અમારી પાસે ના પૈસા છે, ના અમે પૈસા કોઈને આપીએ છીએ અને ના અમને કોઈ પૈસા આપે છે, પરંતુ દેશવિદ્રોહ માટે તમારા મોંમાં પૈસા નાખવામાં આવે છે, આ જે બંધારણને બચાવનારા છે, કાલે એક વર્કિંગ ચીફ મિનિસ્ટરે એક યુવતીને જાહેરમાં ગાળ આપી અને તેઓ કંઈ જ બોલશે નહીં. ચીફ મિનિસ્ટરને હું કહેવા માગીશ કે સત્તા તો આવતી-જતી રહે, તમે માત્ર એક સરકારી નોકર છો, મહારાષ્ટ્રના લોકો તમારાથી ખુશ નથી, પરંતુ જે વ્યક્તિ એક વાર સન્માન ગુમાવી દે છે ચીફ મિનિસ્ટર, તે ક્યારેય સન્માનને પાછું મેળવી શકતો નથી. જયહિંદ.'

Message for Maharashtra government... pic.twitter.com/WfxI9EII38

વિડિયો પહેલાં કંગનાએ એક પછી એક ઘણાં ટ્વીટ કરીને ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બળાપો વ્યક્ત કર્યો હતો. કંગનાએ કહ્યું હતું, 'રાઉતે મને હરામખોર કહ્યું, ઉદ્ધવ ઠાકરેએ મને નમક હરામ કહ્યું. તેઓ દાવો કરે છે કે મુંબઈમાં મને શરણ ના મળી હોત તો મને મારા રાજ્યમાં ભોજન મળત નહીં. શરમ કરો, હું તમારા દીકરાની ઉંમરની છું. તમારી વાતોથી ખબર પડે છે કે એક સેલ્ફ મેડ સિંગલ વુમનની સામે તમે કેવી રીતે બોલો છો, મુખ્યમંત્રી તમે નેપોટિઝમની સૌથી ખરાબ પ્રોડક્ટ છો.'

કંગનાએ શું લખ્યું?

  • મુખ્યમંત્રીજી, તમે બહુ જ નાની વ્યક્તિ છો, હિમાચલને દેવ ભૂમિ કહેવામાં આવે છે, અહીં ઘણાં જ મંદિરો છે અને અપરાધ દર શૂન્ય છે. હા, અહીંની જમીન ઘણી જ સારી છે અને સફરજન, કીવી, દાડમ તથા સ્ટ્રોબેરી ઊગે છે. અહીં કંઈ પણ ઊગી શકે છે. અમારા ત્યાં બહુ અમીર અને બહુ ગરીબ લોકો રહેતા નથી. આ એક ધાર્મિક પ્લેસ છે. અહીંના લોકો ઘણા જ ભોળા છે.
  • તમને મુખ્યમંત્રી તરીકે શરમ આવવી જોઈએ. એક સાર્વજનિક સેવક હોવાને કારણે તમે નાના નાના ઝઘડામાં ધ્યાન આપો છે. તમે તમારી શક્તિનો ઉપયોગ એવી વ્યક્તિઓ પાછળ કરી રહ્યા છો, જે તમારી વાત સાથે સંમત નથી. તમે આ ખુરશીને લાયક નથી. ગંદું રાજકારણ, શરમ આવવી જોઈએ.
  • એક CMની ધૃષ્ટતા તો જુઓ, તે દેશને વિભાજિત કરી રહ્યા છે. તેમને મહારાષ્ટ્રના ઠેકેદાર કોણે બનાવ્યા? તેઓ માત્ર એક લોકસેવક છે. તેમની પહેલાં કોઈ બીજું હતું. તેઓ ટૂંક સમયમાં બહાર હશે અને અન્ય કોઈ વ્યક્તિ રાજ્યની સેવામાં આવશે. તેઓ તો જાણે મહારાષ્ટ્રના માલિક હોય એ રીતનો વ્યવહાર કરી રહ્યા છે?
  • હિમાલયની સુંદરતા દરેક ભારતીયની છે, તે જ રીતે મુંબઈમાં જે પણ છે એ બધાનું છે. મારાં બે ઘર છે. ઉદ્ધવ ઠાકરે, તમે અમારા લોકશાહીના અધિકારોને લેવાની હિંમત તથા અમને વિભાજિત કરવાનું કામ ના કરો. તમારું ગંદું ભાષણ તમારી અક્ષમતાનું એક અસ્પષ્ટ પ્રદર્શન છે.
  • કામ કરી રહેલા CMની આ ખુલ્લી બદમાશી પર મને નવાઈ લાગે છે. આ પહેલાં એક ટ્વીટમાં ટાઈપો એરર હતી, અહીં હિમાચલમાં કોઈ ગુનો બનવો જોઈએ નહીં. હા, ફરીથી સ્પષ્ટ કરું છું કે અમારી પાસે બહુ ગરીબ કે બહુ અમીર લોકો નથી અને હિમાચલમાં કોઈ અપરાધ નથી. આ એક આધ્યાત્મિક છે અને અહીંના લોકો ઘણા જ માસૂમ તથા દયાળુ છે.

દશેરાની રેલીમાં કંગનાને આડેહાથ લીધી હતી
25 ઓક્ટોબર, રવિવારના રોજ દશેરા હતા અને CM ઉદ્ધવ ઠાકરેએ કંગનાનું નામ લીધા વગર કહ્યું હતું, 'જે લોકોને પોતાના રાજ્યમાં યોગ્ય ભોજન મળતું નથી, તે લોકો અહીં આવે છે. પૈસા કમાય છે અને પછી પાકિસ્તાન હસ્તક કાશ્મીરની સાથે મુંબઈની તુલના કરીને રાજ્યને બદનામ કરવાનો પ્રયાસ કરે છે.'

વધુમાં, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું, 'તમે અહીં રોજગારી માટે આવો છો અને મુંબઈને બદનામ કરો છો. મુંબઈ પોલીસને કેમ બદનામ કરી? આ એ જ પોલીસ છે, જેણે તમને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. જે રીતે હું શિવસેનાનો પ્રમુખ છું, તે જ રીતે મુંબઈ પોલીસનો પણ છું. PoKની સાથે મુંબઈની તુલના PM નરેન્દ્ર મોદીનું અપમાન છે.' કંગનાએ આ જ ભાષણ પર ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વાત કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો