બ્લેક બ્રાલેટમાં બોલ્ડ અંદાજ:પોલીસ ફરિયાદ બાદ કંગના રનૌતની વાઇન પીતી તસવીર વાઇરલ, કહ્યું- 'ધરપકડ થાય તેની રાહ જોઉઁ છું'

મુંબઈ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂત આંદોલન અંગે વિવાદાસ્પદ નિવેદન બાદ કંગના વિરુદ્ધ અનેક પોલીસ ફરિયાદ થઈ

મોદી સરકારે કૃષિ કાયદા પરત લીધા બાદ કંગનાએ ખેડૂત આંદોલનની તુલના ખાલિસ્તાની આંદોલન સાથે કરી હતી. આ નિવેદન બાદ દેશના ઘણાં વિસ્તારોમાં કંગના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. હાલમાં જ શિખ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કંગના વિરુદ્ધ મહારાષ્ટ્ર પોલીસે ફરિયાદ કરી છે. હવે કંગનાએ સો.મીડિયામાં પોતાની એક બોલ્ડ તસવીર શૅર કરી છે.

બ્રાલેટ પહેરીને વાઇન પીતી જોવા મળી
કંગનાએ સો.મીડિયામાં એક બોલ્ડ તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં કંગનાના હાથમાં વાઇનનો ગ્લાસ છે. બ્લેક બ્રાલેટ તથા હાઇ સ્લિટ સ્કર્ટમાં છે. આ તસવીર શૅર કરીને કંગનાએ કહ્યું હતું, 'વધુ એક દિવસ અને વધુ એક પોલીસ ફરિયાદ. જો તેઓ મને અરેસ્ટ કરવા આવે છે...મારો મૂડ હાલમાં ઘરમાં કંઈક આવો જ છે.'

કંગનાએ શું કહ્યું હતું?
કંગનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'ખાલિસ્તાની આતંકવાદી આજે ભલે સરકારનો હાથ મરોડે છે, પરંતુ તે મહિલાને ક્યારેય ના ભૂલતા. એક માત્ર મહિલા વડાપ્રધાન (ઈન્દિરા ગાંધી)એ આ લોકોને પોતાના જૂતાંની નીચે કચડી નાખ્યા હતા. તેમણે આ દેશને ભલે ગમે તેટલી તકલીફ આપી હોય...તેમણે પોતાનો જીવ આપીને તેમને મચ્છરની જેમ કચડી નાખ્યા હતા અને દેશના ટુકડા થવા દીધા નહોતા. તેમના મૃત્યુના આટલા વર્ષઓ બાદ આજે પણ તેમના નામથી લોકો ધ્રૂજે છે. આમને આવા જ ગુરુ જોઈએ.'

આ પહેલાં આઝાદી અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું
નેશનલ મીડિયા નેટવર્કની એન્યુઅલ શિખર સમિટમાં કંગના ગેસ્ટ સ્પીકર હતી. આ દરમિયાન તેણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં વીર સાવરકર, લક્ષ્મીબાઈ અને નેતાજી બોઝને યાદ કર્યા હતા. વધુમાં કંગનાએ કહ્યું હતું કે 1947માં મળેલી આઝાદી એ આઝાદી નહોતી, પરંતુ ભીખ હતી. આપણને 2014માં અસલી આઝાદી મળી છે. કંગનાના આ નિવેદનનો દેશભરમાં વિરોધ થયો હતો. દેશભરમાં અનેક જગ્યાએ પોલીસ ફરિયાદ થઈ હતી. અનેક લોકોએ કંગનાને આપેલો પદ્મશ્રી અવોર્ડ પરત લેવાની માગણી કરી હતી.

ગાંધીજી અંગે બેફામ બોલી હતી
કંગનાએ સો.મીડિયામાં લખ્યું હતું, 'જે આઝાદી માટે લડ્યા હતા, તેમને સત્તાના ભૂખ્યા તથા ચાલાક લોકોએ પોતાના માલિકના હવાલે કરી દીધા હતા. આ એ જ લોકો હતા, જેમાં પોતાનું શોષણ કરનારા સામે લડવાનો અથવા પોતાના લોહીને ઉકાળવાનું અથવા તો સળગાવવાનું સાહસ નહોતું. આ એ લોકો છે, જેમણે આપણને શીખવ્યું કે કોઈ તમાચો મારે તો બીજો ગાલ આપી દો અને આ રીતે આઝાદી મળશે... એવું નથી કે કોઈને આ રીતે આઝાદી મળી જાય. આ રીતે માત્ર ભીખ મળે છે. આથી જ પોતાના હીરોને બુદ્ધિ વાપરીને પસંદ કરો.'

'ગાંધી ઈચ્છતા કે ભગત સિંહને ફાંસી મળે'
અન્ય એક પોસ્ટમાં કંગનાએ કહ્યું હતું, 'ગાંધીએ ક્યારેય ભગત સિંહ કે નેતાજીને સપોર્ટ કર્યો નથી. અનેક પુરાવા બતાવે છે કે ગાંધીજી ઈચ્છતા હતા કે ભગત સિંહને ફાંસી થાય, તમારે પસંદ કરવાનું છે કે તમે કોને સપોર્ટ કરો છો, કારણ કે આ તમામને પોતાના મનમાં એક જ જગ્યાએ એક સાથે રાખવા તથા તેમની જયંતીઓ પર શુભેચ્છા પાઠવવી પૂરતું નથી. ખરી રીતે આ ચુપ્પી બહુ જ બેજવાબદાર છે. તમામને પોતાના ઈતિહાસ તથા નાયક અંગે ખબર હોવી જોઈએ.'