સો.મીડિયા વાઇરલ:દુર્ગા પૂજામાં કાજોલે નાની બહેન તનીષાને શટ અપ કહ્યું, માતા તનુજાએ બંનેને શાંત પાડી

મુંબઈએક મહિનો પહેલા
  • દુર્ગા પૂજા દરમિયાન કાજોલ-તનીષા વચ્ચે દલીલો થઈ હતી

બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ પોતાની નાની બહેન તનીષા તથા માતા તનુજા સાથે દુર્ગા પંડાલમાં જોવા મળી હતી. દુર્ગા પંડાલમાં કાજોલ તથા તનીષા વચ્ચે થયેલી દલીલનો એક વીડિયો હાલમાં સો.મીડિયામાં વાઇરલ થયો છે.

વાઇરલ વીડિયોમાં જોવા મળે છે કે કાજોલ, તનીષા તથા તનુજા ત્રણેય સાથે હોય છે. કાજોલ તથા તનીષા વચ્ચે કોઈ વાત અંગે દલીલો થાય છે. બંને કયા મુદ્દે વાત કરે છે તે તો ખ્યાલ નથી આવતો. જોકે, કાજોલ ગુસ્સામાં પોતાની બહેન તનીષાને શટ અપ કહે છે. બંને દીકરીઓને આ રીતે જાહેરમાં ઝઘડતી જોઈને તનુજા વચ્ચે પડે છે અને બંનેને ચૂપ કરાવે છે. ત્યારબાદ ત્રણેય ફોટોગ્રાફર્સને પોઝ આપે છે.

આ વીડિયો વાઇરલ થતાં યુઝર્સને પોતાના ભાઈ-બહેન સાથેના મીઠા ઝઘડા યાદ આવી ગયા હતા. સો.મીડિયા યુઝર્સે કમેન્ટ્સ કરતાં કહ્યું હતું કે તેઓ પણ આ જ રીતે ભાઈ-બહેન સાથે દલીલો કરતાં હોય છે.

વીડિયોમાં કાજોલ બ્લૂ સાડી તથા તનીષા પિંક સાડીલમાં હતી. દુર્ગા પૂજામાં કાજોલ દીકરા યુગ સાથે આવી હતી. કાજોલની કઝિન રાની મુખર્જી પણ દુર્ગા પૂજામાં સામેલ થઈ હતી.

કાજોલના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે 'ધ લાસ્ટ હુર્રાહ'માં જોવા મળી હતી. હવે તે રાજકુમાર હિરાનીની ફિલ્મમાં કામ કરે તેવી ચર્ચા ચાલી રહી છે.

વાઇરલ વીડિયો