વાઇરલ વીડિયો:એરપોર્ટ પર અચાનક જ બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ દોડવા લાગી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. એરપોર્ટ પર કાજોલ થોડી સ્પીડમાં ચાલતી હોય તેમ જોવા મળ્યું હતું. એરપોર્ટ પર કાજોલની સાથે સિક્યોરિટી ગાર્ડ હતા.

એરપોર્ટ પર કાજોલ ભાગતી હોય તેમ લાગ્યું
મુંબઈ એરપોર્ટ પર કાજોલ બ્લેક મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી. મેક્સી ડ્રેસમાં પેચવર્ક કરેલું હતું. ડ્રેસ પર કાજોલે લેધર જેકેટ પહેર્યું હતું. આ ઉપરાંત સનગ્લાસ પહેર્યા હતા અને વાળ ખુલ્લા રાખ્યા હતા. ટર્મિનલ પર કાજોલ સિક્યોરિટી સાથે વાત કરતી હતી. કાજોલે મીડિયાને તસવીરો ને વીડિયો લેતા જોયા એટલે તે તરત જ ઝડપથી ચાલવા લાગી હતી. આ દરમિયાન બૉડીગાર્ડ્સે મીડિયા તથા ચાહકોને રસ્તો કરી આપવાની વિનંતી કરી હતી. આ દરમિયાન કાજોલે મીડિયાને એવું કહ્યું હતું, 'ચલો બતાવો તમે લોકો કેટલા ફિટ છો?'

યુઝર્સે શું કહ્યું?
કાજોલનો એરપોર્ટ વીડિયો વાઇરલ થયો હતો. યુઝર્સે વીડિયો જોઈને કમેન્ટ્સ કરી હતી કે આ આટલું ઝડપથી કેમ દોડે છે? કેટલાક યુઝર્સે કાજોલના કપડાં પર કમેન્ટ કરીને કહ્યું હતું કે આટલી ગરમીમાં લેધર જેકેટ કોણ પહેરે? કેટલાંકે કાજોલની તુલના રણવીર સિંહ સાથે કરી હતી.

હાલમાં જ અપકમિંગ પ્રોજેક્ટનું પોસ્ટર રિલીઝ થયું
કાજોલ 'ધ ગુડ વાઇફ- પ્યાર, કાનૂન, ધોકા'માં જોવા મળશે. આ વેબ સિરીઝનું ફર્સ્ટ પોસ્ટર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ સિરીઝ CBSના શો 'ધ ગુડ વાઇફ'ની રિમેક છે. આ સિરીઝને સુપર્ણ વર્મા ડિરેક્ટ કરે છે. આ ઉપરાંત રેવતી તથા કાજોલ ફિલ્મ 'ધ લાસ્ટ હુર્રાહ'માં સાથે જોવા મળશે. આ ફિલ્મ રિયલ સ્ટોરી તથા રિયલ કેરેક્ટર પર આધારિત છે.

અન્ય સમાચારો પણ છે...