તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5G ટેકનોલોજી કેસ:હાઇકોર્ટના 20 લાખ રૂપિયાના દંડ વિરુદ્ધ જૂહીની અરજીની સુનાવણી ટળી, જજે પોતાને આ કેસથી અલગ કર્યા

મુંબઈ24 દિવસ પહેલા
  • જૂહીની અરજી પર વધુ સુનાવણી 29 જુલાઈએ કરવામાં આવશે.

દિલ્હી હાઈકોર્ટે બોલિવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલાની અરજી પરની સુનાવણી ટાળી દીધી છે. જૂહી ચાવલાએ 20 લાખના દંડ વિરુદ્ધ અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે જૂહીએ અન્ય 2 લોકો સાથે મળીને 5G નેટવર્ક વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી અને 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

29 જુલાઈએ સુનાવણી
જસ્ટિસ સંજીવ નરુલાએ આ કેસની વધુ સુનાવણી કરવાની ના પાડી દીધી છે. તેમણે આ કેસ અન્ય બેંચને ટ્રાન્સફર કરવાનું કહ્યું છે. હવે આ કેસની સુનાવણી બીજી બેંચ 29 જુલાઈના રોજ કરશે.

કોર્ટે અઠવાડિયાની અંદર દંડ ભરવાનું કહ્યું
આ પહેલાં ગયા અઠવાડિયે જસ્ટિસ જે આર મિધાએ જૂહી ચાવલાની અપીલને રદ કરવાને બદલે રિજેક્ટ કરી હતી. કોર્ટે 20 લાખ રૂપિયાનો દંડ જમા કરાવવાનું કહ્યું હતું અને તે માટે એક અઠવાડિયાનો સમય આપ્યો હતો. જોકે, જૂહીએ હજી સુધી 20 લાખ રૂપિયાનો દંડ ભર્યો નથી.

જૂન મહિનામાં કોર્ટે અરજી ફગાવી હતી
જસ્ટિસ જે આર મિધાએ આ કેસમાં 4 જૂનના રોજ ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે પૂરી અરજી લીગલ સલાહ પર આધારિત હતી, જેમાં કોઈ તથ્ય મૂકવામાં આવ્યા નહોતા. અરજીકર્તાએ પબ્લિસિટી માટે કોર્ટનો કિંમતી સમય બરબાદ કર્યો છે. આ એ વાતથી સ્પષ્ટ થાય છે કે તેમણે કોર્ટની કાર્યવાહીની વીડિયો લિંક ચાહકો સાથે શૅર કરી હતી. આ સાથે કોર્ટે 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ કારણે જૂહીએ કોર્ટમાં અરજી કરી હતી
જૂહી ચાવલાના સ્પોક્સ પર્સને શેર કરેલા સ્ટેટમેન્ટ પ્રમાણે, આ સબ્જેક્ટ પર કોર્ટનું ધ્યાન દોરવા માટે કેસ ફાઈલ કર્યો હતો. કોર્ટ અમને જણાવે કે 5G ટેક્નોલોજી માણસ, પ્રાણીઓ, પક્ષીઓ અને બાકીની સજીવ સૃષ્ટિ માટે કેટલી સુરક્ષિત છે? આની પર રિસર્ચ કરાવો અને અમને કહો કે ભારતમાં આ 5G ટેક્નોલોજી સુરક્ષિત છે કે નહીં? નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમારો નિર્ણય જણાવો.