બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂરની ફિલ્મ 'રૂહી' 11 માર્ચના રોજ રિલીઝ થઈ છે. જાહન્વી હાલમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. જાહન્વીએ તાજેતરમાં સો.મીડિયામાં કેટલીક તસવીરો શૅર કરી હતી, જેમાંથી એક તસવીરમાં જાહન્વી કારની અંદર કપડાં બદલતી જોવા મળી હતી.
શું છે તસવીરોમાં?
જાહન્વીએ સો.મીડિયામાં ચાર તસવીરો શૅર કરી હતી. પહેલી બે તસવીરમાં જાહન્વી ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી, જેમાં તે સ્ટ્રેપ્લેસ ટોપ તથા મિની સ્કર્ટમાં હતી. ત્રીજી તસવીરમાં જાહન્વી કારની અંદર જીન્સ પહેરતી જોવા મળી હતી. તે એરપોર્ટ જતી હતી. છેલ્લી તસવીરમાં જાહન્વી ફ્લાઈટમાં બેઠી હતી અને તેણે રફ જીન્સ તથા લોન્ગ વ્હાઈટ ટોપ પહેર્યું છે અને વી ફોર વિક્ટરીની સાઈન બતાવી હતી. આ તસવીરો શૅર કરીને જાહન્વીએ કેપ્શનમાં કહ્યું હતું, 'આરામદાયક દિવસ.'
પિતાએ કહ્યું, શ્રીદેવીને જાહન્વી પર ગર્વ થશે
બોની કપૂરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'રૂહી' હોરર-કોમેડી ફિલ્મ છે. આ ખરેખર ડરાવે છે અને બીજી જ ક્ષણે હસાવે છે. દર્શકોને ક્યારેક ડર લાગશે તો ક્યારેક હસવું આવશે.' વધુમાં બોની કપૂરે કહ્યું હતું, 'રૂહી'માં જાહન્વી, રાજકુમાર રાવ તથા વરુણ શર્મા ધમાકેદાર છે. જાહન્વીએ ફિલ્મ માટે ઘણી જ મહેનત કરી છે. જાહન્વીનું પર્ફોર્મન્સ ધીમે ધીમે સુધરતું જાય છે. તેની માતા (સ્વર્ગીય શ્રીદેવી)ને તેની પર ગર્વ થશે.' ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરી, 2017ના રોજ બોનીની પત્ની તથા એક્ટ્રેસ શ્રીદેવીનું દુબઈમાં અવસાન થયું હતું.
બોનીને ફિલ્મમાં જાહન્વીના પિતાનો રોલ કરવો છે
બોની કપૂર ડિરેક્ટર-પ્રોડ્યૂસર લવ રંજનની આગામી ફિલ્મમાં રણબીર કપૂરના પિતાના રોલમાં જોવા મળશે. બોની કપૂરની ઈચ્છા છે કે તે સ્ક્રિન પર દીકરી જાહન્વીના પિતાનો રોલ પ્લે કરે.
11 માર્ચે ફિલ્મ 'રૂહી' રિલીઝ થઈ
હાર્દિક મહેતાના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'રૂહી' 11 માર્ચ, શિવરાત્રિના દિવસે થિયેટરમાં રિલીઝ થઈ છે. ફિલ્મને દિનેશ વિજને પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ ચુડેલની આસપાસ ફરે છે. આ ચુડેલ લગ્નવાળા ઘરમાં નજર રાખે છે અને વરરાજા સૂઈ જાય એટલે દુલ્હનને ગાયબ કરી નાખે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.